To stop living on the earnings of their women and daughters the families in Vadia needed some concrete alternates to earn livelihoods. One bore well was not enough and there was an urgent need for another one. But the underground water tables in the this part of Gujarat are so low that the cost of digging another bore was too high. Again getting the government clearances of another bore was also a challenging task. With such low water levels the possibilities of bore-well’s running dry too soon was also high. One major issues the farmers face are the depleting water tables in almost entire Gujarat. The greed and over exploitation of this precious natural resource is the reason behind such worrying situation. The water levels here are as low as 1200 to 1300 feet. The potability of water at such low levels is another issue of concern. How long can we just keep taking from the nature. The need to strike a balance here was crucial too.
There is no doubt that second bore well should happen in Vadia, but how can Vadia contribute towards sustaining and improving the water tables in their region?? A meeting to discuss the matter was organised on 26th January 2015. Rashminbhai Sanghvi, VSSM’s patron from Mumbai and some one who has been very actively associated in the water management works in Surendranagar district was with us to guide us through. He had pledged to make people think in the direction of water management and conservation. What will happen if we will pump out the underground water that has been accumulated for thousands of years, why conserving rain water is important, how can they contribute towards conserving rain water in their fields??? were the some of the focal points explained by Rashminbhai in very simple language. The villagers were quite receptive and plans were made to commence digging before the monsoon parts of their farms to store the rain water and in the village deepen the lower grounds where the rains water naturally accumulates every year. This because Vadia does not have a lake.
It is a feeling a deep gratification one feels on hearing the men in the village say ‘We are prepared to work hard and we shall work hard.’ VSSM has supported numerous families in Vadia to begin alternate professions. One such Gulabbhai came to us just as we were leaving the village after the meeting, ‘Ben, I have bought a buffalo, I sell 8-9 litres of milk to the dairy everyday, come and see my buffalo once!!! These are the same men who were once taunted by others as lazy lumps. Th faith we put in them is showing such remarkable results. I am deeply thankful to all of you for supporting us in such challenging tasks, it would have been difficult to go ahead without all of yours undoubting support.
In the picture - Rashminbhai addressing the meeting on water management.
એક શ્રદ્ધા વાડિયાના માણસોમાં..
બનાસકાંઠાના વાડિયા ગામમાં ધીમી ગતિએ પણ નક્કર બદલાવ આવી રહ્યો છે. એક સમયે ગામમાં જ એટલાં ભાગલાં હતાં કે સૌને સાથે બેસાડવા અમારા માટે સૌથી મોટો પડકાર થઇ જતો. ગામનાં કોઈ પણ પ્રશ્ને બેઠક કરીએ તો બેઠક અડધા કલાકમાં જ ઝગડામાં પરિણમે.. આમાં સૌને સાથે બેસતા કેમ કરીશું? જે તકલીફ બહેનો સહન કરી રહી છે એનું સમાધાન કેમ થશે? સાચું કહું તો રસ્તો સૂઝતો નહોતો. પણ એક શ્રદ્ધા વાડિયાના માણસોમાં હતી અને એને પરિણામે છેલ્લાં ૮ વર્ષના સઘન પ્રયત્નથી એક નક્કર બદલાવ જેને જોઇને સંતોષ થાય તેવો આવ્યો છે.
મૂળ તો હવે મહેનત કરીને જીવવાની ઈચ્છા રાખનારાં ઘણા પરિવારો ખેતી કરવાં લાગ્યા છે. ૨૦૦૬માં ગામમાં ગયાં હતાં ત્યારે આ ગામના લોકોની સાથે સાથે જાણે જમીન પણ શ્રાપિત હોય એવું લાગ્યું હતું. સરકારે ફાળવેલી ખેતી લાયક જમીન (૧૮૦ એકર જમીન) પણ બંજર પડેલી. પાણીની સગવડ ના હોવાના કારણે આ બનેલું. બોરવેલ થયો અને ધીમે ધીમે લોકો ખેતી કરતાં થયા. ૨૦૧૨માં વાડીયામાં પહેલીવાર દીકરીઓના સમૂહ લગ્ન થયા અને પછી તો મીઠા સંઘર્ષ શરુ થયા. દીકરીને ભણાવીને એના લગ્ન કરાવવા કે પછી એજ વાડિયાની પરંપરામાં ધકેલવી. ઘણા પરિવારોએ સંકલ્પ કર્યો અને પરંપરામાંથી નીકળી ગયાં. તો કેટલાંક આજે પણ શું કરવું એની દ્વિધામાં છે અને હજુ પણ જૂની ઘરેડમાં જ જીવે છે..
ખેતી લાયક ૧૮૦ એકર જમીન અને સિંચાઈ માટે એક બોરવેલ. બીજો બોરવેલ થાય તો ગામની બધી જમીનને પાણી મળી રહે એવી મહેનત કરી જીવવાવાળા લોકોની લાગણી. પણ બીજા બોરવેલની મંજૂરી અને ખર્ચ મોટો પડકાર છે... વળી બોરવેલ બની પણ જાય પણ જમીનમાંથી પાણી ખેંચ્યા જ કરવાનું એને પાછું આપવાનું થાય જ નહી તો બોરવેલ ફેઈલ થવાની સંભાવના વધી જાય.. આમ પણ ઉત્તર ગુજરાતમાં લોકો સંપતિવાન થયા અને બોરવેલ થકી ખેતી કરતાં પણ થયા પણ પાણીના તળની તો એમણે ચિંતા જ નથી કરી એટલે જ પાણીના તળ ૧૨૦૦ કે ૧૩૦૦ ફૂટ ઊંડા ગયા છે. વળી આટલાં ઊંડા ગયા પછી પણ પાણી મીઠું મળશે કે કેમ એ પ્રશ્ન તો યથાવત છે જ..
વાડિયામાં બીજો બોરવેલ થવો જ જોઈએ પણ એ પહેલાં ગામ તરીકે સૌ પોતાની નૈતિક ફરજ સમજી વરસાદી પાણી પોતાના ગામમાંથી વહી ના જાય એ માટે શું કરવું એનું આયોજન કરવાં તા.૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ વાડિયા જવાનું થયું. મુંબઈથી vssm ના કામોમાં સહાયભૂત થતા અને જેમણે સુરેન્દ્રનગરમાં વોટર મેનેજમેન્ટમાં ખુબ કામ કર્યું છે એવા આદરણીય શ્રી રશ્મિનભાઈ સાથે આવ્યાં. મૂળ તો એમણે આ પરિવારોને આ દિશામાં વિચરતા કરવાનો નિર્ધાર કરેલો. રશ્મિનભાઈએ ખુબ સાદી ભાષામાં લોકોને વરસાદી પાણી અને હજારો વર્ષથી જમીનના પેટાળમાં પડેલા પાણી જમીનમાંથી ખેંચી લઈશું તો શું થશે? એ અંગે વાત કરી.. સૌને સમજાયું . આ પરિવારોએ પોતાના ખેતરના શેઠામાં ચોમાસા પહેલાં વરસાદી પાણી રોકવા ખાડા કરવાનું તથા ગામમાં તળાવ નથી પણ ચોમાસામાં જે જગ્યા પર પાણી ભરાઈ રહે છે એ જગ્યાએ ઊંડા ખાડા કરવાનું આયોજન કર્યું..
અમે મહેનત કરીશું.. એવું જયારે ગામનાં પુરુષો કહે ત્યારે ખુબ સંતોષ થાય છે.. સંસ્થાએ ગામમાં કેટલાંક પરિવારોને નવા વ્યવસાય માટે લોન આપી છે. એમાંના ગુલાબભાઈ અમે જયારે વાડિયાથી નીકળી રહ્યા હતાં ત્યારે નજીક આવીને કહ્યું, ‘બેન હું ભેંસ લાવ્યો છું. સવાર સાંજનું થઈને ૮ થી ૯ લીટર દૂધ ડેરીમાં ભરાવું છું. મારી ભેંસ એક વાર જોઈ જાવ ને?’ આ એજ માણસો છે જેમણે જોઇને સૌ કહેતાં આ લોકોના હાડકા હરામના થઇ ગયા છે એમને કામ નથી કરવું.. પણ એમનામાં મુકેલી શ્રદ્ધાનું પરિણામ હવે દેખાવા માંડ્યું છે.. આ કામમાં મદદરૂપ થનાર સૌ સ્વજનોનો આભાર માનું છું એમનાં સહયોગ વગર આ બધું શક્ય નહોતું..
ફોટોમાં વોટર મેનેજમેન્ટ સંદર્ભે વાત કરતાં આદરણીય શ્રી રશ્મિનભાઈ ..
No comments:
Post a Comment