VSSM's Co-ordinator Tohid works for these nomadic families |
“My father has been mortgaged to bonded labour!” I was stunned at hearing this statement.
“Why?”
“We had borrowed money for our business from a fellow community man. The business suffered loss and we were unable to repay.”
“So?”
“My father stayed back at that person’s place as bonded labour!”
“What does he do there?”
“Whatever he is asked to do. My father also goes to sell bed sheets and blankets for that person and hands him over the daily earnings. He is just given Rs. 100 for food, that is all my father survives on. ”
“So, after all this hard work he puts in, does the interest get deducted?”
“No, the principal amount remains as is. We had borrowed Rs. 50,000, if we are unable to repay the amount before Holi, it will grow to 1 lakh and the amount for my father’s freedom will reach Rs. 2.5 lacs.
“This is wrong!!”
“You are right, but we cannot declare bankruptcy. We must repay the money we have borrowed.”
“But this is so unfair…”
Amirbhai Salat of Vijapur shared his plight. VSSM’s Tohid works with the nomads in the regions, he ensures the families he works with face minimal survival challenges. After the discussion, he took the matter in his hands and released Amirbhai’s father Rajubhai from the debt trap.
The lender did not pay any money for the work done by Rajubhai as his bonded labour. VSSM paid Rs. 50,000 of the principal amount.
Such stories do irritate me, I often tell these communities how come they frame such unethical norms. Lend money, don’t accept bankruptcy but how can one frame a norm of mortgaging a human being??
There is so much to work on with the nomadic communities…
મારો બાપ ગીરો મૂક્યો સે'
સાંભળીને નવાઈ લાગી..
'શું કામ ગીરો..'
'અમે ધંધા માટે અમારા સમાજના એક માણસ પાસેથી પચાસ હજાર ઉછીના લીધા હતા. ધંધામાં ખોટ આવીને પૈસા ભરી શક્યા નહીં.'
તો?'
'મારા બાપા એ માણસના ત્યાં ગીરો રહી ગ્યા'
'ત્યાં શું કરે?'
'એ માણસ કે એ બધુ કામ. સાથે એનો ચાદર વેચવાનો ધંધો. આ સિવાય મારા બાપા એની ચાદરો અને ગાલીચા વેચવા જાય. વકરો એ માણસના હાથમાં આપે. બદલામાં એ માણસ સો રૃપિયા આપે. ખાવા ખર્ચી પેટે. એટલે ખાઈને પડ્યા રહેવાનું'
'મહેનત કરે એ વ્યાજવી લીધેલી રકમમાં કપાય?'
'ના એ મૂડી તો ઊભી જ હોય. પચાસ હજાર લીધેલા એ હોળી સુધી મારાથી નહીં ભરાયા તો અમારી દેણાની રકમ એક લાખની થઈ જાય એમ કરતાં કરતાં મારા બાપાનું દેણું અઢી લાખે પહોંચ્યું'
'આ કેમ ચાલે. હળાહળ ખોટું છે'
'તમે ક્યો એ સાચુ પણ અમે નાદારી ના નોંધાવી શકીએ. અમે પૈસા લીધે છે તો અમારે ચુકવવા જ જોવે..'
'આવું ના હોય.. '
વિજાપુરના અમીરભાઈ સલાટ સાથે અમારી આ વાત થઈ. કાર્યકર તોહીદ આ લોકોની વચ્ચે તેમના કલ્યાણ માટે કાર્યરત આખરે એણે બાજી હાથમાં લીધી અને પેલા માણસ પાસેથી અમીરભાઈના બાપા રાજુભાઈને ગીરોમાંથી છોડાવી લાવ્યા.
જો કે કરેલા કામનું કોઈ વળતર પેલા માણસે આપ્યું નહીં અને મૂળ મૂડી રૃાપિયા પચાસ હજાર VSSMએ ભરપાઈ કરી.
આવી વાતો સાંભળું ત્યારે સખત ગુસ્સો આવે હું આ લોકોને કહેતી હોવું છું તમે એવા કેવા શાહુકાર છો.. ખોટુ શું કામ ચલાવવું. પૈસા આપવાની ના નહીં પણ આવા કડક ને ખોટા નિયમો શું કામ બનાવો. નાદારી ના નોંધાવી શકાય એ નિયમ તો વધાવવો જોઈએ પણ ગીરો મૂકવાનો નિયમ...
આવું ઘણું છે વિચરતી જાતિઓમાં.
#vssm #mittalpatel #Nomadic #denotifed #ntdntofindia
#humanrights #livewithdignity #eqaulity #socialjustice
#socialgood #issuesofnomadic #issuesofdenotified #vijapur #mehsana #gujarat
#justice #વિચરતા #વિમુકત #મિતલપટેલ #માનવઅધિકાર #વિજાપુર
#ગુજરાત
No comments:
Post a Comment