Monday, January 16, 2017

Presenting the long pending issues of nomadic communities to Rajkot District Collector

VSSM’s Kanubhai along with the community members
once again brought their complains to the Collector
Rajkot has large concentration of families belonging to nomadic and de-notified communities who continue to reel under the issues that these communities face elsewhere in the state. Since last 2-3 years, VSSM has been writing to the government to  bring resolutions to their long pending issues but haven’t yet achieved any outcome. Acquiring the basic documents like ration cards, caste certificates remain uphill tasks. If the Mamlatdar refuses to issue Caste-certificates the local officials refuse to entertain applications for issuance of ration cards!! There have been examples where the officials have asked us and the communities to stop visiting their offices with such applications!!  

We have been speaking to the District Collector in this regard but even his instructions haven’t eased the situation. On 2nd January 2017, VSSM’s Kanubhai along with the community members once again brought their complains to the Collector, who has promised to have a meeting with the concerned officials if the need arises.

The nomadic families have become edgy on the pending matters and it is time the authorities resolve their applications before they lose faith in the system!!

વિચરતી જાતિઓના પ્રશ્નો સંદર્ભે vssm દ્વારા કલેક્ટર શ્રીને રજુઆત કરવામાં આવી

રાજકોટ જિલ્લામાં વિચરતી – વિમુક્ત જાતિની વસતિ ઘણી વધારે છે. તેમના પ્રશ્નો પણ અઢળક છે. સરકારમાં છેલ્લા બે ત્રણ વર્ષથી સતત આ સમુદાયના પ્રાથમિક પ્રશ્નો ઉકેલાય તે માટે રજૂઆત કરી રહ્યા છીએ. પણ તે દિશામાં કોઈ કામ થતું નથી. જાતિપ્રમાણપત્ર આપવાની મામલતદારથી લઈને સમાજ કલ્યાણ અધિકારી ના પાડે. તો રેશનકાર્ડ માટે પણ એવું જ. ક્યાંક તો અમારી કચેરીમાં આવી રીતે રોજ રોજ નહીં આવવાનું એવું પણ અધિકારી કહેતા જોવા મળે. 

કલેક્ટરને અગાઉ પણ vssmએ ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી. તેમણે સૂચના આપવા કહ્યું હતું પણ કશું થયું નહોતું. તા. 2 જાન્યુઆરી 2017ના રોજ ફરીથી vssmના કાર્યકર કનુભાઈ વિચરતી જાતિના લોકો સાથે કલેકટર શ્રીને મળ્યા અને રજૂઆત કરી. કલેક્ટર શ્રી એ ફરીથી આ બાબતે સૂચના આપવા જરૃર પડે અધિકારીગણ સાથે અલગ બેઠક કરવાની વાત કરી.

વિચરતી જાતિના પરિવારોએ સરકારી કચેરીના પગથિયા ઘસી નાખ્યા છે. તેઓ વધારે થાકે તે પહેલાં તેમના કામ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ.

ફોટોમાં રજૂઆત માટે ગયેલા કાર્યકર અને વિચરતી જાતિના લોકો



No comments:

Post a Comment