Tuesday, January 18, 2022

A humble request to the officials to resolve issues of such humans on priority basis...

Mittal Patel during her conversation with Lalabhai Gadaliya

“My mother keeps ill,  majority of whatever little I earn is spend towards her medicines.”

“Why don’t you get a Ma Card issued for free medical treatment at government hospitals.”

“I have been trying for the same since a very long time, twice I got the income proofs issued  yet the card has remained elusive. I am tired of this entire process.”

During my conversation with a very disappointed Lalabhai Gadaliya, resident of  Devgama in Mahisagar’s Balasinor block I also learnt that he borrowed Rs 10,000 at a daily interest of 18 to 20 percent. The entire account was maintained in the dairy he showed me.

The shanty he called home  was surrounded with muck and muddy slush that provided a perfect breeding ground to mosquitoes and flies. Lalabhai brings cast iron skillets, slotted spoon and likes to sell from his front yard charpoy kiosk. Apart from this he also makes iron tools.

“Ben, Vinodbhai (VSSM team member) has helped us make application for allotment of residential plots, but we aren’t sure when would that happen…” the gloomy conditions had definitely immersed Lalabhai in sadness. And it was obvious to happen. Poverty and deprivation can break even the strongest beings.

We will be appealing to the government for the speedy issuance of Ma card and processing of the plots and also help him with a loan so as to free him from hefty interest rates of private money lenders.  

It does pain us to witness people undergo so much distress for avoidable reasons. A humble request to the officials to resolve issues of such humans on priority basis.

 'મારી મા બિમાર રહે છે. થોડું ઘણું કમાઉ એમાંથી ઘણું ખરુ દવા પાછળ ખર્ચાઈ જાય'

'પણ તમે સરકારી દવાખાનામાં મફત સારવાર થાય તે માટે મા કાર્ડ કેમ કઢાવી લેતા નથી?'

'એ માટે કેટલા વખતથી દોડુ છું આ જુઓ બે વખત તો આવકોનો દાખલો કઢાવીને આપ્યો પણ કાર્ડ હાથમાં આવતું નથી. થાકી ગ્યો છું બેન'

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવગામમાં દેવચોકડી પાસે રહેતા લાલાભાઈ ગાડલિયાએ ભારે હૈયે આ વાત કરતા પોતે દસ હજાર દૈનિક 18 થી 20 ટકા વ્યાજે પૈસા લાવતા હોવાનું કહ્યું અને વ્યાજના લેખા જોખા જેમાં રહે તે ડાયરી બતાવી. 

એ જ્યાં છાપરુ કરીને રહે તે છાપરાંમાં ને છાપરાં બહાર ભયંકર કાદવ કીચડ થયેલો. મૂળ છાપરાં બાજુમાંથી પસાર થતી પાઈપલાઈન તૂટી ગઈ હોવાના લીધે તે છાપરાંમાં માખી મચ્છરનો ઉપદ્રવ પણ ખરો.

તવી, ઝારા વગેરે સામાન લાવે ને છાપરાંની બહાર ખાટલે મુકીને એ વેચે.. આ સિવાય લોખંડના ઓજારો ઘડવાનું પણ એ કરે.

'બેન આ વિનોદભાઈ (અમારા એ વિસ્તારના કાર્યકર) એ અમને પ્લોટ મળે એ માટે અરજી કરી દીધી છે. પણ કોણ જાણે ક્યારે પ્લોટ મળશે...'

લાલાભાઈને નિરાશા ઘેરી વળી હતી.. જોકે નિરાશ થવાય એવી જ સ્થિતિ હતી. ખેર સરકારમાં રજૂઆત કરીશું કે લાલાભાઈને ઝટ પ્લોટ ને મા કાર્ડ મળે.. સાથે એમને તગડાં વ્યાજમાંથી મુક્તિ મળે ને તેમનો ધંધો વધે તે માટે લોન આપવાનું પણ કરીશું.

પણ આવી તકલીફમાં જીવતા વ્યક્તિઓને જોઈને જીવ બળે છે.... અધિકારીઓને વિનંતી આવા માણસોના કામ ઝટ કરવા...

#MittalPatel #vssm

Lalabhai brings cast iron skillets, slotted spoon and likes
 to sell from his front yard charpoy kiosk.



The shanty he called home was surrounded with muck and
muddy slush that provided a perfect breeding ground
to mosquitoes and flies

The entire account was maintained in the dairy 

Mittal Patel meets lalabhai gadaliya


No comments:

Post a Comment