Thursday, March 26, 2020

Let is all be for each other and for those is dire need of food…

Nomadic Child 
Ahmedabad’s Ramdevnagar houses a huge settlement/ghetto of Bawri community, most of whom are daily wage-earning labourers. 

Their houses are scant of food supplies and essentials, their small children are hungry. 

“Ben, can we have some grains?” Neniben Bawri was crying while asking me for help.

 The government is working a war footing to save millions of Indians, their efforts need to be saluted and call for huge appreciations.  

 I understand there are many families willing to help poor and deprived families around them,  but are unable to step out of their homes. Also, most do not have enough supply at home. The government’s PDS/Ration shops serve as an excellent platform to distribute grains to the poor. We request the government to activate the food grain distribution through these stores. The officials have told us that these stores will be functional from 1st April, which means  still a week to go. The daily wage earning families cannot sustain themselves without food for so long 

Officials from Rajkot requested a list of settlements from us to arrange for distribution of grains to these families. I hope other districts carry similar operations. 

I request farmers to share grains from their stockpile at home with the poor families in their villages. It is ok if you will send less milk to the dairy, please make buttermilk from it and give it to the needy families in your village who are in severe need of food. 

Let us all help each other overcome this unprecedented crisis on human race. Our empathy will help 21 days seem shorter for these extremely poor sections of our country. 

Let us follow our Prime Minister appeal to be concerned for others as well. 

I request you all to provide warmth and support to those in need!!

અમદાવાદના રામદેવનગરમાં બાવરી પરિવારોની મોટી વસતિ છે.
અહીં રહેનારા મોટાભાગના રોજનુંલાવીને રોજ ખાનારા..

ઘરમાં અનાજ નથી. મરચુ અને હળદર છે. નાના છોકરાં ભૂખ્યા છે.. બેન અનાજ મળે... આટલું બોલતા બોલતા નેનીબહેન બાવરી રડી ગયા..
સરકાર અત્યારે ભારતવાસીઓ માટે ખડે પગે છે. સરકારની આ કામગીરીને હું બિરદાવું છું તેમને સલામ કરુ છું..

ગરીબ અને તકવંચિતોને અમારા જેવા ઘણા મદદ કરવા ઈચ્છે છે પણ અમે બહાર નીકળી શકતા નથી. વળી અનાજનો પુરતો જથ્થો અમારી પાસે પણ નથી.
સરકારની સસ્તા અનાજની દુકાનોમાંથી આવા તકવંચિતોને રાશન આપવાની વ્યવસ્થા ઉત્તમ છે.. એ વ્યવસ્થા ઝડપથી સક્રિય કરીને સૌને રાશન આપવા વિનંતી.
1 લી એપ્રિલથી આ વ્યવસ્થા સક્રિય કરવાનું અધિકારી કહે છે પણ 1 લી એપ્રિલને હજુ છ દિવસ બાકી છે.

રાજકોટમાં અધિકારી ગણે જેમ અમારી પાસે વસાહતોની યાદી માંગી અને તેમણે અનાજ પહોંચાડવાની વ્યવસ્થા કરી દેશે તેમ કહ્યું તેમ અન્ય જિલ્લામાં થાય તેમ કરવા વિનંતી...

ગામડાંઓમાં ખેડૂતો પોતાના ઘરમાં ભરેલા ધાનમાંથી થોડું થોડું તમારા ગામમાં રહેતા આવા વંચિતોને આપજો. દૂધ ડેરીમાં ના ભરાય તો ચાલશે છાસ કરીને અનાજ સાથે છાસ પણ આપજો..

આવું કરશું તો 21 દિવસ તો ફડાકામાં નીકળી જશે..

આપણા વડાપ્રધાનની અપીલને આપણે માનીએ અને સૌની ચિંતા કરીએ..
આ ફોટોમા દેખાય એવી હૂંફ આપવા સૌને બે હાથ જોડી વિનંતી...

#humanity #humanrights #help #effect #coronavirus #covid19 #pandemic #helppeople #indiafightsagaistcorona
#virus #ahmedabad #gujarat #mittalpatel #મિત્તલપટેલ #કોરોનાવાઇરસ #કોરોના #માનવઅધિકાર

No comments:

Post a Comment