Thursday, September 03, 2020

As we observe De-Notified Day today, hoping the nomadic and de-notified tribes gain freedom in the real sense!!...

Many of you will be surprised to learn that there were numerous communities of our country which did not gain independence on 15th August 1947. The British Raj had listed some tribes of India as ‘notified tribes’ ads they deemed their occupations as  criminal/unlawful. Once the tribe became ‘notified’ they were required to compulsorily notify themselves before the local magistrate or police.  Even the children born in these tribes were deemed born criminals. A person can be termed criminal in life only if he/she takes up unlawful activities but to term someone criminal just because they were born into a particular community is a highly offending act.

The ’notified tribes’ did not even have the empathy of civil society who did not comprehend the need to dispute this law. The communities remained ‘notified’ until 31st August 1952 when the then Prime Minister Pandit Jawaharlal Nehru ‘de-notified’ these so-called criminal communities!!

 The fences around their settlements were removed, they were freed from the mandatory rule of marking their presence daily at police-station hence, the de-notified communities of our country celebrate their independence day on 31st August.

 Sadly, the communities in spite of being freed from all the ‘notified’ remained excluded from the development story of India as measures for their rehabilitation were never formed or launched by any of the governments. Even today,  these communities struggle to achieve even their basic needs.

 The de-notified tribes have united to draw attention towards their plights, thankfully their voice has reached the administrators and those in power. We wish them the best on the occasion of their freedom from one of the most crippling laws to their progress. May they achieve freedom from hunger, poverty and marginalisation too.

 The image is from the congregation of nomadic and de-notified tribes we had organised in 2006.

આજે વિમુક્તી દિનની સૌને શુભેચ્છા..

અને ખરા અર્થમાં વિચરતા વિમુક્ત સમુદાયોને આઝાદી મળે તેવી અભ્યર્થના...

તમને જાણીને નવાઈ લાગશે કે આપણ દેશમાં એવા કેટલાક સમુદાયો છે કે જેઓ 15 ઓગષ્ટ 1947ના રોજ આઝાદ નહોતા થયા..અંગ્રેજો દેશમાં આવ્યા ને એમણે આખા દેશમાં 200 જાતિઓને ક્રિમીનલ ટ્રાઈબ્લ એકટ - 1871 હેઠળ વાડા (સેટલમેન્મેન્ટ)માં પૂરી, સવાર સાંજ પોલીસ સ્ટેશનમાં કે પોલીસ પટેલ પાસે તેમની હાજરી ફરજિયાત કરી.

તે ત્યાં સુધી કે આ સમુદાયમાં જન્મનાર નાના બાળકને પણ જન્મજાત ગુનેગાર માની લેવામાં આવતું. કોઈ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે પણ એ વ્યક્તિ જે જાતિમાં જન્મયો હોય તે જાતિને જ ગુનેગાર માનવી તે જરાય યોગ્ય નહોતું.

સમાજમાંથી આ સમુદાય પ્રત્યે અનુકંપા દાખવી કોઈએ આ કાળા કાયદાનો વિરોધ નોંધાવાનું પણ ન કર્યું..

આ સ્થિતિ છેક 1952 સુધી રહી. 1952ની 31 ઓગષ્ટના રોજ તે વખતના વડાપ્રધાન શ્રી પંડિત જવાહારલાલ નહેરુએ નોટીફાઈટ - ગુન્હાહીત ગણવામાં આવેલા સમુદાયોને ડી નોડીફાઈડ કર્યા. એટલે કે વિમુક્ત કર્યા.

તેમના વસવાટની ફરતે કરવામાં આવેલી વાડ કાઢી નાખવામાં આવી, તેમને હાજરી ભરાવવામાંથી મુક્તિ આપવામાં આવી. એટલે આપણા દેશમાં રહેતા વિમુક્ત સમુદાયો તેમનો આઝાદીનો દિવસ 31 ઓગષ્ટના રોજ ઊજવે છે. 15 ઓગષ્ટે દેશ આઝાદ થયો પણ આ સમુદાયને ખરી આઝાદી 31 ઓગષ્ટે મળી.

જો કે 31 ઓગષ્ટના રોજ આઝાદ થયા, તેમને હાજરી ભરાવવામાંથી કે સેટલમેન્ટમાંથી મુક્ત કરાયા પણ તેમના પુનઃવસન માટે થવા જોઈતા પ્રયત્નો ન થયા... આજે પણ આ સમુદાય પ્રાથમિક જરૃરિયાતો માટે ઝઝૂમી રહ્યો છે..

પણ હવે આ સમાજ સંગઠીત થયો છે.. સત્તા સ્થાને તેમનો અવાજ પહોંચ્યો છે..આવા આ સમુદાયના પ્રિય એવા સૌને વિમુક્ત દિવસની ખુબ શુભેચ્છા..

2006માં વિચરતી વિમુક્ત જાતિઓનું સમેલન કરેલું તે વેળા ઉપસ્થિત સૌએ જયધોષ કરેલો તેનો ફોટો...


The congregation of nomadic and de-notified tribes we had organised in 2006




No comments:

Post a Comment