Virakaka and Ishaba gets monthly ration kit under our mavjat karyakaram initiative |
"He is hard of hearing & also getting senile. He gave up working since many years. I used to do labour jobs but now my body is not fit to work hard. Even if an old lady like me wants to work, who will take me to work? The struggle continued & we managed to barely survive. One Jain family in the village used to provide us with food for one time in a day. We had no idea where our second meal would come from. It was always a worry. I had to beg and manage somehow. Sometimes I felt that I should ask the same family who gave us one meal to give two. But it's not good to ask like that".
This is the life of Ishaba staying in Varsoda Village of Gandhinagar. Ishaba's husband Virakaka sat quietly & listened to her .
The teacher in the village Shri Ashwinbhai informed our colleague Shri Rizwanbhai about Ishaba's plight. We agreed to give her enough ration that would meet her need of one more meal. It is now comfortable for the elderly couple.
When we went to meet them, I asked to lay a cot on the courtyard and told Virakaka to sit on it. I then requested Ba to sit next to Virakaka. She refused to sit on the cot. After much persuasion she sat but immediately Virakaka got up. He then sat on the chair. They believe that In the presence of others they both cannot sit on the cot together. However we had a nice time chatting with them. We help such elders about 600 of them every month. Even you can be a guardian to them. They need you.
I am thankful to all our well wishers whose regular help, help us to make the lives of dependent elders comfortable. Thank You very much.
'એમને કાને ઓછુ સંભળાય, હવે તો મગજેય બહુ કામ નથી કરતું. ઘણા વર્ષોથી એમણે કામ મુકી દીધું. હું મજૂરી કરતી ને ઘર ચાલતું. પણ હવે હાથ પગ કામ કરતા બંધ થયા.
મારા જેવી ડોશીને કામ કરવું હોય તો કામે લઈ કોણ જાય?
આવામાં હખડ હખડ ગાડુ ચાલતું. ગામના એક જૈન પરિવાર તરફથી અમને એક ટંક ટીફીન મળે. બીજા ટંકની ચિંતા કરવાની રેતી. માંગી ભીખીને એ બધુ ગોઠવતી. ક્યારેક એક ટંક ટીફીન આપનારને કહેવાનું મન થતું કે ભઈ'સાબ બે ટંકનું આપો ને તો જફા ઓછી.. પણ એમ થોડી મંગાય?'
ગાંધીનગરના વરસોડાગામના ઈશાબાની વાત. તેમના પતિ વીરાકાકા જ્યાં સુધી ઈશાબા અમારી સાથે વાત કરતા ત્યાં સુધી ચુપચાપ આ બધુ સાંભળી રહ્યા.
ગામના શિક્ષક અશ્વિનભાઈએ ઈશાબાના પરિવારની વાત અમારા કાર્યકર રીઝવાનભાઈને કરી અને VSSMમાંથી એમને એક ટંક આરામથી ખાઈ શકાય તે માટે રાશન આપવાનું શરૃ થયું.
બા ને કાકા બેયને હવે નિરાંત.
અમે મળવા ગયા ત્યારે આંગણામાં ખાટલો ઢાળેલો હતો. મે કાકાને ત્યાં બેસવા કહ્યું.. કાકા બેઠા પછી મે બાને એમની બાજુમાં બેસવા કહ્યું તો બા બેસે નહીં. ઘણો આગ્રહ કર્યો પછી બા બેઠા ત્યાં કાકા ઊભા થઈ ગયા.. એ પછી ખુરશી મંગાવી એમાં એમને બેસાડ્યા. બધાના દેખતા પતિ પત્ની એક ખાટલે ન બેસે એવું આ બેય માને...
ખેર એ પછી તો અમારી મજાની વાતો થઈ... આવા 600 માવતરોને અમે દર મહિને રાશન આપીયે. તમે પણ આવા માવતરોના પાલક બની શકો...
આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોની આભારી છું. તેમની મદદથી જ આટલા બા દાદાઓને નિરાંત આપવાનું થઈ શક્યું છે. આભાર.
#MittalPatel #vssm #mavjat #careforseniors #careforelderly #vasudhevkutumbakam
VSSM helps around 600 elders every month |
Virakaka and Ishaba receives ration kit from VSSM |
Mittal Patel meets our elderly couple during her visit to Gandhinagar |
VSSM Coordinator visits elderly couple every month to provide ration kit |
No comments:
Post a Comment