Sunday, October 17, 2021

VSSM provides monthly ration kits as well as medical assistance (whenever needed) to 190 destitute elderly.

VSSM's team member gives ration kit to elders

Destitution…. is a very harsh term both,  to listen or to endure.

I often question, how come we have so many destitute when as a society we talk about “the world is one family”? Well, that is a point to be pondered upon…

VSSM provides monthly ration kits as well as medical assistance (whenever needed)  to 190 destitute elderly. Just like you have sponsor parents we play the role of sponsor children.  Between the 1st to 5th of every month, these elders eagerly await the arrival of their ration kits. VSSM’s team members ensure that the ration kits reach the elders they have judiciously identified from nook and corner across Gujarat.

In fact, the numbers of these elders are continuously rising, but the generosity of our well-wishing donors assures that help reaches to those who need it the most.

This month, The Lions Club of Shahibaug provided ration was provided to 100 elderly through respected Shri Rashmikantbhai Shah.

40 elders receive monthly ration kits from doctors at Ashakta Ashram.

Respected Balwantbhai Metliya, Jayantbhai Shah from Dallas (whom I call Uncle), Estate of Shri Bomi SorabjiBulsara, Bhavnaben Mehta from Ahmedabad, Madhuben Gala from Giant Group of Central Mumbai, HarshabenSangoi, Shri Prasan Toliya all contribute towards the ration kits as well as other smaller or greater needs of these elders. This also includes support for medical emergencies or complete the last rites and rituals.

Also, we have donors who have adopted elders for life. I am not mentioning them all here, but we are grateful for Rs. 1200 (for each sponsored elder)  that reaches our bank account every month. Whenever I meet the elders, I talk about you and your compassion, share your names and tell them that this son or daughter have sent you the ration to which the elders shower blessings on you saying, “May God shower them with abundance!”

I pray to Almighty to give you all the strength and will to continue doing your good Karma.

If any of you reading this story  wish to adopt an elder do get in touch with Nitinbhai on 9099936013 or Dimpleben on 9099936019

Or Paytm on 90999-36013

Sharing images of elders who receive the ration kits, I am aware it may seem inappropriate to share images of the destitute,  but we also wish for a society that extends support to bring a smile to the faces of these human beings.

નિરાધાર આ શબ્દ જ કેવો વેધક..

ક્યારેક થાય આપણે વસુદૈવ કુટુંબકમઃમાં માનીએ, એની ખુબ વાતો કરીએ તો પછી આ માવતરો નિરાધાર કેવી રીતે?

ખેર આ મુદ્દો ચર્ચાનો...

અમે 190 કરતા વધુ માવતરોને દર મહિને રાશન આપવાનું તો ક્યારેક બિમાર પડે કે અન્ય કોઈ પણ જરૃરિયાત હોય તો મદદ કરવાનું કરીએ..

મૂળ પાલક માતા પિતા સાંભળ્યું હતું અમે પાલક સંતાનો બનવાનું કર્યું..

કાગડોળે 1 થી 5 તારીખની આ માવતરો રાહ જુએ.. આ સમય દરમ્યાન અમારી ટીમ ગુજરાતના ખૂણે ખૂણેથી શોધેલા આ માવતરોને રાશન પહોંચાડે. 

જો કે માવતરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.. પણ સમાજમાં બેઠેલા શ્રેષ્ઠીઓ મદદ પણ કરી રહ્યા છે ને આ કાર્ય થઈ રહ્યું છે...

આ  મહિને 100 માવતરોને રાશન આપવાનું લાયન કલ્બ ઓફ શાહીબાગ થકી આદરણીય શ્રી રશ્મીકાંતભાઈ શાહે કર્યું. આ સિવાય 40 માવતરોને અશક્તા આશ્રમ ડાકોર થકી નિયમીત રાશન મળે. આદરણીય બળવંતભાઈ મેતલિયા, ડગલાસથી જયંતભાઈ અમીન જેમને હું અંકલ કહુ , એસ્ટેટ ઓફ શ્રી બોમી સોરાબજી બુલસારા, અમદાવાદથી ભાવનાબહેન મહેતા, જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ થકી મધુબહેન ગાલા - હર્ષાબહેન સંગોઈ, શ્રી પ્રસન તોલીયા એ સતત સહયોગ રાશન ને રાશન સિવાયની આ માવતરોની નાની મોટી જરૃરિયાતો માટે મદદ કરે. આ મદદમાં આ દુનિયામાંથી દૈહીક રીતે વિદાય લેવાની વેળા વખતે જોઈતો સામાન ને જીવવા માટે જરૃરિ હોસ્પીટલના ખર્ચા પણ ખરા...

આ સિવાય ઘણા પ્રિયજનો જેમણે વ્યક્તિ માવતરોને તેઓ જીવે ત્યાં સુધી  સાચવવાની જવાબદારી સ્વીકારી છે. આ બધાના નામો લખવાનું નથી કરી રહી પણ તમે સૌ પ્રિયજન છો અને તમે સૌ દર મહિને ભૂલ્યા વગર માવતરોને રાશન આપવા 1200 રૃપિયા અમારા ખાતામાં મોકલી આપો છો એનો રાજીપો વ્યક્ત કરુ છુ.

આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા અને આ માવતરોને મળુ ત્યારે આપના નામ સાથે એમને કહુ કે આ રાશન તમારા પાલક આ દીકરા કે દીકરીએ મોકલ્યું છે ત્યારે માવતર ઢગલો આશિર્વાદ આપના પ્રત્યે વરસાવે છે.. ને એ કહે છે, ભગવાન એમને ખુબ આપે... 

આપ સૌ પ્રિયજનોનું આ દુનિયામાંથી ઉપર જઈએ એ વેળાનું બેંક બેલેન્સ એકદમ મજબૂત બને તેવી પ્રાર્થના...

આવા માવતરોને તમે પણ દત્તક લઈ શકો એ માટે નિતીનભાઈ 9099936013-અથવા ડિમ્પલબેન 9099936019 પર સંપર્ક કરી શકાય.

90999-36013 પર પેટીએમ પણ કરી શકાય.

જેમને રાશન આપીએ તેવા માવતરોમાંથી કેટલાકની તસવીરો... જાણું છું આવી તસવીર મુકવી યોગ્ય નથી પણ સમાજ મદદ કરે છે તે કેહવું પણ જરૃરી...

#MittalPatel #vssm



VSSM's team member gives ration kit to elders

VSSM's team member gives ration kit to elders

VSSM's team member gives ration kit to elders

VSSM's team member gives ration kit to elders



No comments:

Post a Comment