Thursday, March 13, 2025

Dahi ba gets ration kit with the help from VSSM's Mavjat Karyakram initiative...

Dahiba with her disabled son

"Ben, if you have time, let's go and meet our relative in Soni village."

After agreeing, we reached Soni in Diyodar. We entered the Dalit neighborhood of the village. The entire area was very clean. Seeing us, many people came out of their houses. We were heading towards one particular house. The porch of the house was covered with plastic tarpaulin. It gets very cold in Banaskantha, so this is a way to protect against the cold.

We entered the house. In the porch, there were two cots, one with an elderly woman sitting on it and the other with her son lying down, his head upside down, smiling softly.

Our worker, Naranbhai, said, "Dahiba is having trouble breathing. Her health is also not good. Her son is disabled. We provide them with rations, and the government gives her a widow pension of a thousand rupees, which helps the family."

Dahiba needs regular medication. A compassionate person from the village regularly brings her medicine for free. A well-wisher of VSSM, Ashwinbhai, on time, sends rations for Dahiba. When we have such compassionate people for the needy, our work becomes easier.

Dahiba spent her whole life doing agricultural labor, but now she can't work anymore. No one in the family is able to earn and provide for her. To ensure that she doesn't go hungry, we give her rations. Otherwise, it wouldn't be appropriate to say this, but we do this out of necessity.

Dear Ashwinbhai Chaudhary, who lives in Palanpur, has helped in providing rations for Dahiba. Ashwinbhai distributes rations to around 100 such relatives. We are grateful for sensitive individuals like him. From a very young age, he has been dedicated to the service of others.

Every month, we deliver rations to 600 destitute elderly people. If all of you could also participate in this work, we could reach many more underprivileged individuals.

We are grateful to God for making us instruments in such work..."

 "દીદી સમય છે તો આપણે સોની ગામમાં આવેલા આપણા માવતરને મળી લઈએ."

મે હા પાડીને અમે પહોંચ્યા દિયોદરના સોનીમાં. ગામના દલીત વાસમાં અમે પ્રવેશ્યા. આખો વાસ એકદમ ચોખ્ખો. અમને આવેલા જોઈને કેટલાય લોકો ઘરની બહાર આવ્યા. અમે એક ઘરની નજીક જઈ રહ્યા હતા. એ ઘરની ઓસરી પ્લાસ્ટિકની તારપોલીનથી કવર કરેલી. બનાસકાંઠામાં ટાઢ ખુબ પડે એટલે ક્યાંક ઠંડીથી બચવાનો આ જુગાડ.

અમે ઘરમાં પ્રવેશ્યા. ઓસરીમાં બે ખાટલા ઢાળેલા એકમાં એક બા બેઠેલા ને બીજામાં એમનો દીકરો ઊંધું માથું કરીને મંદ મંદ હસ્યા કરે. 

અમારા કાર્યકર નારણભાઈએ કહ્યું, "ડાહીબાને શ્વાસ ચડે. તબીયત પણ ઠીક નથી રહેતી. એમનો દીકરો દિવ્યાંગ. આપણે રાશન આપીએ અને સરકાર દ્વારા વિધવા પેન્શન ના હજાર રૃપિયા આવે એનાથી ઘર ચાલે."

બાને દવાઓની નિયમીત જરૃર પડે. તે ગામના સેવાભાવી વ્યક્તિ બાને નિયમીત વિનામુલ્યે દવા આપી જાય. VSSMના શુભેચ્છક સ્વજન એવા અશ્વિનભાઈ સમયસર અમારા વતી બાને રાશનની કીટ પહોંચાડે. દરિદ્રનારાયણ માટે અનુકંપા ધરાવનાર આવા વ્યક્તિઓ હોય તો અમારા કામો પણ સરળ થઈ જાય. 

બાએ આખી જીંદગી ખેતમજૂરી કરી. પણ હવે કામ નથી થતું. પરિવારમાં કમાઈને ખવડાવે એવું કોઈ નહીં. એમને ઓશિયાળી ન રહે માટે અમે રાશન આપીએ.. આમ તો અમે એવું કહેવું પણ ઉચીત નહીં. નિમિત્ત બનીએ એવું કહેવું યોગ્ય.

પ્રિય અશ્લિનભાઈ ચૌધરી પાલનપુરમાં રહે એમણે આ બાને રાશન આપવામાં મદદ કરે. અશ્વિનભાઈ 100 જેવા માવતરોને રાશન આપે. એમના જેવા સંવેદનશીલ વ્યક્તિના અમે આભારી છીએ. બહુ નાની ઉંમરથી એમણે સેવાના ક્ષેત્રમાં પગરણ માંડ્યા છે. 

600 નિરાધાર બા દાદાઓને અમે દર મહિને રાશન પહોંચાડીએ. તમે સૌ પણ આ કાર્યમાં સહભાગી બની શકો તો આવા અનેક તકવંચિતો સુધી આપણે પહોંચી શકીશું.. 

આવા કાર્યમાં નિમિત્ત બનાવનાર કુદરતના અમે આભારી...

Dahiba gets monthly ration kit 
with the help from VSSM





No comments:

Post a Comment