Vadi families with their recently acquired Vatsalya card…. |
A few Vadi families have been staying in the Saarsana village in Surendranagar for many years now. While few families have been allotted plots in the village there are few who are still awaiting the sanctioning of the plots. The have been demanding the plots for years now but the villagers who had earlier shown willingness to allow Vadi families to settle in Saarsana are now opposing the allotment of plots to the remaining families. The panchayat is reluctant to approve the allotment. So why have these village leaders who until now were very empathetic towards this community suddenly become reluctant?? This was something that we were struggling to comprehend. However, one day during discussion with these village elders revealed their apprehensions,”The number of Vadi families staying here for now is enough, we don’t want Vadi strength to grow in this village, what if a Vadi decides to contest an election, Saarsana is our village how can it have a Vadi sarpanch……!!!
They need not say more because rest was understood, even before they could voice their concerns. “We are prepared to give them in writing that we would not be contesting any elections in this village, just let us have a place to build a roof on our head!!” says Keshunath Vadi when he got to know about the feelings the village elders held..
VSSM and the Vadi families have been working to create a positive environment. The families who are awaiting the allotment of plots required documents of identity. Hence, VSSM’s Harshad initiated process of acquiring ration cards and voter ID cards for these families, recently 30 families received Vatsalya cards. We have also filed applications for the allotment of plots. We hope the panchayat adopts a more empathetic approach, they have mellowed down a bit and aren't opposing as fiercely as they did 4 years back.
With the eternal prayer and hope that all such families get to have a decent roof to protect themselves and the team of VSSM continues to work with the same zest and spirit amidst all such hostile and moral bursting situations.
VSSMની મદદથી વાદી પરિવારોને વાત્સલ્ય કાર્ડ મળ્યા
સુરેન્દ્રનગરના સારસાણા ગામમાં વાદી પરિવારો ઘણા વર્ષોથી રહે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક પરિવારોને ઘણા વખત પહેલાં રહેણાંક અર્થ પ્લોટ પણ ફાળવાયા હતા પણ હજુ કેટલાક પરિવારો બાકી છે જેઓ પણ પ્લોટ મળે તેની માંગ કરી રહ્યા છે. ગામના લોકોનો વાદી પરિવારો પ્રત્યેનો વ્યવહાર પણ સારો છે. પણ જે પરિવારોને પ્લોટ મળ્યા નથી તેમને પ્લોટ મળે તેની અરજી બાબતે પંચાયત સહમત નથી. આવું કેમ હંમેશાં સરકારી મદદની વાત આવે તો ‘વાદીઓને આપો એ બિચારા ગરીબ છે’ એવું કહેનારા આગેવાનો અન્ય વાદીઓના વસવાટોનો વિરોધ કેમ કરી રહ્યા છે તે સમજાતું નહોતું. આખરે એક વખત ગામના આગેવાનોએ કહી જ દીધુ કે, ‘વાદીના જેટલા પરિવારોને અહીં જગ્યા આપી છે એ બસ છે બીજા વાદીઓને વસાવીશું તો એમનું જુથબળ મોટું થશે અને પછી તો પંચાયતની ચૂંટણીમાં વાદી ધારે તો સરપંચ પણ થઈ શકે. સારસાણા અમારુ ગામ એમાં આમ વાદી સરપંચ....’
આગળ કશું બોલ્યા નહીં પણ સમજાઈ ગયું. કેશુનાથ વાદી તો કહે કે, ‘આપણે લખીને આપીએ અમે કોઈ સરપંચની ચૂંટણીમાં ઊભા નહીં રહીએ પણ માથુ ઘાલવા બાપલા જગ્યા આલો.’ પણ એમ આ કાંઈ સરળ થોડું હતું.
આખરે ધીમે ધીમે બધુ ગોઠવાય તે માટેના પ્રત્નો અમે અને વાદીઓએ શરૃ કર્યા. જે પરિવારો પાસે પ્લોટ નહોતા તેમને પ્લોટ મળે તે પહેલાં તેમના રેશનકાર્ડ, મતદારકાર્ડ વગેરે બને તે જરૃરી હતું. vssmના કાર્યકર હર્ષેદ મહેનત કરીને આ બધુ કરાવ્યું. તાજેતરમાં 30 પરિવારોને વાત્સલ્ય કાર્ડ પણ મળ્યા. પ્લોટ માટેની અરજી હવે કરી છે. હાલ તો બધુ શાંત છે પંચાયત પણ વાદી પરિવારોની સ્થિતિ સમજશે તેવી આશા છે, આમ તો સમજ્યા છે એટલે 4 વર્ષ પહેલાં જે વિરોધ કર્યો હતો તેવો આ વખતે નથી કર્યો...
વિશ્વમાં જન્મનાર તમામને વાદીની ભાષામાં કહુ તો માથુ ઘાલવા ઘર મળે, સાથે ગુજરાતમાં રહેતા તમામ વિચરતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા પરિવારોને ઘર મળે તે માટે અમે સૌ આજ જુસ્સાથી કાયમ મથ્યા કરીએ તેવી પ્રબળ ભાવના અમારા સૌના મનમાં છે અને આ ભાવના સાકાર થશે તેવી શ્રદ્ધા પણ છે.
તાજેતરમા જ મળેલા વાત્સલ્ય કાર્ડ સાથે વાદી પરિવારો સાથે vssmના કાર્યકર હર્ષદ
No comments:
Post a Comment