Water Harvesting works in Nanol Village of Banaskantha District |
Water – the life giving and the most precious of the elements. Life on earth is unimaginable without water and yet we have taken it so much for granted. Our ancestors had respected the value of water and hence developed all possible systems to harvest and preserve water. It was always used judiciously. The lakes, wells, step-wells, underground water tanks of the past centuries are a result of the methods adopted by them. But with passing times the traditional practices of collecting and protecting water were termed as outdated and irrational. The collective tasks taken up at the community levels for water harvesting have also become obsolete. Water that was earlier required to be fetched from village lakes or wells began reaching villages and homes through pipelines and taps. Hence, the need to maintain and restore the local water bodies was no longer felt by the community. The lakes and wells were always the chief source of drinking water and were regularly cleaned. No garbage or filth could accumulate near the lakes. The ill-kept wells began drying up and the lakes were either encroached upon or filled with silt and garbage. Since no one required their services these common properties have died a slow death!! Our farsighted fore-fathers understood the value of natural resources and respected its sources. Apart from a single large lake in the village they had also planned several other smaller lakes around the village periphery. But these lakes too have been leveled up and encroached upon!!
The trend of taking multiple crops through the year as against the rain-fed crops in the past, has depleted the ground water levels to alarming levels. Uncontrolled, unmonitored drilling and installation of bore wells has almost finished off the underground waters that had accumulated over the centuries. The symbiotic relationship we share with nature has been shattered. We just bothered to take and consume and forgot to give back even fraction of what we have taken. Our earth’s belly is getting empty, the consequences of which are expected to be grave.
The communities failed to realize and act upon the looming disaster but the government managed to wake-up on time and initiated series of efforts for water harvesting. The idea behind such multi-million rupees efforts was to make provisions and retain the water in the village itself. The results of which remain favorable only in the villages where the leaders were progressive and united. Everywhere else it was just a waste of resources where the allocated budgets were completely spent without any work happening on the grounds. And since all of this does not directly affect us we are hardly bothered to care about the disaster in waiting.
VSSM works with the nomadic and de-notified communities and these extremely marginalized communities are feeling the burn of mistakes made in the past. Hence we decided to initiate our efforts towards water harvesting and conservation under the able guidance of our mentor Shri. Rashminbhai Sanghvi, who holds deep understanding and expertise on the matters of water conservation. Under his guidance we have begun deepening the lakes in Tharad’s dry and arid areas that remain devoid of irrigation facilities.
Currently we are excavating two lakes in Tharad’s Nanol village. The beginning was challenging. Villagers and communities who have been conditioned to believe that everything is government’s responsibility weren’t convinced towards contributing for a common good. Nonetheless, we did succeed in convincing them towards creating a common fund to facilitate such endeavors of community’s own benefit. The same fund has been used to deepen the lakes on Nalol.
One of the most important reasons for distress migration or the rural-urban migrations is lack of water and its consequences. Such efforts for harvesting rain water and conserving it for longer period have become the need of the day. As a society, we have remained way behind in addressing such crucial issues. VSSM will continue to strive towards making life better for the nomadic communities through such sustainable initiatives and as always we shall keep you posted on the developments in this areas……
The water-harvesting works that is underway in Nanol can be seen in the picture….
vssm દ્વારા બનાસકાંઠામાં થઈ રહેલા જળસંચયના કામો
'જળ એ જીવન છે' એવું આપણે બોલીયે પણ જળસંચય માટે જે કામો પહેલા ગ્રામજનો દ્વારા સ્વયંમભૂ થતા હતા તે ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. મૂળ તો સમાજનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસે પોતાની સુખ સગવડ માટે નવા નવા પ્રયોગો કર્યા અને તેમાંથી જે પ્રયોગ સફળ થતા ગયા તેનું અમલીકરણ કરી પોતાની જીંદગી વધારે સરળ બનાવી. એટલે જુની પદ્ધતિ છૂટતી ગઈ અને જે ખરેખર કાયમ કરવાનું હતું તે બંધ થઈ ગયું. જેમ કે, પહેલાં પીવાનું પાણી ગામોમાં બહારથી નહોતું આવતું. પાઈપલાઈની સગવડ નહોતી. ના નર્મદા જેવા મોટા ડેમ બંધાયા હતા. એ વખતે પીવાનું પાણી ગામના કુવામાંથી, જે તળાવની બાજુમાં હોય ત્યાંથી ભરવામાં આવતું એટલે ચોક્કસ સમયગાળે ગામના આ કુવાને સાફ કરવામાં આવતો આવું જ તળાવોનું પણ થતું પણ હવે ગામના તળાવો અને કુવા પર આધાર રાખવાનું ઓછું થતું ગયુ. પાઈપથી પીવાનું પાણી મળવા માંડ્યું. એટલે ગામકુવો અને ગામતળાવ પેલી એક તુટેલા ટેબલની આત્મકથા જેવા બની રહ્યા છે.
આજ રીતે પહેલાં ખેતી ફક્ત ચોમાસામાં થતી. કુવા ગાળીને પણ ખેતી થતી પણ બોરવેલનો જમાનો નહોતો. ટેકનોલોજીએ તેમાં પણ કમાલ કરી અને પેટાળમાં પડેલા સદીઓ જુના પાણીને ઉલેચી બહાર કાઢવાની વ્યવસ્થા કરી આપી. બસ પછી તો માણસે એ પેટાળના પાણીને ઉલેચીને ખેતી કરવા માંડી. કોઠીમાં ભરેલા ઘઉં કાઢ્યા જ કરીએ અને કોઢીમાં નવા ઘઉં ઉમેરીએ નહીં તો શું થાય? આ વાત સમજવાનું જ ભુલી ગયા..
જે વસ્તુ કામની નથી હોતી તેના તરફ કોઈનું ધ્યાન નથી જતું બસ આવું જ કાંઈક ગામના તળાવોનું થયું. આપણાં ઘૈડિયા ખુબ સમજદાર હતા અને પાણીના મુલ્યને એ બરાબર સમજતા હતા. માટે જ ગામતળાવની સાથે સાથે સીમતળાવોની સંખ્યા પણ ગામમાં સારી એવી રાખી હતી. પણ એ બધા તળાવો ધીમે ધીમે પુરાઈ રહ્યા છે ક્યાંક તો ખેડુતોએ વધારે મેળવવાની લાલસાએ તેના પર દબાણ કર્યું એટલે તળાવો ખાડા જેવા બની ગયા છે. ટૂંકમાં પરંપરાગત રીતે થતા જળ સંચયના કામો બંધ થવા માંડ્યા.
સરકાર તો લોકોના કલ્યાણ અર્થે કામ કરે, એને પાણીનું મહત્વ ખબર હતી. પેટાળના પાણી સતત ઉલેચાશે તો એક દિવસ જમીન પોલી થઈ જશે ને એના પરિણામો ભયંકર આવશે.
ગામલોકો તો ના જાગ્યા પણ સરકારે વધારે સમજણ દાખવી ‘ગામનું પાણી ગામમાં રહેવું જોઈએ’ તેવા ઉમદા વિચાર સાથે તેમણે જળસંચયના કામો કરવાનું શરૃ કર્યું અને તે માટે કરોડો રૃપિયાના બજેટ ફાળવાયા. પણ ગામ સારુ ત્યાં આ કામ સરખુ થયું બાકી માણસની લાલચ એવી વધી ગઈ છે કે આ બજેટ કામ કર્યા વગર જ વપરાઈ જવા માંડ્યા. દુરગામી પરિણામો આપણે વિચારવા ટેવાયેલા નથી એટલે આ બધુ સ્વાભાવિકપણે થઈ રહ્યું છે.
VSSM તો વિચરતી જાતિઓ સાથે કામ કરે પાણી સંદર્ભે અમે કામ કરેલું નહીં પણ એવા પ્રંસગ ઊભા થતા એ મુદ્દે કામ કરવાનું થયું અને આદરણીય રશ્મિનભાઈ સંધવીની આ મુદ્દે ઘણી ઊંડી સમજનો લાભ અમને મળ્યો. તેમની નિગરાનીમાં જ અમે બનાસકાંઠાના થરાદ તાલુકાના એવા ગામો કે જ્યાં નહેરની સગવડ નથી ત્યાં તળાવો ઊંડા કરવાનું શરૃ કર્યું.
હાલમાં થરાદ તાલુકાનાં નાનોલ ગામના બે તળાવો ઊંડા કરવાનું કામ ચાલી રહ્યું છે. ગામના લોકો પણ આમાં આર્થિક સહયોગ કરે તેવું અમે નક્કી કર્યું. થોડું મુશ્કેલ હતું કેમ કે, આ કામ તો સરકાર કરે, પાણી જમીનમાં જશે અને ગામના તળ ઊંચા આવશે અમારા બોરવેલનેય ફાયદો થશે, વાત ખરી પણ આ ફાયદો મને એકલાને થોડો થવાનો આખા ગામને થવાનોને તો મારે શું કામ ફાળો આપવાનો? વળી આ તો સરકારે જ કરવાની તેમની ફરજ છે વગેરે જેવા પ્રશ્નો પણ થયા. પણ છેવટે અમે સમજાવી શક્યા એટલે ગામના લોકોએ પણ પોતાની રીતે ફાળો એકત્રિત કરવાનું નક્કી કર્યું, જે ભંડોળને તેમના જ તળાવો ઊંડા કરવામાં ખર્ચ કરીશું.
ગામડાં ભાંગી રહ્યા છે. એને ભાંગતા અટકાવવા જળસંચયના કામો થવા ખુબ જરૃરી છે. (આ મુદ્દે થઈ રહેલા રસપ્રદ અનુભવો લખતા રહીશું.)
ફોટોમાં VSSMમાં દ્વારા હાલ નાનોલ ગામમાં થઈ રહેલા જળસંચયના કામો
No comments:
Post a Comment