Thursday, June 23, 2022

We cannot afford to neglect our elders... So let's all turn Dahi Ma's wish into reality...

Mittal Patel meets Dahi Ma during her field visit

"Ben, next time you are in Harij,   I want you to meet a Ba whom we have been providing a ration kit every month." Mohanbhai had requested.

And that is what I did. We reached Vansa, walking through a paved lane. We arrived at a front yard gate and walked slightly uphill to find some people gathered around a house. The Ba whom we had to meet was seated on the floor dressed in an orange saree. The folks gathered around were Dahi Ma's maternal family. Vision-impaired Dahi Ma doesn't have a house, and she stays in a small makeshift place whose tinned roof leaks during monsoons. So it has been a challenged existence for Dahi Ma.

Dahi Ma's husband passed away long back, and her young son, too, had died three years ago. Hence, her family had come by to help her repair her shade by replacing the tinned roof with a cement roof rested on concrete rests. Dahi Ma's eyes had welled up when she remembered her son/ Although her family had been persuading her to come to stay with them, she to leave the soil her son had lived upon was not an option she wanted.

Sureshbhai had shared a word about destitute Dahi Ma to VSSM's Mohanbhai. Dahi Ma would beg for food, and Sureshbhai would provide in whichever way he could, but that was not enough. Since he knew about VSSM's Mavjat initiative, Sureshbhai requested to give a monthly ration kit to Dahi Ma. Eventually, we began sending a ration kit to Dahi Ma.

Dahi Ma manages to cook with the ration that reaches her; she no longer needs to beg for food.

"How are you Dahi Ma?" I inquired.

"It has been a great relief now that you have helped with the ration kit. I don't need to stretch my hand for food." Dahi Ma had said with tears rolling down her eyes. "The family will build a roof over my head, but it will not protect me from cold and rains." Dahi Ma wished for a small room to protect her from the elements.

As I bid her farewell,  I assured her of helping her build a tiny house. I had the strength to give her this assurance because of our donors' faith in us. It is challenging to spend the later years of life yearning for basic needs to be sufficed. Nevertheless, we will fulfil her need for a small house.

I request you to help us build a house for Dahi Ma; together, we will make one for her. You may send in your donations to 9099936013 or can also transfer the amount to our bank account. And if you need further assistance, please call 9099936013 between 10 and 6 PM.

We are a society that believes in the value of Vasudhaiv Kutumbkam; we cannot afford to neglect our elders. So let's all turn Dahi Ma's wish into reality. 

“બેન આપણે એક બાને રાશનની કીટ આપીએ છીએ. એમને તમે હારીજ આવો છો તો મળી લઈએ. તમે એમને ખાસ મળો એવો મારો આગ્રહ છે”

આમારા કાર્યકર મોહનભાઈએ આ કહ્યું ને અમે પહોંચ્યા વાંસા. પાક્કી સડકવાળી એક શેરીમાં ચાલતા ચાલતા એક વાડનું કડલું ખસેડી અમે ઢાળ ચડ્યા તો કેટલાક માણસો ત્યાં ઊભેલા. જે બાને મળવાનું હતું તે કેસરી સાડી પહેરીને ભોંય પર બેઠેલા. જે માણસો આવ્યા હતા તે આ ડાહીમાના પિયરીયા. ડાહી મા પાસે ઘર નહીં. એ ઢાળિયામાં રહે. પણ ઢાળિયાના પતરા કાણા. ચોમાસામાં એમાંથી પાણી પડે. એટલે એ ખૂબ હેરાન થાય. વળી ડાહીમાને આંખે દેખાતું નથી.

પિયરીયા કાંઈ સક્ષમ નથી પણ સીમેન્ટના પતરાંને થાંભલીઓ લઈને એ ઢાળિયું બનાવી આપવા આવેલા. 

ડાહીમાના પતિ વર્ષો પહેલાં ગુજરી ગયા. જુવાન દીકરો ત્રણેક વર્ષ પહેલાં ગુજરી ગયો. પણ એનો આઘાત ડાહીમાને ઘણો. એ દીકરાને યાદ કરી રડ્યા કરે.પિયરીયાએ પોતાના ત્યાં રહેવા આવવા કહ્યું પણ ડાહીમા કહે, જ્યાં મારો દીકરો મોટો થયો એ ભોમકા કેમ છોડાય?

એ નિરાધાર. 

ગામના સુરેશભાઈએ મોહનભાઈનો ડાહીમા સાથે પરિચય કરાવ્યો. તેઓ ગામમાંથી માંગીને ખાતા. સુરેશભાઈ પણ શક્ય મદદ કરે. પણ એનાથી ચાલે નહીં. અમે આવા નિરાધાર માવતરોને દર મહિને તેમને ચાલે એટલું રાશન આપીયે એવી સુરેશભાઈને ખબર ને એટલે એમણે ડાહીમાને રાશન આપવા વિનંતી કરી. ને અમે દર મહિને રાશન આપવાનું શરૃ કર્યું.

ડાહી મા એ રાશનથી રસોઈ કરી ખાય. આખો મહિનો રાશન ચાલી જાય છે એમને કોઈ પાસે માંગવા જવું નથી પડતું. ડાહી માને તમે કેમ છો એમ પુછ્યું તો એ રડી પડ્યા. ઓશિયાળી વેઠવાની તમે મદદ કરો તે હખ છે હવે એવું એમણે કહ્યું. એમની ઈચ્છા એક ઓરડી જેવું ઘર બને એવી. ઢાળિયું પિયરીયા બનાવી આપશે પણ એમાં ડાઢ ન રોકાય ને વરસાદની વાછઠ તો આવે..

હું એમને મળીને નીકળી ત્યારે કહેતી આવી કે અમે ઘર બાંધી આપવામાં મદદ કરીશું. મદદનો ભરોષો તમે સૌ અમને મદદ કરશોના આધારે આપ્યો... પણ આખુ જીવન આમ વલવલતું કાઢ્યું એમની ઈચ્છા ઘરની તો પુરી જ કરવી જ રહી. 

તમે પણ ડાહીમાનું ઘર બાંધી આપવા શક્ય મદદ કરજો.. સાથે મળીને એકમને ઘર બાંધી આપીશું. મદદની રકમ 9099936013 પર પેટીએમ કરી શકાય. અથવા નીચેના બેંક એકાઉન્ટમાં પણ ભરી શકાય. 

HDFC Bank

Name of the Bank : HDFC Bank Ltd.

Branch Name : Platinum Plaza – Ahmedabad

Account Name : Vicharta Samuday Samarthan Manch or VSSM

Account Number. : 59119099936011

RTGS/IFSC Code : HDFC0000783 

વાત કરવી હોય તો 9099936013 પર 10 થી 6માં સંપર્ક પણ કરી શકાય.

આપણે વસુદૈવ કુટુંબમાં માનવાવાળી પ્રજા આપણા હોતા આવા માવતરો નિરાધાર ન જ હોવા જોઈએ. ચાલો સાથે મળી એમને ઘર બાંધી આપીએ...

#MittalPatel #VSSM

Vision-impaired Dahi Ma doesn't have a house, and she
stays in a small makeshift place whose tinned
roof leaks during monsoons


Mittal Patel assured Dahi Ma of helping her build a tiny house

Dahi Ma's current living condition


No comments:

Post a Comment