Mittal Patel gives plot allotment documents to Bashirbhai Oad |
“It was nine o clock in the evening when my phone rang. I answered the call; it was 75-year-old Natukaka from Visnagar on the other side of the phone. “what is this you keep promising? I have been listening to you telling us that we will receive plots, but you cannot even move a mole. How will you get us the plots? Stop giving us false hope.”
“Kaka, what is the matter?”
“Why, what happened? Don’t you know I have spent my entire life wandering with my belongings? I had hoped to receive a plot, stay in a pucca house of my own, but you have done nothing to fulfil the hope.”
“Kaka, I can only put in the effort. Allotting plots is not in my power. It is the government’s job to give you a plot.”
“Rubbish…” and kaka continued to shower abuses!!!
When I spoke to Tohid about receiving the call, he immediately wanted to talk to Natukaka. I asked him not to. I can comprehend Natukaka’s frustration; he feels we can get the plot allotted to him and yet are doing nothing is also understandable.
Also, his desire to live in his own house before he bids goodbye to this life seems like a distant possibility. It is bound to make him frustrated and angry.
Natukaka must have met me many times after this episode, apologizing each time for his angry outpour. “It is your right to get angry, Kaka.” I would tell him each time.
VSSM’s Tohid appealed to the district collector’s office for allotting plots to Natukaka and other 121 families living in Mehsana’s Visnagar.
After years and years of efforts and interventions of a compassionate minister Shri Hrishikeshbhai Patel and the district administration, especially the collector, have resulted in the allotment of plots for these families. The families received documents to their plots in the presence of Minister Shri Hrishikeshbhai, Education Minister (state level) Shri Kirtisinhji Vaghela, Additional Collector and other leaders.
Once the plots are allotted, we begin filing applications for housing aid. The families will receive government aid of Rs. 1.20 lacs, an amount that is not enough to build a decent house under the current construction costs. Hence, VSSM will also mobilize funds to help these families build their homes and move into a settlement built with love.
VSSM’s Tohid has put in massive efforts to ensure these families receive plots. The Visnagar administration has also played a very proactive role in this effort, for which we will always be grateful.
એક દિવસ રાતના 9 વાગે મારા ફોનની ઘંટડી વાગી. મે ફોન ઉપાડ્યો ને સામે હતા વીસનગરના 75 વર્ષીય નટુકાકા. એમણે સીધું જ કહ્યું,
'આ તમે હું મોડ્યું હ્.. પલોટ મલશે મલશે એવું તમે ચાન્ના ક્યો હો.. પણ તમારાથી તો સેચ્યો પાપડેય ભંગાતો નહીં. પલોટ ચમના આલશો. ખોટી ખોટી આશાઓ વતાડવાનું બંધ કરો..'
'પણ કાકા થ્યું શું?'
'ચમ હું થ્યું.. તમન નઈ ખબર હુ થ્યું.. મારી આખી જીંદગી લબાચા લઈન રખડવામોં જઈ. મન હતું તમે પલોટ અલાવશો. મરતા પેલા એક વાર માર મારા પાક્કા ઘરમો રેવું'તું પણ તમે કોય ના કર્યું'
'પણ કાકા મારા હાથમાં પ્રયત્ન છે પ્લોટ આપવાનું કામ સરકારનું ને અમે પ્રયત્નો તો કરીએ છીએ..'
'એ બધી વાતો' એમ કહીને કાકા ઘણું અનાપ સનાપ બોલ્યા..
મે જ્યારે અમારા કાર્યકર તોહીદને આ વાત કરી તો એણે કહ્યું, હમણાં જ નટુકાકાને કહુ પણ મે ના પાડી.. એમનો ગુસ્સો વ્યાજબી એમને એમ છે કે આ બધુ તો આપણે કરી જ શકીએ છતાં કરતા નથી...
વળી એમને મરતા પહેલાં પોતાના ઘરમાં જવું છે ને એ આશા એમને દેખાતી નથી એટલે ગુસ્સો કરે..
ખેર એ પછી તો નટુકાકા અવાર નવાર મળ્યા ને દર વખતે બેન તમને અનાપ સનાપ બોલ્યો માફ કરો એમ કહે ને દર વખતે હું તમારો અધિકાર છે કાકા એમ કહુ..
નટુકાકા ને એમના જેવા મહેસાણાના વીસનગરમાં રહેતા 121 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે અમારા તોહીદે VSSM ના માધ્મથી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી.
ઘણા વર્ષોની મહેતન અને આદરણીય મંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલ તેમજ મહેસાણા વહીવટીતંત્ર ખાસ કરીને કલેક્ટર શ્રીની લાગણીના લીધે આ પરિવારોને વીસનગર ગ્રામ્યમાં પ્લોટ ફળવાયા. આ બધાને ઋષીકેશભાઈ તેમજ આદરણીય શ્રી કીર્તીસીંહજી વાઘેલા શિક્ષણમંત્રી (રાજ્યકક્ષા), તેમજ પ્રાંત કલેક્ટર શ્રીની હાજરીમાં પ્લોટની સનદો આપવામાં આવી.
સરકારની યોજના અંતર્ગત તેમના ઘર બાંધવા 1.20 લાખ મળશે પણ આટલી રકમથી ઘર ન બંધાય. આ માટે vssm પણ મદદ કરશે ને વ્યક્તિ પોતે પણ પોતાનાથી થાય તે રકમ ઉમેરશે. આમ સહિયારા પ્રયાસથી સરસ ઘર બંધાશે ને સૌ વગડાંમાંથી વહાલપની વસાહતમાં જશે..
આ પરિવારોને પ્લોટ ફળવાય તે માટે અમારા તોહીદની સતત દોડાદોડી.. સાથે વિસનગર વહીવટીતંત્રનો પણ સહયોગ આપના આ સહીયારા પ્રયાસ માટે આભારી છીએ..
#MittalPatel #vssm
Minister Shri Hrishikeshbhai Patel with the nomadic famiies |
The nomadic families received documents to their plots in the presence of minister, education minister, deputy collector and leadres |
Mittal Patel with the dignitaries |
Additional collector gives plot allotment documents to nomadic families |
Nomadic families greet Education Minister Shri Kirtisinhji Vaghela |
Mittal Patel with Minister Shri Hrishikeshbhai Patel and Additional Collector |
Nomadic families greets Minister Shri Hrishikeshbhai Patel |
Mittal Patel addresses nomads during plot allocation function |
VSSM coordinator Tohid sheikh greets the guest |
Education Minister Shri Kirtisinhji Vaghela gives plot allocation document to nomadic families |
Minister Shri Hrishikeshbhai Patel gives plot allocation document to nomadic families |
Nomadic families of Mehsana's Visnnagar recieved plot allocation documents |
Mittal Patel with the ministers,dignitaries and beneficiaries |
No comments:
Post a Comment