Mittal Patel meets Champa Ma |
“See, I made you laugh,” Champa Ma.
Champa Ma has lost her eyesight and ability to work. It has been years she lost her husband, there is no one in the family. A lady from Thakkar community in Shihori provided refuge to Champa Ma, but after her demise Champa Ma had nowhere to go. Later, when she remembered Shihori’s Babubhai Raval, Champa Ma landed at his doorstep, the family embraced her and provided space to stay. On learning about her, VSSM started providing a monthly ration kit so that Babubhai’s family did not feel the burden and Champa Ma also remained a little relaxed.
As you can see in the images, Champa Ma adores her twin goats. “We cannot tie these goats away from her, Champa Ma would start shouting otherwise, and the goats also start bleating if they don’t see Champa Ma around!” Babubhai shared. We all broke into hearty laughter after hearing Babubhai.
“I cannot be of any service to others, at least I can take care of these goats. Ben, I felt really good that you came all the way to meet us.” Champa Ma shared as she reached out for my hand and held it.
“I too had come here to listen to this warm words of yours.” Champa Ma laughed again after she heard me say this.
VSSM cares and nurtures 184 elders like Champa Ma. We provide them ration kits or food (if they are unable to cook for themselves), anticipating that their later years are free from stress of finding food. One ration kit costs Rs. 1200, it gives food security to one individual for a month. And if we have more individuals like Babubhai, the world would be a better place.
The efforts of our Ishwarbhai and Kanubhai who remain relentless in ensuring help reaches those who deserve it the most.
તમે મને હસાડી દીધી... એવું ચંપામાએ હસતા હસતા કહ્યું...
એમની આંખોના દિવા ઓલવાઈ ગયા છે. હાથપગ પણ ઝાઝુ કામ નથી કરતા. એમના પતિને ગુજરે ગયે વર્ષો થયા. પરિવારમાં પણ બીજુ કોઈ નહીં. આવા નોંધારા થયેલા ચંપામાને વર્ષો પહેલાં શિહોરીના એક ઠક્કર બહેને આશરો આપેલો. પણ એ બહેન અવસ્થા થતા દુનિયા છોડી ગયા. ક્યાં રહેવું એ પ્રશ્ન ચંપા મા સામે હતો.
ત્યાં એમને યાદ આવ્યા શિહોરીમાં રહેતા બાબુભાઈ રાવળ. ચંપા મા બાબુભાઈના ઘરે આવ્યા ને કાયમી આશરો આપશોનું કહ્યું. બાબુભાઈ અને એમના પરિવારે હા પાડી ને ચંપા મા રહી પડ્યા બાબુભાઈના ઘરે...
અમારા ધ્યાને ચંપામા આવ્યા. અમે દર મહિને એમને રાશન આપવાનું શરૃ કર્યું. જેથી બાબુભાઈને ટેકો રહે ને ચંપામાના જીવને પણ સાવ માથે નથી પડ્યાનો હાશકારો થાય.
આ ચંપામાને ફોટોમાં દેખાય એ બકરી ઘણી વહાલી. બાબુભાઈ કહે, બકરીને અમારાથી ક્યાંય આઘી પાછી બંધાય નહીં જો બાંધીએ તો ચંપામા રાડો પાડે ને ચંપા મા ક્યાંક આઘા પાછા થાય તો બકરીબેન રાડો પાડે.. બાબુભાઈની વાત સાંભળી અમે સૌ હસ્યા ત્યાં ચંપા મા કહે, 'મારાથી બીજી સેવા નથી થતી પણ આ બકરીની તો કરુ..પણ બેન તમે આવ્યા તે મને ખુબ હારુ લાગ્યું..' એમ કહીને એમણે મારો હાથ શોધ્યો ને પકડ્યો...
'
બસ આ હારુ લાગ્યું એ સાંભળવા જ તમારી પાસે આવી હતી.. મારી વાત સાંભળી એ ફરી હસ્યા..ચંપા મા જેવા બીજા 184 માવતરોને અમે સાચવીએ. દર મહિને રાશન તો ક્યાંક જમવાની વ્યવસ્થાઓ કરીએ જેથી એમની પાછલી જિંદગી સુખેથી જાય.. એક માવતરને માસીક 1200નું રાશન આપીએ..જેથી એમને કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય..બાબુભાઈ જેવા માણસોને જોઈને દુનિયા જીવવા જેવી લાગે..
અમારા કાર્યકર ઈશ્વર અને કનુભાઈનો આભાર.. તેમણે ચંપામાને શોધ્યા ને વિગત અમારા સુધી પહોંચાડી...
#MittalPatel #vssm
Champa Ma held Mittal Patel's hand and thanked her |
Champa Ma with her Monthly ration kit |
Chamapa Ma adores her twin goats |
No comments:
Post a Comment