Tuesday, January 05, 2021

VSSM's tree plantation programme is successful with remarkable participation of the village...

Mittal Patel with village elders who visited tree 
plantation site for supervision

Banaskantha’s Mudetha, a village drenched in the bhakti and spiritual activities promoted by Swadhyay Pariwar. It was not difficult to make them understand the value of tree around us. They live the phrase, ‘Chod ma Ranchod’/ God exists in trees and nature around us. As part of their Swadhyay endeavour, they already have a forest growing around their village boundary.

In 2019-20, awed by the village’s dedication towards raising trees, we proposed community-supported tree plantation drive in the village. The leadership agreed and we planted 650 trees around the village crematorium,  592 have already taken roots.

Village elders like Nathakaka regularly visit the plantation site to ensure that the trees are cared and nurtured well.

“On my way to the crematorium.” Kaka jokes when people ask him where is he headed to. Kaka makes daily rounds of the plantation site at the crematorium to supervise the plantation site.

VSSM pays remuneration to Vruksh Mitra so that he performs his job responsibly. A Vruksh Mitra has been appointed at Mudetha as well.

In the picture – the trees at Mudetha crematorium and the village elders who visit the site for supervision.

We have planned a massive plantation drive at Banaskantha in June and July 2021. The plan is to plant 1 lac trees. This is a task which requires community participation.

We request everyone to join this noble deed.

બનાસકાંઠાનું #મુડેઠા..

પાંડુરંગદાદાએ શરૃ કરેલી સ્વાધ્યાય પ્રવૃતિથી રંગાયેલું ગામ.. છોડમાં રણછોડ એ વાત ગામમાં કોઈને શીખવવી ન પડે. સ્વાધ્યાય પ્રવૃતિથી પ્રેરાઈને ગામલોકોએ પોતાની મેળે પણ એક વન ઊભુ કર્યું. 

ગામના સૌની વૃક્ષોના જતનની લગનને જોઈને એક જગ્યાએ ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરવાની વાત અમે 2019 - 20માં ગામના સરપંચ સમક્ષ કરી અને ગામના સ્મશાનમાં અમે 650 જેટલાં વૃક્ષો વાવ્યા. જેમાંથી 592 વૃક્ષો સરસ થઈ ગયા.

ગામના નાથાકાકા જેવા વડિલો નિયમીત સ્મશાનની મુલાકાત લે અને ઝાડની માવજત બરાબર થઈ રહી છે કે નહીં તે પણ તપાસે. કાકા કહે, 

'હું ગામમાંથી નીકળતો હોવું ત્યારે ક્યારેક લોકો પુછે કે કાકા ચો હેંડ્યા ત્યારે હું કહેતો હોવું છું, મહોણિયે..' કાકા આટલું કહી હસ્યા ને પછી કહ્યું, '

આમ તો બધાએ છેવટે તો અહીંયા જ આવવાનું છે ને... ' 

અમે વૃક્ષમિત્ર વાવેલા ઝાડના જતન માટે રાખ્યા છે. જેમને માસીક સેવક સહાય આપીએ. જેથી એ ચોક્કસાઈ રાખી ઝાડને સાચવે. 

ફોટોમાં મુડેઠાના સ્મશાનમાં થયેલા વૃક્ષો અને આ વૃક્ષોના હાલચાલ પુછવા નિયમીત સ્મશાનની મુલાકાત લેનાર વડિલો.. 

2021ના જુન, જુલાઈ મહિનામાં #બનાસકાંઠામાં 1 લાખ ઝાડ વાવવાનું આયોજન છે. પણ ગામની ભાગીદારી આ માટે જરૃરી. 

સ્વાર્થ મુકીને પરમાર્થના આ કાર્ય માટે સૌ આગળ આવે એવી ભાવના...

#MittalPatel #vssm



The trees at Mudetha crematorium

 We planted 650 trees around the village crematorium, 
592 have already taken roots.

Mudetha tree plantation site




No comments:

Post a Comment