Sharmilaben Jiteshbhai Vasava dreams of educating her daughter well. To realize her dream she needs to earn aswell and share her husband’s responsibility of earning.
'How much loan do you want?'
’10,000’
‘what do you plan to do with that money?’
‘start selling sarees from home’
‘do you know how to sell’
‘i will manage, i can’t go out to earn because there is no one to take care of my daughter’
We gave her the loan. Its been five months ands has already repaid Rs. 5000. When the daughter goes to school she sets out to sell sarees in neighbouring villages of Piranha, Oad, Saijpur, Piplaj……she has also acquired the skills of selling sprees and makes good profit.
‘How’s business ?’ we asked.
‘I earn as much as my husband now..’ she replied with a smile.
Sharmilaben now wants to start a saree shop. She plans to repay the entire loan in one go and take another loan of bigger value. We are glad that its turning out to be good for her…..
In the picture Sharmilaben selling sarees
દીકરીને સારું ભણાવવી છે - હવે દુકાન કરવી છે....!
દસ્ક્રોઈ તાલુકાના કમોડ ગામમાં વિચરતી જાતિના પરિવારો સાથેના આપણા કામને ગામના સૌ હવે જાણે. ગામમાં શર્મીલાબહેન પણ રહે. આર્થિક હાલત ખરાબ. પતિ ફેકટરીમાં કામ કરે અને શર્મીલાબહેન નાની દીકરી સાથે ઘર સંભાળે. પણ પતિની કમાણીમાંથી દીકરીને સારું શિક્ષણ અને ઘર ચલાવવું શક્ય નહોતું. શું કરવું? કમોડમાં કામ કરતાં vssmના કાર્યકર ઇલાબહેનને શર્મીલાબહેન જાણે. એટલે એમને મળી vssm માંથી વ્યવસાય માટે લોન આપવા વાત કરી. શર્મીલાબહેન ગામમાં એક રૂમના ભાડાના મકાનમાં રહે. વળી વિચરતી જાતિના નહિ એટલે ઈલાબહેને પ્રથમ તો ‘તમને અમે લોન ના આપીએ એમ કહીને ના પાડી.’ શર્મીલાબેન નિરાશ થયાં. પણ ઈલાબહેનનો પીછો ના છોડ્યો. ‘અમને કેમ ના આપો? અમે પણ જરૂરિયાતમંદ છીએ. હું લોન ભરી દઈશ બહેન ભરોષો તો મુકો.’ એમ વારે વારે કહ્યા કરે. આખરે ઇલાબહેન એમને vssm ના કાર્યાલય પર લઇ આવ્યાં. મળ્યાં, વાતો થઈ.
શર્મિલાબહેન જીતેશભાઈ વસાવા. એક જ સ્વપ્ન પોતાની દીકરીને સારું ભણાવવી છે અને એ માટે મારે કમાવવું છે. હાલમાં પતિની એક આવકમાં આ બધું કરવું મુશ્કેલ છે.
‘કેટલી લોન જોઈએ છે?’
’૧૦,૦૦૦’
‘શું કામ કરશો?’
‘ઘરેથી સાડીનો વેપાર શરુ કરવો છે’
‘વેચવાનું ફાવશે?’
‘હું કરી લઈશ.. મારે કામ કરવું છે ઘર બહાર જઈશ તો મારી દીકરીની સંભાળ નહિ રહે અને આ બધું એના માટે જ તો કરવું છે’
આપણે લોન આપી. છ મહિના થયા લોન લીધે રૂ.૫૦૦૦ની લોન એમણે ભરી પણ દીધી. દીકરી સ્કૂલ જાય એટલે એ સાડી વેચવા આસપાસના ગામો પીરાણા, ઓડ, સૈજપુર, પીપળજમાં પણ જાય. હવે સાડી વેચવામાં ફાવટ આવી ગઈ છે અને નફો પણ સારો મળે છે. ધંધો કેવો ચાલે છે એવું પૂછતાં, શર્મિલાબહેને હસતાં હસતાં કહ્યું, ‘મારા ઘરવાળા જેટલું જ હું પણ મહીને કમાઈ લઉ છું.’
એમને હવે સાડીની દુકાન કરવી છે. લોનની બાકીની રકમ સામટી ભરી થોડી વધારે લોન આપવાની વાત એ કરી રહ્યા છે. શુભ થઇ રહ્યું છે એનો આનંદ છે...
ફોટોમાં સાડીનો વેપાર કરતાં શર્મીલાબહેન
No comments:
Post a Comment