Rahul Gadaliya meets Mittal Patel to express his gratitude |
Rahul resides in Anand’s Sihol. 8 years ago he recovered from a freak injury which left some damage to his leg. He always complained about leg ache. Rahul is 22 years old now but the pain in his leg had become unbearable. The family showed his condition to numerous hospitals but no one was able to diagnose the condition. Finally, at a private hospital a treatment costing more than a lac rupees was prescribed.
Rahul Gadaliya’s family sells toys for living, they did not have that kind of money.
Someone in Rahul’s extended family knew VSSM and its work, they knew we assisted people in need receive proper treatment. It was suggested to bring Rahul to Ahmedabad’s Civil Hospital and spoke to VSSM’s Kiran after inquiring if he would help through the treatment.
Kiran informed Rahul to come to Ahmedabad without any worry or fear. Kiran was operated at Ahmedabad Civil and discharged after 11 days of stay at the hospital. He is much better now. After his discharge Rahul was in the office to express his gratitude. “I had not imagined to make it through this condition. I was tired of my visits to the clinics and hospitals. Everyone had advised me against treatment at Civil hospital, but here I am because of the assurance you had given me. I am much better now.”
Under the Sanjivani Aarogya Setu program VSSM supports medical treatment of the individuals who cannot afford medical treatments. Our dear Krishnakant Uncle and Indira Auntie have been providing financial assistance in this initiative.
We are so very grateful for the support they have been.
There are many like Rahul who cannot afford treatment at private hospitals for whom Civil Hospital is a good alternative. If you know anyone in need of treatment do get in touch with Kiranbhai at +91 84017 26987.
રાહુલ આણંદના સિહોલમાં રહે.. 8 વર્ષે પગમાં કાંઈક ઈજા થઈ એ વખતે તો સાજા થઈ જવાયું. પણ કોણ જાણે શું ખામી રહી તે પગમાં સતત દુખાવાની ફરિયાદ રહ્યા કરે.. હાલ એમની ઉંમર 22 વર્ષની પણ છેલ્લા બે વર્ષથી તો પીડાએ જીવવું દોઝખ કરી નાખેલું.
કાંઈ કેટલાય દવાખાને બતાવ્યું પણ દરદ પકડાય નહીં. છેવટે એક ખાનગી હોસ્પીટલે દરદના ઈલાજ માટે એક લાખથી વધુનો ખર્ચ કહ્યો.
રમકડાં લાવીને વેચવાનું કામ કરતા રાહુલભાઈ ગાડલિયા કે તેમના પરિવાર પાસે નાણાંકીય સગવડ નહીં..
રાહુલભાઈના સગા vssmના કામોથી પરિચીત. અમદાવાદ સિવીલમાં અમે સાથે રહીને આ પ્રકારની બિમારીવાળા દર્દીની સારવારમાં મદદ કરીએની વાત એ જાણે. એમણે રાહુલને અમદાવાદ સીવીલમાં બતાવવા કહ્યું ને અમારા કાર્યકર કીરણ આ કાર્યમાં મદદ કરશેનું કહી કીરણ સાથે વાત કરી.
કીરણે ચિંતા વગર અમદાવાદ આવવા કહ્યું. અમદાવાદ આવ્યા પછી ઓપરેશન થયું.11 દિવસ હોસ્પીટલ રહેવું પડ્યું. પણ હવે એ સંપૂર્ણ સ્વસ્થ છે.
આજે હોસ્પીટલમાંથી રજા આપી એ આભાર માનવા ઓફીસ પર આવ્યા. રાહુલભાઈએ કહ્યું, 'બચવાના કોઈ આસાર નહોતા. દવાઓ ને દવાખાનાથી થાક્યો હતો. સિવીલ માટે તો સૌ કોઈ ના પાડે પણ તમે ભરોષો આપ્યો ને હું આવ્યો. જુઓ હવે મને સારુ છે'
અમે સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આવા દર્દીઓને મદદરૃપ થવાનું કરીએ છીએ. જરૃર પડે આર્થિક મદદ પણ કરીએ. આ કાર્ય માટે આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા આંટી મદદરૃપ થઈ રહ્યા છે એમનો ખુબ ખુબ આભાર...
રાહુલભાઈ જેવા ઘણા દર્દીઓ જેઓ પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા તેવા દર્દીઓ માટે સીવીલ ખુબ સારો વિકલ્પ છે. આ માટે જરૃર પડે અમારા કાર્યકર કિરણભાઈ - +91 84017 26987નો સંપર્ક કરી શકાય.
#MittalPatel #vssm
No comments:
Post a Comment