Tuesday, March 11, 2025

Mittal Patel at an event organized by Sports Journalist Association of Gujarat...

Mittal Patel addresses the audience at an event

 I studied while staying at the Sports Hostel. At that time, there weren’t as many competitions as there are today. In the few competitions that were held, if we participated and won, we would get a steel box or six steel glasses as a prize. But after 2005, the entire field of sports changed. The Khel Mahakumbh played a significant role in bringing about this transformation. Now, people are starting to take sports as a career. And it’s even more joyful to see daughters and sisters advancing in the field of sports.

Recently, the Sports Journalist Association of Gujarat organized a program to honor the sisters who have advanced in the field of sports. I had the opportunity to attend as a guest. The recognition of the girls who play with sportsmanship makes not only the players but also their families feel proud.

I would like to thank the association for organizing such a wonderful event. I also thank all the journalist friends, from Shaileshbhai to Tusharbhai, for including me in this program.

#MittalPatel

હું સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રહીને ભણી. એ વખતે આજે થાય એટલી સ્પર્ધાઓ નહોતી થતી. ગણીગાંઠી સ્પર્ધામાં ભાગ અમે લઈએ ને જીતીએ તો સ્ટીલના ડબ્બા, છ સ્ટીલના ગ્લાસ ભેટ રૃપે મળતા.. પણ 2005 પછી રમત ગમત ક્ષેત્ર આખું બદલાયું. ખેલ મહાકુંભે પણ આ સકલ બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો. હવે તો લોકો રમતગમતને પોતાની કારકિર્દી તરીકે લેવા માંડ્યા છે. એમાંય દીકરીઓને - બહેનોને રમતગમત ક્ષેત્રે આગળ વધતી જોવું ત્યારે વધારે આનંદ થાય.

હણમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત દ્વારા રમત ગમત ક્ષેત્રે આગળ  વધી રહેલી બહેનોના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મહેમાન તરીકે જવાનું થયું. ખેલદીલી પૂર્વક રમતી બહેનોના સન્માનથી ખેલાડી પોતે અને તેનો પરિવાર પણ રાજી થાય.

આવા સરસ ઉપક્રમ માટે એસોસિએશનનો આભાર માનવો ઘટે. મને પણ આ કાર્યક્રમનો હિસ્સો બનાવી તે માટે શૈલેષભાઈ થી લઈને તુષારભાઈ સૌ પત્રકાર મિત્રોનો આભાર...

#MittalPatel

Mittal Patel at an event organized by  
the Sports Journalist Association

Sports Journalist Association of Gujarat organized a program
to honor the players who have advanced in the field of sports



Mittal Patel handed award to one of the sports person


No comments:

Post a Comment