Wednesday, June 22, 2022

VSSM's tree plantation programme is successful with remarkable contribution of the VrukshMitra...

Mittal Patel visits Surana Tree
Plantation Site

“Bahen, please plant trees in our village; not a single tree will die. We will raise them well. I take personal responsibility!”

Many promise like so while inviting us to their village for tree plantation. But planting a tree and raising one are two completely different responsibilities. We plant saplings that need to be nurtured and raised like a child. If one fails to care for the saplings, they die in infancy.

Many villages succeed in performing the responsibility they take, but there have been instances where our team struggled to raise the trees.

But when Rameshbhai Gadaliya from Surana village came up with the above request, we knew we had to affirm his request. VSSM holds a special place for  Rameshbhai because he belongs to a nomadic community. There was also a strong emphasis on community’s support and contribution to the plantation drive. In 2021 we took up planting 4000 trees at Surana’s crematorium and school premises.

The trees are cared for by Chandubhai and his wife; however, you will find Rameshbhai at the crematorium even during the night. The village Panchayat provides water to these trees, but that happens in night because, during the day, water needs to reach the households. Hence, Rameshbhai keeps a vigil and ensures each tree receives water. Maybe that is the reason these barely-year-old trees look like young adults.

Every year to encourage and applaud the tree caregivers, we give awards to the best vriksh mitr and vriksh samiti. This year the community approach has been so appreciable that we are looking at some stiff competition.

The insects, birds and animals have already made this woodland their home as we spot hare and mongoose loitering around.

“Come, come… these wild lands have been created for you only,” we can’t stop ourselves from sending this invite to these fellow earth dwellers.

Rashelbhai from Rosy Blue India Private Limited provided the financial support to help us create this woodland. And the village community whose efforts have been instrumental in raising these trees, cleaned and fenced the site while also bringing water to the plantation spot.

If each village decided to create such woodlands of 25 to 30 thousand trees, Banaskantha would not need water from Narmada. Instead, the trees will compel the rain gods to bless them yearly.

I hope everyone realises this and does the needful.

"એક વખત અમારા ગામમાં વૃક્ષો વાવી તો જુઓ બેન અમે એને સરસ ઉછેરીશું.. હું વ્યક્તિગત જવાબદારી લઉ. વાવેલામાંથી એકેય બળવા નહીં દઉં"આમ તો આવા વચન પોતાના ગામમાં વૃક્ષો વાવવાનું અમને આમંત્રણ આપે ત્યારે ગામલોકો આપે. પણ પછી પાલન કરવું ઘણું અઘરુ. અમે તો બાલતરુ વાવીએ.. જે નાના બાળક જેવા. માની જેમ એની કાળજી કરવી પડે. ન કરીએ તો એનું બાળમરણ થાય.ઘણા ગામો આમાં સો ટકા ખરા ઉતરે.. પણ કેટલાકમાં કડવા અનુભવો પણ થાય ને ગામને મુકીને અમારી ટીમે ત્યાં મથવું પડે એવો વારો આવે..

પણ મને ઉપરોક્ત વાત જેમણે કરી તે સુરાણાગામના રમેશભાઈ ગાડલિયા. વિચરતી જાતિના એટલે અમારા માટે જરા એમને વિશેષ મમત્વ. વળી ગામ પણ સહકાર આપશે એવું એમણે ભારપૂર્વક કહ્યું ને અમે સુરાણાના સ્મશાન અને નિશાળમાં મળીને  4000 થી વધુ વૃક્ષો ઓગષ્ટ 2021માં વાવ્યા. 

વૃક્ષમિત્ર તરીકે ચંદુ ને એની ઘરવાળી કામ કરે. એ બેઉની મહેનત તો ખરી પણ રમેશભાઈ તો રાતનાય સ્મશાનમાં મળે. પંચાયત આ વૃક્ષોને પાણી આપે. પણ દિવસ દરમ્યાન ગામમાં પાણી આપવું પડે. સ્મશાનના આ વૃક્ષો માટે રાતના પાણી વાળવાનું રમેશભાઈ કરાવે ને પોતે રાતના સ્મશાનમાં હાજર રહે ને બધા વૃક્ષોને પાણી મળી રહે તેની ખાત્રી કરે. 

કદાચ એટલે જ હજુ એક વર્ષના આ વૃક્ષો થયા નથી છતાં એનો ઉછેર તરુણ જેવો થયો છે. 

અમે દર વર્ષે શ્રેષ્ઠ વૃક્ષો ઉછેરના અમારા વૃક્ષોમિત્રો અને વૃક્ષમંડળીઓને એવોર્ડ આપીએ.. આ વખતે અમારી સ્પર્ધા જબરી થવાની.. કોને એવોર્ડ આપવાને કોને નહીં એ મુશ્કેલીવાળુ છે. 

સુરાણામાં ઊભા થયેલા આ જંગલમાં કેટલાય જીવોએ પોતાનું ઘર ઊભુ કરી દીધું છે. કેટલા બધા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા છે. સસલા, નોળિયા વગેરે જેવા જીવો પણ આ જંગલમાં આવી ગયા છે.. આવો બાપ આવો તમારા માટે જ આ જંગલો ઊભા કર્યા છે એવું એમને જોઈને હરખાતા બોલાઈ જાય..

રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. કંપની - રશેલભાઈએ અમને આ જંગલ ઊભુ કરવા આર્થિક સહયોગ કર્યો. જ્યારે ગામનો સહયોગ તો હોય જ એના વગર આવડુ મોટુ જંગલ ઊભુ કરવું મુશ્કેલ. સફાઈ, તારની વાડ, અને્ પાણીની વ્યવસ્થા એમણે કરી આપેલી.

વૃક્ષ ઉછેર અભીયાનમાં તમે પણ આર્થિક મદદ કરી શકો.. 9099936013 પર તમારુ અનુદાન પેટીએમ કરી શકાય.

અમારા કાર્યકર નારણભાઈ, મહેશભાઈ, ઈશ્વર અને હરેશભાઈની ભૂમિકા પણ આમાં મોટી... એ સતત દેખભાળ કરે આ વૃક્ષોની..

બસ દરેક ગામ પોતાના ગામમાં પચીસ - ત્રીસ હજારથી વધુ વૃક્ષોના આવા જંગલો ઊભા કરે તો બનાસકાંઠાને નર્મદાના પાણીની જરૃર નહીં પડે.. વરસાદ જ પોતાની મેળે આવવા મજબૂર થઈ જશે...બસ સૌ જાગે એમ ઈચ્છીએ...

#MittalPatel #vssm

Mittal Patel with the Vriksh Mitr
Rameshbhai Gadaliya

Surana Tree Plantation Site

Surana Tree Plantation Site

Surana Tree Plantation Site

Mittal Patel visits Surana Tree
Plantation Site

Surana Tree Plantation Site

Surana Tree Plantation site





No comments:

Post a Comment