![]() |
Achchvadiya Tree Plantation site |
Trees resonate the beauty of earth. As we feel happy seeing our own children grow , Mother Earth also feels happy seeing the trees flourishing .
Being the cause of bringing a smile to someone’s face is, in my opinion, a very virtuous act. We are working to bring smiles to the faces of underprivileged families through various services. Similarly, we are working to make Mother Earth and other living beings happy by planting trees and working on water and environmental conservation.
In North Gujarat, water levels have reached a critical stage. Through water conservation efforts, we must work to make Mother Earth abundant with water, and for that, we should seek the mercy of the rain god by planting trees. Additionally, trees provide homes for many creatures. When they become homes for mute and speechless creatures, their lives are sustained, and all beings find happiness. This is also a blessing, and through their blessings, the welfare of the entire creation occurs.
This is why we believe in planting trees. We have planted 1.45 million trees in 240 village forests in North Gujarat, out of which more than 1.35 million are now flourishing.
In the uninhabited area of Banaskantha, we created Sanjiv Gramvan with the help of the village people and the esteemed Shri KrishnaKant Mehta and Smt. Indira Mehta. We are thankful to them. Today, more than 8,300 trees are flourishing in this village forest.
We request everyone to carry out such excellent work through village forests in your own villages to keep Mother Earth happy.
વૃક્ષ થકી જાણે ધરતીનું રૃપ દેખાય...
જેમ પોતાના સંતાનોની પ્રગતિ જોઈને આપણે રાજી થઈએ એમ, રૃપાળા વૃક્ષોને લહેરાતા જોઈને મા ધરા રાજી થાય.
કોઈના ચહેરા પર સ્મિત લાવવામાં નિમિત્ત બનવું મારા મતે ઘણું પુણ્યકાર્ય.
અમે તકવંચિત પરિવારોના ચહેરા પર સ્મિત લાવાવનું કાર્ય એમના માટે વિવિધ સેવાકાર્યો કરીને કરી રહ્યા છીએ.. મા ધરાની સાથે અન્ય જીવો પણ રાજી થાય એવું કાર્ય પાણી અને પર્યાવરણ- વૃક્ષ વાવી ઉછેરીને કરી રહ્યા છીએ.
ઉત્તર ગુજરાતમાં પાણીના તળ જોખમી સ્થિતિએ પહોંચ્યા છે. જળસંચયના કાર્યો થકી મા ધરાને પાણીદાર કરવા મથીએ અને એ માટે મેઘરાજાને મહેરબાન થવું ગમે એ માટે વૃક્ષો વાવી ઉછેરીએ. વળી વૃક્ષો અનેક જીવોનું ઘર. મૂંગા, અબોલ જીવોના ઘર બને તો એમનો જીવ પણ સાતા પામે ને સૌ સુખી થાયના એ પણ આશી બોલ અને એમના આશીર્વાદથી સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય..
બસ આ વાત અમે માનીએ એટલે વૃક્ષો વાવી ઉછેરીએ. અમે ઉત્તર ગુજરાતમાં 14.50 લાખ વૃક્ષો 240 ગ્રામવનમાં વાવ્યા. જેમાંથી 13.50 લાખથી વધારે આજે ઉછરી રહ્યા છે.
બનાસકાંઠાના અછવાડિયામાં સંજીવ ગ્રામવન અમે ગામલોકો અને આદરણીય ક્રિષ્ણકાંત મહેતા તેમજ ઈન્દિરા મહેતાની મદદથી બનાવ્યું. આપના અમે આભારી છીએ. આજે 8300 થી વધારે વૃક્ષો આ ગ્રામવનમાં લહેરાઈ રહ્યા છે. તમારા ગામમાં આવા ગ્રામવનો થકી મા ધરાને રાજી રાખવાનું ઉત્તમ કાર્ય કરવા સૌને વિનંતી..
#mittalpatel #vssm #ClimateCrisis #forest #india #banaskantha #Gujarat
![]() |
Achchvadiya Tree plantation site |
![]() |
Achchvadiya Tree plantation site |
![]() |
VSSM created Sanjiv Gramvan with the help of the villagers and our well-wisher Shri KrishnaKant Mehta and Smt. Indira Mehta |
No comments:
Post a Comment