Saraniya families prepping up for filing the applications... |
Some time back VSSM made an appeal in the office of the District Collector for the allotment of residential plots to the Saraniya families living in Juna Devpura. The Mamlatdar has now responded asking us to prepare the applications and submit it to the concerned department. “Preparing each application is a time and money consuming effort, once the applications are filed the families become hopeful that some day they will have a plot to build a house of their own!! But when such hopes do not get fulfilled after 7-8 years, the dejection becomes very harsh to be absorbed.
The Saraniyaa families have now become hopeful, we wish this hope isn't crushed by the authorities.” VSSM’s Tohid hold a very upfront view about the whole situation. Its not just Tohid but the entire team of VSSM that is disheartened by the way the local officials are responding to the needs of the poor. It sluggishness is across the entire local bureaucracy..There are officials who respond immediately to our requests, they pass orders to their subordinates and assisting officials.. Like Mehsana Collector Shri. Alok Kumar, in a meeting held to redress the long pending issues of the nomadic communities in Mehsana, he instructed all his officials to resolve the matters ASAP, include them under the benefits of the Garib Kalyan Mela but that was it..instructions were given… but were they implemented upon????
The officials are working, but this too comes under their area of work, or doesn’t it?? The families haven’t applied for a car or a bungalow, they are asking for mere documents like a ration card, a small plot to build a small one room house!! And the officials aren’t shelling their personal fortunes to give away these families, the communities just need to be given the benefits of the scheme the government has formed for their benefits.
Well for now we are hopeful that the Saraniya families will be allotted the plots, this hope has made us file the applications with the Mamlatdar.
How we wish this families experience fairly tale endings in their lives…a fairy Godmother with her magic wand and her spell clears all the pending files and grievances of these communities!!!
VSSM દ્વારા સરાણિયા પરિવારોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી
જુના દેવપુરામાં રહેતા સરાણિયા પરિવારોની પ્લોટની માંગણી કરતી અરજી કલેક્ટર કચેરીમાં કરી હતી. મામલતદારે હવે દરખાસ્ત તૈયાર કરીને આપવા કહ્યું છે. VSSMના કાર્યકર તોહીદ કહે છે. ‘દરખાસ્ત પાછળ સારો એવો ખર્ચ અને સમય જાય છે. લોકોને દરખાસ્ત જમા કરાવ્યા પછી એક આશા જન્મે છે કે હવે તો સ્થાયી અને પોતાનું સરનામું મળશે પણ પછી જ્યારે જુએ છે કે,દરખાસ્ત જમા કરાવે આઠ વર્ષ થયા હોય તેવા પરિવારો પણ છે જેમનું હજુ ઠેકાણું પડ્યું નથી. ત્યારે આ પરિવારો ખુબ નિરાશ થાય છે. આ સરાણિયા પરિવારોને પણ આશા બંધાઈ છે. આ આશા ઠગારી તો નહીં નિવડે ને?’
તોહીદ એક માત્ર નહીં પણ VSSMમાં કામ કરતા તમામ કાર્યકર હવે નિરાશામાં આવતા જાય છે. વહીવટીતંત્ર સાવ શીથીલ થઈ ગયું લાગે છે. ક્યાંક ખુબ સારા અધિકારી છે જે ત્વરાથી આ બધુ ઉકેલવા સૂચના આપે છે. આલોક કુમાર કલેક્ટર મહેસાણા ખુબ ભલા અધિકારી. એક બેઠક કરી તેમણે તેમના જિલ્લાના તમામ અધિકારીને વિચરતી જાતિના પ્રશ્નો તત્કાલ ઉકેલવા સૂચના આપી. તેમણે કહ્યું, ગરીબ કલ્યાણ મેળામાં આ પરિવારોને લાભ આપો આ ખરા લાભાર્થી છે. પણ ....
ખેર અધિકારીગણને ખુબ કામ છે પણ એ કામોની વચ્ચે એક કામ આ પણ છે. આ પરિવારો બંગલા, ગાડી નથી માંગતા એતો રેશનકાર્ડ કે રહેવા માટે નાની જગ્યા માંગે છે અને તે કોઈએ પોતાની મીલકતમાંથી કાઢીને તો નથી આપવાનું સરકારે તેમના માટે જોગવાઈ કરી છે તેમાંથી જ આપવાનું છે પણ...
સરાણિયા પરિવારોને પ્લોટ મળશે જ એ આશાએ પ્લોટ માટની દરખાસ્ત તૈયાર કરી મામલતદાર કચેરીમાં જમા કરાવી છે. નાના બાળકોની વાર્તામાં પરીના હાથણાં જાદુઈ છડી હોય છે જે ફેરવે અને ઈચ્છા કરે તે તમામ કામ થાય. એક પરી અધિકારીની કેબીનમાં આવીને એક છડી ફેરવી જાય અને આ પરિવારોની મનોકામના પૂર્ણ થઈ જાય એવું થાય એની રાહમાં....
ફોટોમાં દરખાસ્ત પુરી કરીને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જવાનું કરતા સરાણિયા પરિવારો..
No comments:
Post a Comment