Friday, September 04, 2020

This monsoon its water, hope and cheer all around.…..

 “Ben, I remember how the young and the old in the village would come together and set out to clean the village lakes on Navoni Agiyaras. As a young boy, I too would be part of the entourage that went to repair the community lakes… these memories are from 30-35 years ago. The times have changed now people want water but do not wish to contribute towards maintaining  the water sources!!”

Bhagwanbhai, Sarpanch of Banaskantha’s Suigaum had mentioned this while we were discussing the water conservation efforts for their village.

The lake got filled up this year because rains have been sufficient in this drought-prone region of Gujarat.

It is impossible to drill borewell in Dudhwa village as the groundwater is saline. If the lakes fill-up the farmers can use the water in farming even after October. Also,  if the lakes fill-up it will prevent the salinity to rise further, the community had shared.

In this arid and drought-prone region,  farmers await rains more so after the lakes were deepened. Last year there were no rains in the region, the lake of Dudhwa  village remained dry but his year the rain gods have blessed them all, the lakes are brimming with water. In this saline regions, they cannot deepen the lakes instead of we have to widen them. “Ben, this year is going to be bountiful. We shall be able to take two crops.

The regions like Banaskantha that primarily depend on agriculture and dairy it is crucial to implement water conservation works on a wider scale. The simple people of this region survive on minimum needs. One good monsoon every 2-3 years is enough to sustain them for a couple of years.

I am grateful to the well-wishing dear ones of VSSM who have supported our water conservation efforts.

Environment and water conservation are non-negotiables now, it is better we realise the gravity of the emerging situation and act ASAP.

Thank you Rashminbhai  to draw our awareness towards this grave situation and guiding us through this entire initiative, respect your foresightedness to steer this entire effort. 

બેન મુ નેનો હતો તાણ નવોણી અગિયારસના દાડે ગોમમોં રેતા નેના મોટા ટૂંકમોં કોમ કરી હક એ બધા તળાવ ગાળવા જતા...

આ તરી પોતરી વરહ પેલાની વાત કરુ સુ. મુયે નેનો હતો તાણ તળાવ ગાળવા જેલો... પણ હવ કળજુગ શરૃ થ્યો. લોકોન્ પોણી તો જોવ પણ તળાવ ગાળવામોં ભાગીદાર નઈ થવું...

બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના દૂધવાગામના સરપંચ ભગવાનભાઈએ એમના ગામમાં VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી ખોદાઈ રહેલું તળાવ ગળાતું હતું તે વખતે આ વાત કરેલી..

આ તળાવ કુદરતની મહેરથી આ વર્ષે એટલે ભરાયું.

દૂધવાગામમાં બોરવેલ શક્ય નથી. પેટાળમાં સાત થી દસ ફૂટે ખારુ પાણી છે. તળાવ ભરાય તો ખેડૂતો નવરાત્રી પછી આ તળાવમાંથી પાણી લઈને ખેતી કરી શકે. વળી તળાવ ભરાય તો જમીનમાં ખારાશ આગળ વધતી અટકે એવું પણ ભગવાનભાઈ અને ગ્રામજનોનું કહેવું છે...

આવા સૂકા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તળાવ ગળાયા પછી મેધાની વાટ અમે બધા જોઈએ પણ એ વરસે મેધો ના પણ પડે.. જેમ દૂધવામાં ગયા વર્ષે વરસાદ જરાય ન આવ્યો. અમારુ ગળાયેલું તળાવ કોરુ ધાક્કોર રહ્યું. પણ આ વર્ષે ખેડૂતોએ કહ્યું બેન લહેર છે. ચોમાસુ અને શિયાળુ બેય પાક સરસ થશે..

આ વિસ્તારમાં તળાવ ઊંડા નથી ગળાતા પણ એને પહોળા ગાળવાના... કારણ પેટાળમાં ખારાશ છે માટે...

આવા વિસ્તારોમાં મહત્તમ પાણીના કામો થાય તે જરૃરી છે. જ્યાં લોકોનો જીવવાનો આધાર માત્ર ખેતી અને પશુપાલન છે..

લોકો બહુ ઓછી જરૃરિયાતો સાથે જીવે છે. બે ત્રણ વર્ષે એક ચોમાસુ સારુ આવી જાય તો બે વર્ષ જીવી જવાય એવું એ લોકો કહે...

આવા આ વિસ્તારમાં મદદરૃપ થનાર પ્રિયજનોનો આભાર માનુ છું...

પાણી અને પર્યાવરણ બેયની ચિંતા કરવી આજના સમયની તાતી જરૃર છે. સમાજ, લોકો આ બાબતે જાગૃત થાય તેમ ઈચ્છીએ...

થેક્યુ રશ્મીનભાઈ તમે આ પાણી બાબતે અમને જગાડ્યા ને અમે આ કરી શક્યા... આપની દુરંદેશીને પ્રણામ...

લખ્યું એ બધુંયે ફોટોમાં..

Dudhwa lake is brimming with rainwater

Mittal Patel discusses Water Management with villagers

Dudhwa Water management site

Dudhwa WaterManagement site



No comments:

Post a Comment