Mittal Patel visited nomadic families of Virpur |
“Ben, we do not live on charity, because we do not have the capacity to donate in the temple we don’t even go to take the offerings at the much revered Jalaram Bapa’s temple here in Virpur!” Chagankaka was very honest and upfront in sharing his belief and principles.
The Gadaliya community has settled in Virpur
Gadaliya Community sharing their problems to Mittal Patel |
for many years now. Their houses made from tin sheets are their home on return to Virpur at regular intervals, while for the rest of the time they remain locked, as seen in the picture. The houses are locked not because they fear theft as there is nothing inside that would interest a robbers, the intent to lock the houses is to ensure that no cattle or stray animals enter and spoil it.
The families here work hard and wander to ear
Navghanbhai Gadaliya with his RationCard |
their living and look up to the government authorities to provide them their entitlements. Hence, Kanubhai and Chayaben have been striving to obtain residential plots for these families. After relentless efforts some families received ration cards however, each card carries just the name of the head of the family. Apparently, in the hurry of issuing cards the officer in charge forgot to list down names of all the family members in the issued ration cards. Take a look at Navghanbhai’s family size and the listed name on the ration card.
The current living conditions of Gadaliya Community |
Each step forward in such official matters takes weeks to months at time years. Had the official worked carefully this mistake could have been easily avoided. We are now working to get them names of all the family members included. It is a headache for us as well as the officials.
Hirabhai Gadaliya served a meal to Mittal Patel and VSSM Co-ordinators |
A ray of hope amidst such mishaps is the very empathetic Kamleshbhai, Block Development Officer, Jetpur. He has assured to try his best to ensure these families obtain residential plots. Also to make sure they receive caste certificates as soon as possible. This reinforces our belief that compassionate and concerned officials at all the right places make such huge difference.
We are prepared to try our best to ensure that the Gadaliya families settle down to begin earning their living from the village itself.
On the day we were amongst them Hirabhai served us a soulful meal and foods made with heart and soul have the capacity to outclass the best meals served at finest restaurants!!
This year all we hope is to find a piece of land for these families to build their homes upon.
વિરપુર જલારામબાપાની ભૂમી..
'બેન મફતનું અમને નો ખપે. ઘર્માદો નાખી હકાય એવી અમારી તેવડ નહીં એટલે ગામમાં જ જલારામ બાપા બેઠા હોય તોય ઈમની પ્રસાદ લેવા અમે નથ જતા.' એવું છગનબાપાએ કહ્યું.
અહીંયા વાત બે પાંચ રૃપિયાની નથી પણ સિદ્ધાંતની છે. મફતનું નો ખપે એવું આ લોકો માને. પણ સરકાર માઈબાપ એ ટેકો કરે એવી હોંશ તો રાખે.
ગાડલિયા પરિવારોએ વિરપુરમોં વર્ષો પહેલાં ડેરા નાખેલા. પતરામાંથી ઘર બનાવે. ને એ ઘરો જ્યારે કામ ધંધા માટે બહાર જાય ત્યારે ફોટોમાં દેખાય છે એ રીતે બંધ કરે.
આમ તો ઘરમાં એવું કાંઈ ના હોય કે ચોરાઈ જવાનો સંભવ હોય. પણ ઘરમોં ઢોર ઢાંખર ઘુસી ના જાય માટે આવી રીતે તાળુ મારે.
આવા આ ગાડલિયા પરિવારોને રહેણાંક અર્થે જમીન મળે તે માટે કાર્યકર કનુભાઈ અને છાયાબહેન મથે.
ઘણી મહેનત પછી કેટલાક પરિવારોના રેશનકાર્ડ નીકળ્યા પણ અધિકારી એવા ઉતાવળા કે એક રેશનકાર્ડમાં પરિવારના તમામના નામ લખ્યા વગર જ કુટુંબના મોભીનું એક જ નામ લખીને કાર્ડ આપી દીધા.. નવઘણભાઈનું કુટુંબ મોટું પણ ફોટોમાં જોશો તો એમના રેશનકાર્ડમાં એમનું એક જ નામ છે. જરા ધ્યાનથી કામ થાય તો આવી ભૂલો નિવારી શકાય.
ખેર હવે અમારી મુશ્કેલી વધી. બધાના નામ કાર્ડમાં ચડાવવા એ ઘણી મહેનતું કામ.. પુરવઠા વિભાગામાં આ માથાકૂટ કરવી રહી.
#જેતપુર #ટીડીઓ કમલેશભાઈ ખુબ ભલા માણસ એમણે આ પરિવારોને રહેણાંક અર્થે જમીન મળે તે બાબતે સહયોગ કરવાનું વચન આપ્યું છે. આ સિવાય જાતિ પ્રમાણપત્ર પણ તત્કાલ આપી દેશું તેવું કહ્યું છે.
સારા અધિકારી યોગ્ય જગ્યાએ બેસે તો કામ કેવું સરસ થાય તે સમજી શકાય છે.
#ગાડલિયા પરિવારોને ઠરીઠામ થઈ ગામમાં જ રોજી રોટી મળે તેવું કાંઈક કરવું છે ને એ માટે અમે બધીયે મદદ કરીશું...
ભલભલી હોટલને પાછળ રાખી દે એવું ભાવભર્યું જમણ હીરાભાઈએ જમાડ્યું.
બસ આ વર્ષમાં તેમને પોતાની જમીન ઘર બાંધવા જડી જાય તો અમને હાશ ને આ પરિવારોનેય હાશ...
#Empathy #Changemaker Kanubhai Bajaniya #Pathetic #PoliceMaking #Residential_plots #Nomads_Of_India #NomadicTribes #VSSM #NomadicTribes #NT #DNT #Condition_Of_Nomads #human_rights #The_right_to_live
No comments:
Post a Comment