Thursday, October 19, 2023

Extremely thankful to Krupaben for her generosity...

Box of donation given by Smt. Krupaben to VSSM 

" Are you available in the office ? I want to meet you"

Got a call on our mobile phone. Himali received this call from Krupaben. At the given time Krupaben came to our office &  handed a box to us saying that this is her donation.. This was the first instance where someone had come to our office with a donation in a box. It was interesting. 

We first thought that it would be a loose change of coins that she may puting inside the box. But no it was not so. Krupaben was putting  in the box 5% of the profits from her business. 

Her philosophy was that everyone lives for oneself but to be happy one must also contribute towards the happiness of others. It was indeed a very enriching thought. I could not spend much time with her as I had to go out. She said we will meet again with another box. It was about 4 months when we met again at our office. We had not yet opened her first donation box. She asked us to open both the boxes because it may contain Rs 2,000 currency notes which would become redundant after 30th September. 

We talked a lot with Krupaben on that day. We found her to be very brave, generous and most importantly very inspirational. After she left we opened both the boxes and we found a sum of Rs 1,57,189. We had never imagined that the box would contain such a large donation. She does small business. She was the provider of her family. It is not easy to donate such a large sum in such a situation. 

Extremely thankful to Krupaben for her generosity. We will use this funds for building houses or for ration kit distribution to elders, wherever needed. 

Keeping a donation box in the house is a brilliant thought. For all who cannot donate at one go, can drop small amounts regularly in the box at regular intervals on the occasion of a certain pleasant event. In this we contribute to someone else's happiness too. 

I hope we all learn this from Krupaben.

She did not like to be photographed, so we are putting the photograph of the box she gave her donation in.

'તમે ઓફીસ છો? મળવા આવવું છે..'

અમારી ઓફીસના સેલફોન પર ફોન આવ્યો. 

હિમાલીએ ફોન પર વાત કરનાર બહેનને સમય આપ્યો ને કૃપાબહેન આવી પહોંચ્યા ઓફીસ પર. એમના હાથમાં હતો એક ડબ્બો.

એમણે કહ્યું, 'આ મારુ ડોનેશન'

આમ ડબ્બો કે ગલ્લો લઈને કોઈ ડોનેશન આપવા આવ્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો. વાત રસપ્રદ હતી. 

પહેલાં લાગ્યું ઘરમાં પરચૂરણ રકમ આ રીતે ડબ્બામાં નંખાતી હશે. પણ પછી કૃપાબહેને ચોખવટ કરી એટલે ખ્યાલ આવ્યો કે, એ જે બીઝનેસ કરે એમાંથી જે કમાય તેમાંથી પાંચ ટકા રકમ એ આ ડબ્બામાં નાખે..

એ કહે, 'પોતાના માટે તો સૌ કોઈ જીવે પણ અન્યોની સુખાકારીમાં નિમિત્ત ન બની શકીએ તો એ સુખ શું કામનું?'

મજાની વાતો હતી કૃપાબહેનની. મારે બહાર નીકળવાનું હોવાથી હું એમની સાથે ઝાઝુ બેસી નહોતી શકી. પણ એમણે કહેલું, આપણે ફેર મળશું બીજા ડબ્બા સાથે.

એ વાતને ચારેક મહિના થયા. એમનો પહેલો ડબ્બો પણ અમે ખોલ્યો નહોતો. એની એમને ખબર હતી. 

એમનો બીજો ડબ્બો આપવા આવવું છે એવો ફોન આવ્યો ને આવ્યા. એમણે કહ્યું, 'આ બેય ડબ્બા ખોલી દેજો એમાં 2000ની નોટ હશે. સપ્ટેમ્બર પછી એ કોઈ કામની નહીં રહે માટે..'

એ પછી ઘણી વાત થઈ. એકદમ હિંમતવાન, દિલદાર અને સૌથી અગત્યનું પ્રેરણા આપે એવા બહેન.

એ ગયા પછી અમે બેય ડબ્બા ખોલ્યા ને એમાંથી  1,57,189 જેટલી રકમ નીકળી. અમને આટલી મોટી રકમની કલ્પના નહોતી. નાનકડો બીઝનેસ કરે, ઘરના કર્તાહર્તા એ. આવામાં આવા વિચાર સાથે આવડી મોટી રકમ કાઢવી સહેલીવાત તો નથી..

કૃપાબહેનનો ઘણો આભાર ને એમની લાગણી પ્રમાણે આ રકમ બા દાદાઓના ઘર બાંધવા, રાશન ટૂંકમાં જ્યાં જરૃર છે ત્યાં વાપરીશું.

પણ આવા ડબ્બા એક સામાટી ચેરીટી ન કરી શકનારે પોતાના ઘરમાં રાખવા જોઈએ. કોઈ શુભકાર્ય પાર પડ્યું તો એમાં ચોક્કસ રકમ નાખી દેવાય ને એ બહાને બીજાના શુભમાં નિમિત્ત પણ બનાય.

આશા રાખુ કૃપાબહેન પાસેથી અન્યો પણ શીખે.. 

આભાર કૃપાબહેન. એમને પોતાનો ફોટો મુકાય એ ન ગમે માટે એમના તરફથી મળેલા ડબ્બાનો ફોટો...

 #MittalPatel #vssm #donation #fromhearttoheart #Salute


No comments:

Post a Comment