Sunday, January 20, 2019

VSSM facilitates the process of desilting and deepening of lakes in Kankrej’s padardi village…

Mittal Patel addressing meeting regarding desilting
of lake at padardi village

It’s time we give back all that we have lynched from nature….

Imagine life without air and water!!! We inherited an earth full of dense forest, thriving flora, fauna and abundant of water all around. Civilizations birthed and shaped around water. 


Mittal Patel with the people of Padardi village 

Water is the most precious element on earth. And conserving water was of primary importance in the past. In water scarce areas making special provisions for water,  like step wells, well, lakes was considered to be a noble work. Communities and village elders took care of common  water sources. They followed an annual calendar of cleaning and desilting  village wells and lakes. Even today,  providing water to the thirsty is considered to be the most righteous work. And this is true to the core. A task like deepening and desilting lake benefits not just the humans but the birds and animals, trees and earth…


VSSM has taken up the task of desilting the lakes of Banaskantha, a water starved district of Gujarat. It carries this task with support from its well-wishing friends,  by partnering with the village leadership. The village communities are explained the reason of falling water levels and how they can contribute to VSSM’s efforts. Whereever the communities have comprehended our efforts the entire task is accomplished with ease and work brings desired results.

Padardi Water Management site
Recently,  we were in Kankrej block’s Padardi village. The village has agreed to lift the excavated mud but we would be happier if they agreed to raise money and  contribute to this effort just like Mudetha, Khadol and many other villages did.

We have to think collectively on giving back all that we have extorted from soil , we are grateful to all of you who have joined hands in this task of immense public service.



Naranbhai has been careful in selecting villages that are prepared to cooperate and contribute. The will to join hands in meaningful and constructive activities eases lots of challenges that usually  emerge once the work starts. Thank you Naranbhai for the thought you put in each task.


In pic – ongoing meeting regarding desilting of lake and desilting work in progress

તારુ દીધેલું વાલા તુજને ધરાવું....

પાણી અને શુદ્ધ હવા વગર જીવવું અશક્ય. પૃથ્વી બની ત્યારે જંગલ આચ્છાદીત હતી. 

પાણીના સ્ત્રોતો પણ જ્યાં હતા ત્યાં ભરપુર હતા. પણ જ્યાં પાણી બારેમાસ મળવાનું સંભવ નહોતું ત્યા માણસે પાણી સંગ્રહ માટે શું થઈ શકે તે વિચારી વાવ, કુવા, તળાવો ગાળવાનું કર્યું.

Lake deepening work
અને વખતો વખત તળાવો ગળાતા રહ્યા. ને એનો ફાયદો સૌ મેળવતા રહ્યા. 

આજેય તળાવ ગળાવવા એ કોઈ યજ્ઞથી કમ નથી એવું ગામલોકો કહે છે.

પાપ પુણ્યનો હિસાબ માંડીએ તો લોકો કહે, તળાવ ગળાવવામાં મદદરૃપ થવું એનાથી મોટુ કોઈ પુણ્ય નથી... આ વાત સો ટકા સાચી. તળાવથી માનવ વસતિને તો ફાયદો થાય સાથે સાથે પશુપંખી, ઝાડ પાન બધાયને ફાયદો...

આ ફાયદાની વાતો કરીને તળાવો ઊંડા કરવા ને સાથે ગામ પણ પોતોનું યથા યોગ્ય દાન આપે એ માટે આપણે ગામને સમજાવીએ છીએ.

જે સમજે ત્યાં રૃડુ કામ થઈ રહ્યું છે.

તાજેતરમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડીગામમાં તળાવ ગાળવાનું શરૃ કર્યું.

માટી ઉપાડવાનું ગામે પોતાના માથે લીધુ. આ વાતથી તો રાજી. પણ ગામ પોતે પણ તળાવ ગાળવા મૂડેઠા, ખડોલ ગામની જેમ ફાળો ભેગો કરે તો વધુ રાજી થઈશું.

તારુ દીધેલું વાલા તુજને ધરાવું એ વાત સાર્થક કરવાનો સમય હવે આવી ગ્યો છે.

ધરતીના પેટાળની ચિંતા ખેડુત નહીં કરે તો કોણ કરશે....

જરા વિચારીએ....

બાકી પાદરડી ગામનું તળાવ ખોદાવવામાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર.....

VSSMના કાર્યકર નારણભાઈએ સુંદર રીતે તળાવ ખોદાવવા રાજી હોય તેવા ગામોનું ચયન કર્યુ ને એટલે સહમતી હોય ત્યાં કામ સરળ થયું. આભાર દોસ્ત..

ફોટોમાં ગ્રામજનોસાથે તળાવ ઊંડુ કરવા બાબતે થયેલી વાત ચીત સાથે તળાવ જ્યાં હવે ખોદકામ થઈ રહ્યું છે..

Ishwar Parmar #water_managnement #Water #Save_Water #Water_Scarcity#water_Recharging #VSSM #Lake #Banaskantha #Mittalpatel Naran Raval

No comments:

Post a Comment