We had met Mehul Oad when he was severely ill. His father Pareshbhai Oad had come to our office with a picture of Mehul, for once we thought will he survive?
It was Pareshbhai’s faith and the generous support and prayers from VSSM’s well-wishing donors that pulled Mehul back from the claws of death, the donations amounted to Rs. 5.50 lacs.
Mehul is a truck driver, whenever he would drop by at the office to meet us along with his wife and daughter I would suggest him to quit truck driving and take up a less demanding job instead. I had also offered financial support if needed. Mehul had agreed to the idea.
“I wish to buy a car to rent it as a taxi. Need some support to make the down payment, rest I will pay the loan instalments. I wish to be self-employed, this way I will stress less and my health also will be taken care of,” Mehul had called to share his plans after recuperating well from his long battle to survive.
I was glad to see Mehul beginning to dream again. Pareshbhai had spent all his savings on Mehul’s treatment hence, he did not have money to support Mehul’s dreams.
Mehulbhai Oad with his wife |
VSSM provided him with an interest-free loan of Rs. 70,000. The remaining amount was taken as a loan from a bank. The money loaned from VSSM was paid off within a year while the bank loan is still on. Mehul’s life is back on track, he had recovered well. The family was relieved to have put the traumatic past behind.
But life had to throw some googlies. Mehul met with a major accident when the car he was driving hit a blue-bull and tumbled. By God’s grace, he escaped while his motor car suffered substantial damage. For someone who had just managed to get his life back on track, this came as a huge financial blow. Car insurance could not cover all the expenses.
Mehul is like family to VSSM, so he decided to share about his accident and the unforeseen expenses. “I do not like asking for such help, but I need your support to get my car repaired,” he shared. The ongoing loan did not leave enough to permit any savings, and now this!! The amount he needed wasn’t huge, we agreed to give him another loan. And just the mention of it brought a big smile on his face.
As I always say, things are destined, we just need to play our role when called. And we shall forever remain grateful to the doctors and medical workers who saved Mehul, our well-wishing donors who generously supported his treatment. Also, all who provide support to our Swavlamban initiative that helps individuals like Mehul to re-invent their livelihoods.
Mehulbhai Oad |
Mehul now doesn’t feel defeated or get tired, he no longer blames almighty for his fate. “I need to perform my Karma, I shall do it well,” he says.
Mehul will inspire many of us who throw complaints at drop of a hat… and that is the reason I shared Mehul to you once again.
મેહુલ.. પ્રેરણાદાયી વ્યક્તિત્વ..
ફેસબુક પરના જુના મિત્રોને મેહુલનો પરિચય છે જ...
કેવો ભયંકર બિમાર.. એના પિતા પરેશભાઈ ઓડ જ્યારે અમારા ત્યાં આવ્યાને મેહુલનો ફોટો બતાવ્યો ત્યારે એક વખત માટે તો આ બચશે કે કેમ એવું થઈ ગયેલું..પણ પિતાની શ્રદ્ધા સાથે ફેસબુકના મિત્રોએ મળીને લગભગ સાડા પાંચ લાખની મદદ એની સારવાર માટે કરી સાથે બધાની દુવા કામ લાગીને મેહુલ સાજો નરવો થઈ ગયો.
ટ્રક ચલાવવાનું કામ કરતો મેહુલ એની પત્ની ને એની નાનકડી દીકરી સાથે જ્યારે મળવા આવ્યો ત્યારે હવે કાંઈ શાંતીવાળો વ્યવસાય કરજે ને એ માટે કાંઈ મદદની જરૃર હોય તો કહેજેનું અમે કહેલું. એણે હા પાડી..
થોડા મહિનાના આરામ પછી એણે,
'ટેક્ષી તરીકે ચલાવી શકાય તેવી ગાડી ખરીદવી છે. ડાઉનપેમેન્ટ ભરવા તમે થોડી મદદ કરો બાકીની લોન કરુ. પોતાની રીતે વ્યવસાય કરુ તો મને બહુ હળબળાટી ન થાય અને મારી તબીયત પણ સચવાય'
એક વખતે જીંદગીથી હારી ગયેલો મેહુલ સમણાં જોતો થયો હતો..
મેહુલના પિતા પરેશભાઈ મેહુલની સારવારમાં જ આર્થિક રીતે ઘસાઈ ગયેલા એટલે એવી કોઈ મૂડી એમની પાસે નહોતી. VSSMએ સીત્તેર હજારની લોન આપી. બાકીની લોન એણે બેંકમાંથી લીધી. અમે આપેલી લોનના હપ્તા તો એણે વરસમાં જ ભરી દીધા. બાકી બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ભરાયે જતા હતા. જિંદગી હવે પાટે ચડી ગઈ હતી. તબીયત પણ સારી હતી.. પરિવારને પણ માથેથી મોટી ઘાત ટળ્યાનો હાશકારો હતો..
ત્યાં અચનાક મહેુલની ગાડીને અકસ્માત થયો. રોડ વચ્ચે નીલગાય આવીને ગાડી પલટી ગઈ. એ બચી ગયો.. પણ ગાડીને ઘણું નુકશાન થયું. આર્થિક રીતે એ માંડ માંડ પાટે ચડ્યો હતો ત્યાં પાછો ખર્ચો. ગાડીને વિમો હતો પણ બધો ખર્ચો મળે એમ નહોતું. મેહુલ પરિવાર ભાવનાથી અમારી સાથે સંકળાઈ ગયો છે. એણે મુશ્કેલીની વાત કરી. મદદ માંગવી ગમતી નથી પણ હજુ મને ટેકાની જરૃર છે એવું એણે કહ્યું...બચતની શરૃઆત બેંકની લોન પતે પછી કરવાની હતી ત્યાં આ બધી જફા..આ વખતે એને બહુ મોટી રકમની જરૃર નહોતી. અમે નાનકડી લોન ફરી આપવાનું કહ્યું.. ને મેહુલના મોંઢે ચમક આવી...
હું હંમેશાં કહુ છુ..આપણે તો નિમિત્ત માત્ર બાકી બધુ તો ગોઠવાયેલું જ હોય છે.. સમય આવે એ નિયત કરેલું કરવાનું બસ..
બાકી મેહલુને જીવનદાન આપનાર ડોક્ટરથી લઈને એને સારવારમાં મદદ કરનાર સૌનો આભાર સાથે સાથે મેહુલને આર્થિક રીતે ફેર બેઠો કરવામાં મદદ કરનારનો પણ આભાર..
મેહુલની વાત લખવા પાછળનો આશય. તે હવે હારતો નથી થાકતો નથી ના કુદરતને દોષ દે છે.. મારા ભાગે કર્મ કરવાનું છે ને એ હુ બરાબર કરીશ.. એવું એ કહે છે.. નાની નાની વાતોમાં થાકનાર માટે મેહુલ પ્રેરણા આપનારો છે...
બાકી લખ્યું એ બધુયે ફોટોમાં..
#MittalPatel #vssm #DREAM
#nomadicfamilies #life
#DREAM #medical #newlife
No comments:
Post a Comment