Bhojpara village of Morbi’s Vakaner block is home to around 51 Gadaliya families. The traditional occupation of this community is that of making iron tools but since the demand for these equipments have reduced the community has began trading Ayurvedic products like harde, ashwagandha, murli et. after procuring them from the woods. These products are brought from them by ayurvedic and other provision store owners.
VSSM got in touch with these families almost a year ago. The scenario with them was the same as with others when we first come in their contact. None of the children were attending school and the parents of least bothered of this fact.When these families foot to know about the activities of VSSM in the region they approached us and requested a school for their children. VSSM initiated a Bridge School in the settlement but the continuity was difficult to maintain as parents would migrate with the children. After a lot of persuasion we have reached a state where 80% of children stay back. Most of the times the mothers stay back while the fathers travel to sell there products. They come back to settlement every 15-20 days.
Reenaben, a VSSM baldost is in charge of the school at the settlement. Recently, consequent to the requests by VSSM, the government has initiated a school for these children.
In the olden days these families wandered from village-to-village with the goods loaded on their donkeys. But now 4-5 families together purchase an old, rickety matador to travel with their products. Amongst the adversities they face one is harassment from the police who ask for license of trade. Some have started to work in factories nearby. Most of them are looking forward to settling down, the applications for residential plots have been made but as it happens with government processes things have hardly moved. Until then we can just wait and wonder when will their wandering come to a halt…..
In the picture Reenaben with the children and glimpse of how the families stay…...
ગુજરાતીમાં અનુવાદ...
કોણ જાણે એમના પગને ક્યારે વિશ્રામ મળશે?
કોણ જાણે એમના પગને ક્યારે વિશ્રામ મળશે?
મોરબી જીલ્લાના વાંકાનેરના ભોજપરાગામમાં ૫૧ ગાડલિયા પરિવારો છેલ્લા કેટલાય વખતથી રહે છે. ગાડલિયા પરિવારોનો મૂળ વ્યવસાય લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવવાનો પણ ભોજપરામાં રહેતા આ પરિવારોએ છેલ્લા ઘણા વખતથી આ કામ બંધ કરી દેશી જડીબુટ્ટી જેવી કે, હરડે, અશ્વગંધા, સફેદ મુસળી વગેરે જંગલમાંથી લાવીને ગામેગામ ફરીને વેચવાનું શરુ કર્યું. એમની જડીબુટ્ટી આયુર્વેદિક સ્ટોર અને ગાંધીની દુકાનમાં પણ ખરીદવામાં આવે છે.
ભોજપરામાં રહેતા પરિવારોના સંપર્કમાં આજથી ૧ વર્ષ પહેલા આવવાનું થયું. આખી વસાહતમાંથી એક પણ બાળક શાળાએ જાય નહિ અને વસાહતમાંથી કોઈને એની ચિંતા પણ નહી. આ વિસ્તારમાં vssm દ્વારા ચાલતી વૈકલ્પિક શાળા અને એના માધ્યમથી થતા કામો અંગે ગાડલિયા પરિવારોને ખ્યાલ આવ્યો અને એમણે પોતાના બાળકોને ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. શરૂઆતમાં એકાદ મહિનો બાળકો સાથે વાલીઓ રહ્યા પણ મહિના પછી મોટાભાગના વાલીઓ બાળકોને લઈને દવા વેચવા જતા રહ્યા. ઘણી સમજાવટના અંતે હવે ૮૦ % પરિવારો પોતાના બાળકોને વસાહતમાં મુકીને જવા માંડ્યા છે. બાળકોને સાચવવા બહેનો ઘરે રહે છે. ભાઈઓ કામ ધંધા માટે આસપાસના વિસ્તારમાં ૧૫-૨૦ દિવસ માટે જાય વળી પાછા વસાહતમાં આવીને રહે.. આ બાળકોને vssmના બાલદોસ્ત રીનાબેન ભણાવે છે. તાજેતરમાં સરકારે પણ આ બાળકોને ભણાવવાની વ્યવસ્થા vssm ની રજૂઆતને ધ્યાને લઈને કરી છે.
આ પરિવારો પહેલાં ગધેડાં પર સામન લઈને ગામે ગામ ફરતાં. હવે તેઓ મેટાડોર કે એ પ્રકારની ગાડી મૂળ તો ભંગાર અવસ્થાવાળી પાંચ પરિવારો ભેગા થઈને ખરીદે અને એને લઈને ગામે ગામ ફરે છે. હવે કુટુંબ કબીલા સાથે ફરવાનું પણ બંધ થઇ રહ્યું છે. પોલીસ એમને રંજાડે પણ છે, એમની પાસે જડીબુટ્ટી વેચવા માટેનું લાયસન્સ માંગવામાં આવે છે. આમ હવે આ પરિવારો પણ થાક્યા છે. કેટલાક વ્યક્તિઓએ મોરબી આસપાસ ફેકટરીમાં પણ કામ શરુ કર્યું છે. હવે એમની ઈચ્છા સ્થાઈ વસવાટની છે. એમણે પ્લોટની માંગણી કરતી અરજી કરી દીધી છે પણ હજુ સુધી એને લઈને કોઈ કાર્યવાહી થઇ નથી. કોણ જાણે એમના પગને વિશ્રામ મળવામાં હજુ કેટલી વાર લાગવાની છે?
ફોટોમાં બાળકોને ભણાવતા vssmના બાલદોસ્ત રીના અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે...
No comments:
Post a Comment