Mittal Patel meets Amrabapa when he visited Golvi village |
I happen to meet Amraa Bapa when I was at Banaskantha’s Golvi village recently. The clothes he adorned gave a glimpse into his love for greens and the care he takes for the planted trees. “You will have to come home today,” he insisted. His sons have decent jobs, are settled well. They also are into dairy farming.
“Everyone in the family asks me to leave all this and rest, I have lived and worked for myself and my family. This is for others, for the greater good. Now I need to create a bank balance that will talk of my good deeds when I meet the Almighty. And the joy this work brings is priceless.”
In 2019, on the insistence of its Sarpanch Dashrathbhai and tree-loving elder Dharmabhai we planted 1000 trees around its cricket ground. Amraabapa and Dhramabhai nurtured and raised the trees well.
“If I had a room here, I will not need to go home. Just live here with these beautiful souls (trees) and care for them!”
Every village needs individuals like Amraabapa, Dharmabhai and leaders like Dashrathbhai who do everything in their power to ensure the village and its future generations benefit. Dashrathbhai not only spared land for plantation but also created irrigation facility for the trees. VSSM just supports Vriksh Mitra remuneration and pesticides when needed, rest it is the village’s responsibility to ensure the trees are well looked after.
It always brings immense joy and zeal when people join in the efforts and the efforts payoff so well.
We are grateful to all our well-wishers who have supported this cause.
The plan is to plant 1 lac trees this monsoon. Waiting for the villages to come forward with positivity and consent.
બનાસકાંઠાનું ગોલવી..
હમણાં ગોલવી ગઈ ત્યારે અમરા બાપા મળ્યા. મેલાં ઘેલાં કપડાંમાં વૃક્ષોની ખરા મનથી એ ચાકરી કરે. મને કહે, 'આજે તો તમારે મારા ઘરે આવવું જ પડશે..'
એમના દીકરા સરસ જગ્યા એ નોકરી કરે. ઘરે દૂધાળાં ઢોર પણ ઘણા.
બાપા કહે, 'મારા છોકરાં ને ઘરના બધા ના પાડે કે હવે મૂકો આ બધુ. પણ બેન હું તો પરમાર્થ માટે આ કરુ. પોતા માટે તો અત્યાર સુધી ઘણું જીવ્યા, ઘણું ભેગુંયે કર્યું પણ હવે વારો છે ઉપર જઈએ ત્યારે બતાવવાના બેંક બેલેન્સ ભેગું કરવાનો... અને આમાં જે આનંદ છે એનું કોઈ મુલ્ય નથી..'
કાકાએ સંસારનું સાચુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
ગોલવીમાં 2019માં અમે ગામના સરપંચ અને વૃક્ષપ્રેમી ધરમાભાઈના આગ્રહને કારણે વૃક્ષારોપણ કરેલું. ક્રિક્ટના મેદાનની ફરતે 1000 ઉપરાંત વૃક્ષો વાવ્યા ને ધર્માભાઈ ને અમરાબાપાના જતનથીએ વૃક્ષો સરસ ઉછર્યા.
બાપા કહે, 'બેન તમે અહીંયા જ એક રૃમ બનાવી દ્યો ને તો મારે ઘેરેય શું કામ જવું. બસ કુદરતની વચ્ચે રહેવું અને આ જીવો(વૃક્ષો)ને સાચવવાના'
દરેક ગામોમાં આવા વૃક્ષપ્રેમી અમરાબાપા ને ધર્માભાઈની જરૃર છે. સાથે દશરથભાઈ જેવા સરપંચની પણ જેઓ વૃક્ષારોપણ માટે જગ્યાની સાથે સાથે પાણીની સગવડ ને તાર ફ્રેન્સીંગની વાડ કરી આપે.
અમે તો વૃક્ષમિત્રને તેમણે કરેલી વૃક્ષોની માવજતની સેવક સહાય , વૃક્ષો ને વૃક્ષોને જરૃરી દવા પૂરી પાડીએ. બાકી મુખ્ય જવાબદારી તો એમની જ.. સૌના સહિયારા પ્રયાસો રંગ લાવતા દેખાય ત્યારે કાર્ય કરવાનો ઉત્સાહ બમણો થઈ જાય..
આ કાર્યમાં સાથે આવેલા અને મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર..
આ જુનમાં 1 લાખ વૃક્ષ કરવા છે. ગામ સામેથી તૈયાર થાય એની રાહ છે બસ...
#MittalPatel #vssm
Golvi Tree plantation site |
Golvi tree plantation site |
VSSM planted 1000 trees around cricket ground in 2019 |
No comments:
Post a Comment