Mittal Patel visits Makhanu Tree Plantation site |
With an extremely progressive Sarpanch Bhanabhai at its realm, the village is in good hands.
The trees planted near its crematorium have gained roots, almost 1200 of them. Narsinhbhai, the Vriksh Mitr has nurtured them well.
The care and protection the trees received prompted us to request Bhanabhai for another spot to carry out some more plantation, which he did with the support and approval from the village. 3000 trees were planted at the new spot and 2918 have taken roots. The villagers contributed towards site cleaning, fencing and watering of the plants.
Not all villages are so supportive. Of course, if they would be doing it on their own, we would not be required. I firmly believe that if each household makes an annual contribution of Rs. 500 to 1000 for the development of their village, no government support to aid lake deepening or tree plantation would be required.
The community at Makhnu has proved this belief to be true. It was their support that has bloomed in form of the trees. Our responsibility is to provide trees, organic pesticides and manure if required, monthly remuneration of the Vriksh Mitr. The Vashi Foundation has supported us towards the mentioned expenses. Gratitude to Makhanu community and Vashi Foundation for their proactiveness that has resulted into such wonderful work.
We hope Makhanu community will also help identify plantation spots for 2021 where we can plant 5000 trees.
Yes it was the Sarpanch and zealous villagers who made this all possible but the support Darghabhai and Ashokbhai have been to the Sarpanch has helped him accomplish this plantation drive.
We were at Makhanu to monitor the plantation efforts. Darghabhai fed us with lot of love. Our team members Naranbhai and Ishwarbhai have been the force behind these efforts. They identified the villages well.
The benefits of trees need to understood not just studied in the school. It is time village heads wake-up to the need of planting trees. And wake-up soon.
બનાસકાંઠાનું મખાણુ..
મને ગમતુ ગામ..સરપંચ ભાણાભાઈની ગામના વિકાસ માટેની લાગણી જબરી...
2019માં ગામની સ્મશાનભૂમીમાં વાવેલા વૃક્ષોમાંથી 1200 જેટલા સરસ થઈ ગયા છે. વૃક્ષમિત્ર નરસીંહભાઈએ વૃક્ષોને સરસ સાચવ્યા.ગામની વૃક્ષો માટેની મમતા જોઈને અમે ભાણાભાઈને બીજી એક જગ્યા પસંદ કરી આપવા કહ્યું. ને ગામની સહમતી અને મદદથી એમણે સરસ જગ્યા શોધી આપી. જ્યાં 3000 વૃક્ષો અમે વાવ્યા. જેમાંથી 2918 ઉછરી રહ્યા છે.આ જગ્યાની સફાઈ, જગ્યા ફરતે કરવાની વાડ, પાણીની વ્યવસ્થા આ બધા માટે ગામના સૌએ માતબર ફાળો કર્યો.
દરેક ગામ આવું નથી કરતું. જો કરત તો અમારા જેવાની જરૃર જ ન પડત. 500 કે 1000 રૃપિયા વાર્ષિક ગામના વિકાસ માટે ઘર દીઠ કાઢવામાં આવે તો પણ ગામના તળાવ ખોદવા કે વૃક્ષો વાવવા સરકાર કે કોઈની ખરેખર જરૃર ન પડે.. આ મારુ દૃઢ પણે માનવું છું...
ખેર મખાણુના નાગરિકોએ સહભાગીતાથી આ કરી બતાવ્યું એટલે ત્યાં આટલા સરસ વૃક્ષો વાવી શકાયા. અમારી જવાબદારી વૃક્ષોની ખરીદીની તેમજ વૃક્ષોની માવજત માટે રાખેલા વૃક્ષમિત્રને માસીક મહેનતાણુ આપવાની તેમજ જરૃર પડે ઝાડ માટે ખાતર, દવા લાવી આપવાની.
આ માટે અમને મદદ કરી વાશી ફાઉન્ડેશને.. ગામ અને વાશી ફાઉન્ડેશનના અમે આભારી છીએ..
આપ બેઉંની સક્રિયતાથી આ કાર્ય થઈ શક્યું.
અમને આશા છે, મખાણુ વાસીઓ જુન 2021 માટે પણ પોતાના ગામની એક બીજી જગ્યા શોધી આપશે જ્યાં 5000 ઝાડ વાવી શકાય.. આમ તો આ કાર્યમાં ઉત્સાહી સરપંચ સાથે ગામના સૌ જોડાયા પણ ગામના દરઘાભાઈ અને અશોકભાઈ સરપંચ સાથે ખડે પગે રહ્યા એટલે આ કાર્ય થઈ શક્યું.
મખાણું વૃક્ષારોપણ સાઈટ જોવા જવાનું થયું એ વેળા દરઘાભાઈએ તો બહુ પ્રેમથી અમને સૌને જમાડ્યા પણ ખરા..
અમારા કાર્યકર નારણભાઈ, ઈશ્વરભાઈની મહેનત પણ જબરી. ગામને શોધવા એમને આ કાર્યો માટે તૈયાર કરવાનું એમણે સરસ કર્યું..
વૃક્ષના ફાયદા લખવાના નહોય આપણે સૌ એના ફાયદા જાણીએ જ છીએ...બસ વખત થઈ ગયો છે દરેક ગામે જાગવાનો... અને એ ઝટ જાગે એમ ઈચ્છીએ...
#MittalPatel #vssm #tree
#TreePlantation #greenery
#GreenGujarat #saveearth
#saveenvironment
Makahnu tree plantation site |
Mittal Patel visits Makhanu tree plantation site to monitor the plantation efforts |
Darghabhai fed Mittal Patel and other team members with lot of love |
No comments:
Post a Comment