Tuesday, August 26, 2014

A locker that travels around…..

Not many have the opportunity of working with some of the most mysterious,  intriguing, generous, gracious and yet extremely vulnerable, marginalised communities of our vast country - The Nomads. VSSM feels humbled to be able to work for the empowerment of these communities. The work we are into involves interacting with various sections of society, engaging in a dialogue with them, bringing to light the issues these communities face everyday. During one such interaction a Sarpanch expressed his understanding of these communities. It was extremely surprising to here about such hypothesis coming from a individual like him who is expected to have a wiser and wider world view!!

‘Ben, do you know these people are fooling you when they say they have nothing to survive on. And the individuals like you work to help them, just look at them closely and realise how much money they have!!’ said the sarpanch. 

I was astonished to hear such narration from him, if these nomads are  rich, have money than  how come i don’t see any riches and wealth???  How do you say so I inquired……

‘Ben have you seen the amount of jewellery these women wear everyday, how can they afford to have so much jewellery when they have no money, have you seen their footwear, they are so expensive too,  almost Rs. 500 a pair!!!’ announced the Sarpanch. 

 The hypothesis made by the Sarpanch left me in no mood to argue with his limited understanding but the need to clarify his judgement of these poor families compelled me to speak up. Also certain biasis had to be clarified or else these communities  would never cross the threshold of  poverty. 

‘Where do you keep the jewellery and money in your house??’ I questioned.

‘Why do you ask so, in the almirah or locker of course.’ he replied. 

‘These nomads stay in wilderness, under the sky!!! Have you seen them having any bank accounts?’ I questioned. 

He had no reply to this query of mine. 

The homes of these tribes are made between branches, twigs, old jute bags, tarpaulin and all the other waste.  Both the husband and wife are out to earn living. Nobody stays home to protect homes or belongings. Even after both earning it is difficult to make ends meet and yet it and when the year is good the first thing they buy with the added income is a piece of jewellery which the women of the household keep wearing all the time as they have no other place to store they valuables. The women turned into a mobile locker or safe!! The accumulated jewellery is their savings so if need be,  in case of major illness or celebration they sell some of it. Who else is going to lend them money when nobody knows them well enough?? And what footwear are you talking about when all they can afford are cheap plastic flip-flops.Infact not all can afford even a single pair of slippers.   Gone are the days when they would get these pure leather flats that got better with time and last a decade..

The Sarpanch could not argue any more. But it is not only him there are hundred and thousands like him  in the society who have such false assumptions about these tribes. 

The pictures gives a glance of the jewellery the women from some of the tribes wear and the footwear the Sarpanch mentioned about…….

ગુજરાતીમાં અનુવાદ...

હરતી ફરતી તિજોરી..

વિચરતી જાતિઓ સાથેના કામો દરમ્યાન જાત ભાતના લોકોને મળવાનું થયું. એમાં એ મહાશય આમ તો એક ગામના સરપંચે મને પ્રશ્ન કર્યો કે, તમે આ સમુદાયને વસાવવા માટેનો પ્રયત્ન કરો છો. સરકાર આ પરિવારોને રહેણાંક અર્થે જમીન આપે એ માટે ભારે જેહમત ઉઠાવો છો પણ બેન આ બધા તમને મુર્ખ બનાવે છે! એ લોકો પાસે ઘણાય પૈસા છે! તમે એમને ધ્યાનથી જોશોને તો તમને પણ ખ્યાલ આવી જશે. સાંભળીને નવાઈ લાગી. મે તો આ પરિવારો પાસે એવા કોઈ પૈસા જોયા નથી તો આ ક્યારે જોઈ આવ્યા? મેં સરપંચને પૂછ્યું, 
‘તમને એવું કેમ લાગે છે કે આ લોકો પાસે ઘણા પૈસા છે? આ લોકો કોઈને વ્યાજવા પૈસા ધીરે છે?’
‘અરે બેન તમે એમની બહેનોએ પહેરેલા દાગીના જોયા? લો બોલો પૈસા નથી તો દાગીના ક્યાંથી આવે? અને એ પણ બારે મહિના પહેરી રાખે? અરે એ લોકો જે જોડા પહેરે છે ને એની કિંમત પણ રૂ.૫૦૦ હશે!’
આ સાંભળી પહેલાં થયું જવા દે આમને કોણ સમજાવે. પણ પછી થયું આમને આ દાગીના અને આ રૂ.૫૦૦ ના જોડાનું રહસ્ય નહિ કહું તો એ આ પરિવારોને ક્યારેય સમજવાના નથી. ઉલટાનું એમના ગામમાં ઝાપરું નાખવાના પણ પૈસા લેશે. એટલે મેં સરપંચ ને કહ્યું,
‘તમારા ઘરે તમે કિમતી દાગીના અને વધારાના રૂ. શામાં રાખો છો? એમણે કહ્યું, લો આવું કેમ પૂછ્યું? તિજોરીમાં અને બેંકમાં જ રાખીએ ને!’
આ વિચરતી જાતિના છાપરામાં તમે કોઈ તિજોરી જોઈ? એમનું કઈ બેંકમાં ખાતું છે એ તમે પૂછ્યું? 

આ સાંભળી એ કંઈ બોલ્યા નહિ. અરે સાહેબ વિચરતી જાતિના છાપરાં સાડી, પ્લાસ્ટિક, કે કંતાનોની આડાશોમાં બાંધેલા હોય. ચોવીસ કલાક એ છાપરાં સાચવવા કોઈ હાજર પણ ના હોય. પેટીયું રળવા બહેન અને ભાઈ બંનેને કમાવવા જવું પડે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત હોય.. આમાં જયારે સારો ધંધો થાય અને હાથમાં પૈસા આવે એટલે સૌથી પહેલાં એની પત્નીના દાગીના ખરીદે.. અને આજ દાગીના જયારે કોઈ આવક ના થાય, માંદગી આવે કે, એવા કોઈ પ્રસંગ બને તે વખતે વેચી નાખે... એને જરૂર હોય ત્યારે એને કોણ પૈસા ધીરવાનું? જેનું સરનામું જ નથી એની બાહેંધરી પણ કોણ આપે? ટૂંકમાં વિચરતી જાતિઓ માટે એમની પત્ની હરતી- ફરતી તિજોરી છે.. અને તમે જે જોડા જેની કિંમત રૂ.૫૦૦ કહો છો એ જોડા ચામડાના અને એવા મજબૂત હોય કે જેમ ઘસાતા જાય એમ મજબૂત થતા જાય.. એ જોડા મહત્તમ ચાલતા હોય છે. આપણા ઘૈડીયા જે ખેતરમાં કામ કરતા એ આવા જ જોડા પહેરતાં. આપણી પાસે પૈસા છે અને આપણે વારે વારે જોડા ખરીદી શકીએ એવી આપણી આર્થિક ક્ષમતા છે પણ આ પરિવારોની એવી કોઈ ક્ષમતા નથી. અને હવે તો આ જોડા પણ નથી રહ્યા પ્લાસ્ટિકના જૂતા પહેરે છે અને ઘણા ખરા તો ઉઘાડા જ પગે ફરે છે..
મારા જવાબ પછી સરપંચ પાસે કોઈ દલીલ નહોતી.. પણ આવી દલીલ કરવાવાળા આ એક જ સરપંચ નથી.. એવા ઘણા છે જે આ પ્રકારની ધારણા કરીને બેઠા છે... 

ફોટોમાં સરપંચની ભાષામાં ખૂબ દાગીના પહેરલા વિચરતી જાતિના બહેન અને જે કીંમતી જોડાની વાત થાય છે એ જોડા...




No comments:

Post a Comment