Friday, June 01, 2018

Happy birthday to all who were born on 1st June on official records....

Haseena and Hemabhai from Meer Community from Diyodar
Happy birthday to all the people of nomadic communities who was born on 1st June as per the government record. 
I wish to celebrate 1st June with a blast with everybody…
These thousands of people who wander around from place to place don’t have their birth registered nor they have birth certificate like we have…  Earlier when the woman gets labour pain, she used to give birth then and there. Taking that new-born in the basket, the new mother used to start with the Danga within two-three hours. They did not get the luxury of resting for a month or two like we do.
They don’t know where they were born then there is no question of the date they were born.  Even if they want to get it registered then in which panchayat they would get it registered? 
      
We are the trying that the birth should be registered. The ones whose births were not registered, we filled the forms for Voter Id for the first time and put some in the schools. The birth date was registered in government records assuming they their birth date as 1st June of the year. Apart from that the government officials also registered their birth on this date. So, our heartfelt wishes to all who were born on 1st June. Stay happy… May you achieve what you want.. And yes, get the births of your children registered…

Birthday means happiness and joy… Let’s all celebrate with Hemabhai’s Dafli and let’s dance like Haseena…

Photo taken by Bharatbhai Patel… Meer Settlement Diyodar...

ગુજરાતી અનુવાદ

વિચરતી વિમુક્ત જાતિના ને સરકારી ચોપડે 1લી જુને જન્મેલા તમામ પ્રિયજનોને જન્મ દિવસની શુભેચ્છા...
મન તો છે એક વખત 1 લી જુને ભેગા થઈને જન્મ દિવસની ધામધૂમથી ઊજવણી કરીએ....

વગડે વગડે રઝળનાર આ સમુદાયના લાખો માણસોના જન્મની નોંધણી ક્યાંય થયેલી નહીં એટલે આપણી જેમ જન્મ તારીખનો દાખલનો ના હોય... પહેલાં જ્યાં વેણ ઉપડે ત્યાં જ પ્રસુતિ થતી ને પછી બાળકને ટોપલાંમાં લઈને બે – ત્રણ કલાક પછી મા ડંગા ભેગી ચાલતી થઈ જાય... આપણી જેમ સવા મહિનાનો ખાટલો એમના નસીબમાં નહોતો..

ક્યા ગામમાં જનમ્યા એ ખબર નહીં એમાં તારીખ તો ક્યાંથી યાદ હોય. વળી નોંધાવું હોય તોય કઈ પંચાયત નોંધે?

ખેર આજે તો કોશિશ કરીએ છીએ જન્મની નોંધણી થાય એની પણ જેમની નોંધણી નથી થઈ એવા હજારો વ્યક્તિ કે જેમના અમે મતદારકાર્ડ માટે પહેલીવાર ફોર્મ ભર્યા ને નિશાળમાં બેસાડ્યા એ બધાને અમે આજની તારીખે સરકારી ચોપડે જન્માવ્યા... એ સિવાય સરકારી અધિકારીઓએ પણ આજ તારીખે તેમનું પૃથ્વી પર અવતરણ કરાવ્યું એટલે સૌ પ્રિયજનો કે જેમનો 1 જુને જન્મદિવસ છે એ સૌને હૃદયથી શુભેચ્છાઓ.... ખુબ ખુશ રહો... આનંદ પામો ને ઈચ્છો એ બધુ મેળવો ને હા તમારા બાળકોની જન્મની નોંધણી તો ચોક્કસ કરાવજો...

જન્મદિવસ એટલે આનંદ અને હર્ષનો દિવસ ચાલો ઊજવણી હેમાભાઈની ડફલી સાથે હસીનાની જેમ આપણેય નાચીયે...

ફોટો ભરતભાઈ પટેલ દ્વારા લેવાયેલો.. દિયોદર મીર વસાહત


No comments:

Post a Comment