Governement officials of Gondal meets nomadic families |
Whom would you call a good officer?
A question I get frequently asked while speaking a public lectures. “One who is interested in public welfare, one who does not procrastinate progress behind the tangles of rules and regulations, but makes progress possible even within the limiting rules and regulations,” remains my response.
The government has allotted residential plot to 159 nomadic families of Gondal. The next step was to begin construction on the same. Social Welfare officer Pandya Saheb is as compassionate as Aal Saheb. Both the officers had realised that the government aid of Rs. 1.20 lakhs is not enough for construction of a decent house.
Aal Saheb asked us to construct the houses of these families.
VSSM had bitter experience of constructing 65 houses at Rajkot’s Rampara Beti. The settlement had no facility for water. Despite our repeated appeals to the concerned authorities, they did not act. As a result, VSSM had to spend Rs. 5.30 lacs on water alone. Apart from this the efforts we had to put in to change the documents of identity and proofs have tired us. The construction of sanitation units can be accomplished under the MNREGA, but that too cannot be availed at Rampara Beti.
As a result of the above mentioned challenges we have far exceeded our construction budget in Rampara Beti. What if we experience similar challenges at Gondal?
We shared about these challenges with Shri Rajesh Aal sir, following which he immediately put his team to action. The Block development officer, Mamlatdar and all the concerned officials were summoned where he shared the intention of supporting construction of houses for these 159 families and instructed to accomplish the task within the stipulated time frame. He directed the officials to provide power and water connections within 10 days and to level the land within the same time frame too. Aal sir also expressed the need to bring in other well-wishers to contribute to the cause so as to build a strong house at the first instance.
Such compassionate officials are rare to find, I salute his sentiments towards the marginalised. No one is ever bothered to find if the houses were ever constructed on the allotted plots or to check the difficulties the families face as they begin to construct their houses.
If each official begins to work as Aal Saheb and Pandya Saheb, it is for sure that this county would not have a single homeless family.
As I began to leave after meeting the families who had been allotted the plots, a lady walks up to me and says, “Ben, we live in huts made with jute roofs. Summers are endured but it is a challenge to pass winters and monsoons. Kindly ensure that our houses are built as soon as possible. I am a rag picker but will pay Rs. 10,000 towards the construction of my house. Such amazing sentiments under such difficult living conditions.
We are grateful to the officials of Gondal for being instrumental in ensuring these families have a roof over their heads.
Almighty is definitely pleased with your gesture. May it inspire other officials to take such initiatives…
અચ્છા અધિકારી કોને કહેશો?
મોટાભાગે વ્યાખ્યાન આપવા જવું ત્યારે લોકો દ્વારા આ પ્રશ્ન અચુક પુછવામાં આવે ને હું કહુ, જેમને પ્રજાના કલ્યાણમાં રસ હોય જે ફલાણા ને ઢીંકણા નિયમો બતાવી કાર્ય ટાળવાની જગ્યાએ નિયમોને લોકોને અનુકુળ પડે તેવા બનાવે તે મારે મન અચ્છા અધિકારી...
આવા અચ્છા અધિકારીનો આજે પરિચય કરાવું.. વાત છે ગોંડલના પ્રાંત કલેક્ટર શ્રી રાજેશ આલ સાહેબની..
ગોંડલમાં વિચરતી જાતિના 159 પરિવારોને સરકારે રહેવા પ્લોટ ફાળવ્યા. હવે વાત આવી મકાન બાંધવાની.. સમાજ કલ્યાણ અધિકારી પંડ્યા સાહેબ પણ આલ સાહેબ જેવા જ લાગણીવાળા. તેમણે અને આલ સાહેબે જોયું કે સરકાર મકાન બાંધવા 1.20 લાખ રૃપિયાની સહાય પ્રત્યેક પરિવારને કરે પણ તેમાં ઘર બાંધવું મુશ્કેલ.
આલ સાહેબે અમને આ પરિવારોના ઘર બાંધવાનું કામ માથે લેવા કહ્યું...
રાજકોટના રામપરા બેટીમાં 65 વિચરતી જાતિના પરિવારોના ઘર બાંધવાના અનુભવો કડવા હતા. રામપરાબેટી વસાહતમાં પાણીની વ્યવસ્થા નહોતી
તંત્રમાં રજૂઆત કરી છતાં કોઈ વ્યવસ્થા નહીં એટલે અમારે 5.30 લાખથી વધુ ખર્ચ પાણી પાછળ કરવો પડ્યો. આ સિવાય લોકોના આધાર પુરાવા બદલાવવા જે મહેનત કરવી પડી તે થકવાડી નાખે એવી..
વળી શૌચાલય ને મનરેગા અંતર્ગત પણ મકાન બાંધકામમાં મદદ મળે પણ આ બધુ રામપરાબેટીમાં અમે હજુયે મેળવી નથી શક્યા..
અમે ઘર બાંધકામમાં મદદ કરવાનું નક્કી કરેલું તેના કરતાં ખર્ચ અનેક ગણો વધ્યો..આવું ગોંડલમાં થાય તો?
રાજેશ આલ સાહેબ સામે આ બધી વાત કરી... ને એમણે તુરત એમની ટીમને કામે લગાડી. તાલુકા વિકાસ અધિકારીથી લઈને મામલતદાર શ્રી, નગરપાલિકા ને અન્ય લાગતા વળતા સૌને બોલાવી તેમણે 159 પરિવારોના ઘર બાંધકામમાં આપણે મદદરૃપ થવાનું છે એ ભાવના વ્યક્ત કરી ને સૌ અધિકારીઓને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા આદેશ આપ્યો. જમીનનું લેવલીંગ, પાણી અને લાઈટ તો દસેક દિવસમાં પહોંચાડી દેવાનું એમણે અધિકારીઓને કહ્યું... એ સિવાય મકાન સહાયમાં અન્ય સ્જનોને જોડવાનું એમણે કહ્યું જેથી મજબૂત ઘર બંધાય....
આવી ઉમદાભાવના વાળા અધિકારીઓ બહુ જુજ છે... તેમની આ લાગણીને સલામ કરુ છુ. બાકી પ્લોટ ને મકાન સહાય આપ્યા પછી કોઈ એ મકાન પૂર્ણ થયા કે નહીં તે જોવા જતું નથી અથવા વ્યક્તિ મકાન પુર્ણ નથી કરી શકતો તો કારણ તપાસવાનું થતું નથી...
આલ સાહેબ, પંડ્યાસાહેબની જેમ દરેક અધિ્કારી કામ કરવા માંડે તો આ દેશમાં ઘરવગરનો એક માણસ ન રહે એ નક્કી...
જેમને પ્લોટ ફળવાયા તેમની સાથે વાત કરીને હું નીકળી રહી હતી ત્યારે એક બહેને આવીને કહ્યું, બેન કંતાનના છાપરામાં રહીએ. ઉનાળો તો નીકળી જાય પણ ચોમાસુ ને શિયાળો કાઢવો બહુ કપરો.. તમે ઝટ ઘર બાંધવાનું કરજો. હું કાગળ વિણીને પણ મારુ ઘર બાંધવા તમને દસ હજાર આપીશ...કેવી સ્થિતિને કેવી ભાવના....
આવા પરિવારોને ઘર આપવામાં ગોંડલ અધિકારીગણ નિમિત્ત બનવાના.. આપ સૌનો ઘણો આભાર...
કુદરત તમારી આ પહેલ માટે ખુબ રાજી થશે...ને તમારી આ પહેલથી અન્ય અધિકારીઓ શીખે એમ ઈચ્છીશ...
#MittalPatel #vssm
Mittal Patel speaking to nomadic families |
Nomadic women shared her thoughts to Mittal Patel |
Mittal Patel meets government officials for nomadic families construction of houses |
No comments:
Post a Comment