Monday, December 14, 2020

The community participation helped us take the tree plantation drive forward...

Mittal Patel with Shefuddinbhai and others at 
Shiya tree plantation site

The community participation helped us take the tree plantation drive forward Kankrej’s Shiyagaum where we planted 2000 trees in and around the cemetery. Participatory tree plantation program requires commitment from the community to identify a spot, make water arrangements, protection fence while VSSM clears the space, brings the saplings and pays monthly remuneration to Vriksh Mitra/tree caretaker.

The community of Shiyagaum is very proactive and volunteered to take up the responsibility. The very active Abbasbhai, Shefuddinbhai and other youth managed to raise 1982 trees in 4 months, with just 18 trees dying.

They also spent around Rs. 1 lakh to house the Vriksh Mitra near the site. One look around the area the trees have been planted one gets a sense that they are well maintained and looked after.

“Plant trees to bring rains…” a slogan we have heard growing up needs to come to life in Banaskantha, a region that remains rain starved. In 2019 we initiated tree plantation drive in villages of Banaskantha, with plantation happening at 22 sites.

Along with the Vriksh Mitra,  VSSM team members also work round the clock to ensure the saplings take roots, they don’t get infected with pests, provide manure, maintain a tree count, rebuke the vriksh mitra where required. The VSSM team members Naranbhai, Ishwarbhai, Bhagwanbhai are on a constant move.

During the monsoon of 2021, we plan to plant 1 lakh trees in rural Banaskantha,  provided the village communities are prepared to their bit and share the responsibility.

Trees are our lifeline, they take care of us, they make earth look beautiful. Hope people sign up for this task of making our rath look beautiful.

In the picture – Shefuddinbhai taking us around the site!!

કાંકરેજનું શિયાગામ..

ગામના કબ્રસ્તાનમાં અમે 2000 વૃક્ષો ગામના સહયોગથી વાવ્યા. આમ તો વૃક્ષો વાવવા માટે અમારી કેટલીક શરતો જેમાંની મુખ્યત્વે વૃક્ષો ઉછેરવા જગ્યા, એની ફરતે કાંટાળી વાડ અને પાણીની વ્યવસ્થા ગામલોકોએ કરી આપવાની. 

અમારા ભાગે વૃક્ષો લાવવાનું, જગ્યાની સફાઈ ને વૃક્ષોનું જતન કરનાર વૃક્ષોની મા કે મિત્રને માસીક સેવક સહાય આપવાનું.શિયાના જાગૃત બિરાદરોએ આ જવાબદારી સ્વીકારી એટલે જ અમે ત્યાં વૃક્ષો વાવ્યા. 

અમને સતત ચિંતા આ વૃક્ષોના ઉછેરની હોય. પણ વૃક્ષમિત્ર અબ્બાસભાઈ બહુ સક્રિય ને એમને સહયોગ શેફુદ્દીનભાઈ અને અન્ય સ્વજનોનો એટલે ચાર મહિનામાં ફક્ત 18 વૃક્ષ બળ્યા બાકી 1982 હયાત. 

વૃક્ષમિત્ર વૃક્ષારોપણ કરેલી જગ્યા પર રહી શકે તે માટે એકાદ લાખના ખર્ચે નાનકડુ ઘર પણ કબ્રસ્તાનમાં જ બનાવી દેવામાં આવ્યું. વૃક્ષારોપણ કરેલી જગ્યા જોઈને સરસ માવજત કરી છે એવું આપોઆપ બોલાઈ જાય. 

બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ ઓછુ.. નિશાળમાં ખુબ ભણ્યા, વૃક્ષ વાવો વરસાદ લાવો. આ વાક્ય અમલી બનાવવાનું અમે 2019થી શરૃ કર્યું ને શિયા જેવા અન્ય ગામોમાં મળીને કુલ 22 સાઈટ પર વૃક્ષારોપણ કર્યું. 

વૃક્ષમિત્રની સાથે સાથે અમારા કાર્યકરો નારણભાઈ, ઈશ્વરભાઈ, ભગવાનભાઈની પણ સખત મહેનત. 

દર મહિને ઝાડની ગણતરી, વૃક્ષમિત્રની મહેનત નબળી દેખાય ત્યાં ટકોર, ઝાડને રોગ લાગુ ન પડે તે માટે જરૃરી દવા, ખાતર.. કાંઈ કેટલુંયે ધ્યાન રાખવા એ સતત ફરતાં રહે...

2021 ના ચોમાસે 1 લાખ ઝાડ વાવવાનું આયોજન છે.. ગ્રામજનો જાગે ને ભાગીદારી સાથે આ કાર્ય કરવા તૈયાર થાય ત્યાં આ કરવું છે... 

ઝાડ એ આપણી ધરતી માનો શણગાર છે. દરેક ગામ ધરતીમાના શણગાર માટે સજ્જ થાય એવી આશા...

ફોટોમાં શેફુદ્દીનભાઈ લખ્યા પ્રમાણેની વૃક્ષારોપણની સાઈટ બતાવતા...

#MittalPatel #vssm #tree #greenvillage

#TreePlantation #green #greencover

#GreenGujarat #save #saveearth

#donate #villagelife #mission

#missionmilliontree



Shiya Tree Plantation Site

Mittal Patel visits Shiya Tree Plantation site

The active members managed to raise 1982 trees in 4 months


No comments:

Post a Comment