We are grateful to the government and society for a heartfelt response to our appeal…
The PDS stores will begin providing ration grains from 1st April, but our respected Chief Minister has instructed the authorities to ensure that food grains or meals reach the poor before that.
My appeal that the daily wage earning families in Viramgaum, Banaskantha, Rajkot are in dire need of food received prompt responses from officials as well as individuals from political wing ensuring that the families will receive food supplies by tomorrow.
The SDM from Deesa called up asking for the information of the deprived families of Kankrej and Deesa. “We will send grains and food supplies tomorrow,” he ensured.
The Viramgaum district Collector, MLA, Councillor, SDM, Mamlatdar have all geared up. They visited families in the settlements at 10.30 PM to better understand the conditions and assured them that the ration will reach them tomorrow.
Nagjibhai from Tharad’s Khanpur village ensured to personally go and provide grains to 10 families.
Husainbhai from Simasi village in Gir-Somnath has begun feeding Natda families with the help of 40 youth of his village.
Madhviben from Surendranagar has prepared kits for the needy families.
Numerous individuals have messaged me extending their help. I have tried connecting them to people and families in need. I am extremely grateful for this generous response.
It is humbling to witness humanity triumph during these trying times. People enthusiastically prepared to help each other. Our Prime Minister, Chief Minister, Doctors, Nurses, Government officials, Political Wing are all working hard to protect us all. My deepest regards to you all.
A small request, whereever you may be if you learn or find families with not enough food kindly call the Mamlatdar’s Office, they will ensure that the families receive food.
Stay home, stay safe and keep others safe!!
આભાર સરકાર અને સમાજ બેયનો...
ભલે રાશનની દુકાનો પહેલી એપ્રિલથી રાશન આપવાનું કરશે એવી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કરી પણ એ જાહેરાતની સાથે જ એમણે વહીવટીતંત્રને સૂચના પણ આપી, તમામ ગરીબોની વસતિમાં અનાજ, ભોજન પહોંચાડવાની....
મે વિરમગામ, બનાસકાંઠા, રાજકોટમાં લોકો ભૂખ્યા છે તે બાબતે લખ્યું..અને સાંજ સુધીમાં તો અધિકારીગણની સાથે સાથે પોલીટીકલ વીંગના માણસો પણ આમાંની કેટલીક વસાહતમાં પહોંચ્યા અને કાલ સુધી રાશન આપવાની ખાત્રી આપી..
ડીસા એસડીએમનો ફોન આવ્યો. કાંકરેજ અને ડીસામાં રહેતા ગરીબ પરિવારની માહિતી આપો.. એમના ત્યાં રાશન પહોંચાડવાનું અમે કરી લઈશું..
વિરમગામમાં પણ કલેક્ટર શ્રી, ધારાસભ્ય, કાઉન્સીલર, એસડીએમ. મામલતદાર સૌ સક્રિય થયા. રાતના સાડા દસે વસાહતમાં જઈને મળી આવ્યા. પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. કાલ સુધી રાશન આપી દેશે એમ જણાવ્યું..
તો થરાદના ખાનપુરથી નાગજીભાઈએ કહ્યું, બેન મારા ગામમાં દસેક પરિવાર છે રૃબરૃ મળી આવીને તેમને અનાજ આપવાનું કરી લઈશ.
તો ગીર સોમનાથના સીમાસીગામમાં રહેતા હુસેનભાઈએ નટડા પરિવારોને પોતાના ત્યાં 40 યુવાનોની મદદથી જમાડવાનું શરૃ કર્યું.
એસિવાય માધવીબેને સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારો માટે કીટ બનાવી..
અગણીત લોકોએ મેસેજ કર્યા કેવી રીતે મદદ કરીએ તે જણાવવા કહ્યું..મે સૌને સંપર્કો આપ્યા..આભાર આપ સૌનો...
આફતની આ ઘડીમાં માનવતા મહેકી છે.. સૌ એકબીજાને મદદ કરવા તત્પર થયા .ડોક્ટર, નર્સ, પોલીસ, અધિકારીગણ, પોલીટીકલ વિંગ, મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન શ્રી સૌ સક્રિય રીતે પ્રયત્ન આપણા સૌની સુરક્ષા માટે કરે છે..આપ સૌને મારા પ્રણામ...
આપ જ્યાં છો ત્યાં આવા કોઈ પરિવારો કે જેમની પાસે રાશન નથી તેવી માહિતી મળે તો આપ તત્કાલ મામલતદાર શ્રીનો સંપર્ક કરશો. ત્યાંથી તુરત રાશનની વ્યવસ્થા થઈ જશે.
સમાજ તરીકે આપણે ઘરમાં રહીએ અને આપણાથી કોઈને પરેશાની થાય નહીં તેની તકેદારી રાખીએ...
No comments:
Post a Comment