The unique part of the hostel is community taking responsibility of mobilising funds and contributing towards expences of running the hostel. So far they have mobilised/collected 20% of the total cost. Apart from the financials the responsibility of tutoring the kids is borne by Somabhai Bajaniya a teacher from nomadic community. From 8 to 10 every night he tutors kids in the hostel. Through the day Ishwarbhai Bajaniya remains the chief care taker of the kids in the hostel. VSSM team member Mohanbhai visits the hostel twice a week, understands the needs if any and addresses the logistical issues. For now the hostel is functioning like a well oiled machine.
50 applications from the children for the academic year of 2015-16 have been received in this year itself and Mohanbhai, Iswarbhai and Somabhai have worked out a strategy to ensure each child willing to join the hostel and study further should get admission in the schools at Radhanpur.
We are extremely grateful to Shri. Chandraknatbhai Gogari, Founder, Aarti Foundation for his unflinching support to VSSM in its endeavours. Chandrakantbhai’s words -‘I will be there where there is no one’ keep ringing in our ears and inspires us to go on…..
In the picture - Lalbhai Rambhiya with the community leaders ...
અમારા બાળકોને વારસામાં રઝળપાટ નથી આપવો...
પાટણ જીલ્લાના રાધનપુરમાં vssm દ્વારા આરતી ફાઉન્ડેશનની મદદથી વિચરતી જાતિના બાળકોની હોસ્ટેલ જુન ૧૪માં શરુ કરવામાં આવી જેમાં ૧૮ બાળકો ભણે છે. મૂળ તો બાળકોની સંખ્યા ૪૦ ઉપરાંત થઇ પણ બાળકોને રાધનપુરની શાળાઓમાં પ્રવેશ મળ્યો નહિ એટલે એમને હોસ્ટેલમાં દાખલ કરવાનું થયું નહી. વિચરતી જાતિના જે પરિવારો સ્થાઈ થઈને ગામોમાં રહેવા લાગ્યા છે અથવા જેના માતા-પિતાને કામ ધંધા માટે બહાર જવું પડે અને બાળકોને ભણાવવાની ઈચ્છા છે એવા પરિવારોએ પોતાના વિસ્તારમાં હોસ્ટેલ શરુ કરવા માંગ કરી જેની ફલશ્રુતિ રૂપે આ હોસ્ટેલ શરુ થઇ. આ હોસ્ટેલની સંપૂર્ણ જવાબદારી વિચરતી જાતિના આ વિસ્તારના આગેવાનોએ ઉપાડી છે એ ત્યાં સુધી કે ‘બાળકોના કુલ ખર્ચની ૨૦% રકમ અમે એકત્રિત કરીશું એવી લાગણી સાથે’ અને એ રકમ એકત્રિત થઇ પણ ગઈ. સાથે સાથે બાળકોને school પછીના સમયમાં ભણાવવાની જવાબદારી પણ વિચરતી જાતીમાંના જ બજાણીયા સમાજના બે શિક્ષકોમાંના એક સોમાભાઈ બજાણિયાએ પોતાના શિરે ઉપાડી અને રોજ સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધી તે હોસ્ટેલ પર આવે અને બાળકોને ભણાવે.. બાકીના સમયમાં બજાણીયા સમાજના યુવાન ઈશ્વરભાઈ બાળકોને સંભાળે. જયારે vssmના કાર્યકર અને વિચરતી જાતિના જ મોહનભાઈ અઠવાડિયામાં બે વખત આ બાળકોને મળે અને એમની જરૂરિયાત તકલીફ જાણી તેનું સમાધાન શોધી તેનું નિરાકરણ લાવે..આમ ખુબ સુંદર વ્યવસ્થા સમુદાયના આગેવાનોએ પોતાની રીતે ગોઠવી છે.
વર્ષ 2015 માટે અત્યારથી ૫૦ બાળકોના નામ આવી ગયા છે આ વખતની જેમ આ બાળકોને પરત ના જવું પડે એ માટે સોમાભાઈ, મોહનભાઈ અને ઈશ્વરભાઈએ આગામી માર્ચ, એપ્રિલમાં જ રાધનપુરની શાળાઓમાં આ બાળકોની વ્યવસ્થા ગોઠવાય એમ કરવાનું નક્કી કર્યું છે.
તા.૨૬/૦૮/૧૪ ના રોજ આ બાળકોને મળવા ‘આરતી ફાઉન્ડેશન’ના ડાયરેક્ટર શ્રી લાલભાઈ રાંભિયા સાથે જવાનું થયું. અમે હોસ્ટેલમાં આવવાના છીએ એ સમાચાર મળતાં જ ૨૬મીએ અમે પહોચીએ એ પહેલાં વિચરતી જાતિના આગેવાનો પહોચી ગયા. જયારે અમે ત્યાં પહોચ્યાં ત્યારે આ બધા આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, ‘અમારી એક જ અપેક્ષા છે કે, ‘અમારા બાળકો ખુબ ભણે.. સારી જગ્યાએ એમને કામ મળે.. અમે ગામે ગામ રઝળીયે છીએ. પણ અમારા બાળકોને વારસામાં રઝળપાટ નથી આપવો.’ અમારા આદરણીય લાલભાઈએ આ સાંભળી આ પરિવારોને બાળકોના ભવિષ્ય માટે હમેશાં સાથે હોવાની ખાત્રી આપી. આ બાળકોના શિક્ષણમાં મદદરૂપ થતા અમારા આત્મીય અને પ્રિય સ્વજન જેઓ સતત અમારી સાથે છે એવા ચંદ્રકાન્તભાઈ ગોગરી(સંસ્થાપક આરતી ફાઉન્ડેશન)નો vssm અને વિચરતી જાતિ વતી આભાર વ્યક્ત કરું છું. ચન્દ્રકાંતભાઈ અમારા એવા સ્વજન છે જેઓ હમેશાં કહે છે કે, ‘કોઈ નથી ત્યાં હું છું’ તેમની આ લાગણી અમને હિમ્મત આપે છે... અને આ કામ કરતાં રહેવાની પ્રેરણા પણ..
ફોટોમાં આગેવાનો સાથે લાલભાઈ રાંભિયા અને વિચરતી જાતિના આગેવાનો..
No comments:
Post a Comment