Wednesday, February 12, 2025

It was a joy to witness Padardi lake fill up to the brim...

Mittal Patel was honoured by the villagers of Padardi

 

Padardi is a delightful village...

It’s one of those villages you can never forget...

We dug the village's main lake about four years ago. The lake filled with rainwater, but the government also made permanent provisions to fill it with Narmada water.

As soon as you enter the village, you see the beautiful lake, which was dug and then filled with water, bringing immense joy to the entire village.

On the bank of the lake, the villagers together built the Jogani Mata temple. The inauguration ceremony of this temple was organized, and the villagers extended an invitation. The contribution of VSSM in making the village water-sufficient is significant—how can we forget that? The invitation was extended with great respect, and the program honored them as well.

Seeing the lake filled with water brought great joy. The villagers said, "Every year, the water level of the lake goes down. So, every year, about ten new borewells are made. The cost of making one borewell is 10 to 12 lakhs. In addition, every year, the columns in some borewells need to be replaced. But VSSM dug the lake and filled it with water, so in the last three years, we haven't had to make a single new borewell, nor have we needed to replace any columns. In this way, we have saved around 3 crores. Additionally, 75 to 80 horsepower motors were needed to operate the borewells. This increased the electricity bill. Now, water is being used in the fields with a Rajkotiyu machine or a 5-horsepower motor. The benefits in animal husbandry and farming are tremendous."

We received help from Star Chemicals - Mumbai, especially from the respected Shri Sanjaybhai Shah, for digging Padardi's lake. We are grateful to him. Every year, he actively supports water conservation efforts. We are also thankful to the government for appropriately utilizing water resources. Narmada has become a lifeline for millions of people and animals...

Our team in Banaskantha, led by Naranbhai and other dedicated workers, has also made this a success. It's an honor to be part of such dedicated efforts.

Wishing Padardi village continuous prosperity and happiness.

#vssm #mittalpatel #banaskantha #watermanagement #jalshaktiabhiyan #gujarat #ClimateAction

પાદરડી મજાનું ગામ.. 

આમ તો ગણ ન ભૂલે એવું ગામ..

અમે ગામનું મુખ્ય તળાવ ચારેક વર્ષ પહેલા ખોદ્યું. આ તળાવમાં ચોમાસાનું પાણી તો ભરાયું. પણ સરકારે એને નર્મદાના પાણીથી ભરવાની જોગવાઈ પણ કાયમી ધોરણે કરી આપી. 

ગામમાં પ્રવેશતા જ અવાવરુ અને ખાલીખમ નજર આવતું તળાવ સરસ ખોદાયું ને પછી પાણીથી ભરાયું એનાથી આખુ ગામ રાજી રાજી.

ગામમાં તળાવની પાળે જોગણીમાતાનું મંદિર ગ્રામજનોએ સાથે મળીને બાંધ્યું. આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્વ આયોજીત થયો ને એમાં ગ્રામજનોએ આમંત્રણ પાઠવ્યું. ગામને પાણીદાર કરવામાં VSSM નો ફાળો મહત્વનો એ ગણ કેવી રીતે ભૂલાય? એવું ગામ માને એટલે આમંત્રણ પણ ભાવથી આપ્યું ને કાર્યક્રમમાં સન્માન પણ કર્યું. 

પાણીથી ભરાયેલું તળાવ જોઈને હરખાઈ જવાયું. ગામલોકોએ કહ્યું, “દર વર્ષે પાણીના તળ ઊંડા જાય. એટલે દર વર્ષે ગામમાં લગભગ દસ બોર નવા બને. એક બોર બનાવવાનો ખર્ચ 10 થી 12 લાખ થાય. આ સિવાય દર વર્ષે કેટલાક બોરમાં કોલમ ઉતારવી પડે. પણ VSSM એ તળાવ ગાળ્યું ને પાણીથી એ ભરાયું. એટલે પાછલા ત્રણ વર્ષમાં એક પણ નવો બોર બનાવવો નથી પડ્યો. કોલમ પણ બોરમાં નાખવી નથી પડતી. એ રીતે ગણીએ તો લગભગ 3 કરોડથી વધારેની બચત તો સીધી થઈ. આ સિવાય 75 થી 80 હોર્સ પાવરની મોટર બોરવેલ ચલાવવા ચલાવવી પડે. એનાથી બીલ વધારે હવે. હવે રાજકોટીયુ મશીન અથવા 5 હોર્સ પાવરની મોટરથી ખેતરમાં પિયત થાય. પશુપાલન અને ખેતીમાં થયેલો ફાયદો તો નોખો”

પાદરડીનું તળાવ ખોદાવવા અમને સ્ટાર કેમીકલ્સ - મુંબઈ આદરણીય સંજયભાઈ શાહે મદદ કરી. એમના અમે આભારી છીએ. દર વર્ષે જળસંચયના કામોમાં એ સક્રિય સહયોગ કરે. મા રેવાનું પાણી યોગ્ય રીતે ઉપયોગમાં લાવવાનું કરનાર સરકારના આભારી છીએ. નર્મદા કરોડો લોકો, જીવો માટે જીવાદોરી સાબિત થઈ.. 

બનાસકાંઠાની અમારા કાર્યકરોની ટીમ નારણભાઈ અને અન્ય તમામ કાર્યોકરોની મહેનત પણ રંગ લાવી રહી છે.. આવા સંનિષ્ઠ કાર્યકરો સાથે હોવાનું ગૌરવ..

પાદરડી ગામ ખુબ સુખી થાય એવી શુભભાવના..

#vssm #mittalpatel #banaskantha #watermanagement #jalshaktiabhiyan #gujarat #ClimateAction





Mittal Patel discusses water management with villagers

VSSM coordinator Naranbhai Raval was also honoured
during inauguration of temple

Padardi lake was deepened with the help of VSSM

Padardi lake was filled with rainwater

Padardi lake was filled with rainwater




No comments:

Post a Comment