/mittal Patel meets Saraniya families of Bagasara |
‘Ben, even the birds have a nest to fly back home, please do something so that we have our own nests too!!” Navghanbhai Saraniyaa from Amreli’s Bagasara would urge me each time he would meet me. We had filed applications for allotment of residential plots to these families but seems the time wasn’t ripe.
The Saraniya Communities with the documents to their plots |
The current district collector is an extremely compassionate and proactive individual. He is also trying hard to adhere to our CM’s pledge of ‘housing for all’. Recently, he conducted a draw to decide which of the 112 Saraniya, Gadaliya and Devipujak nomads from Bagasara will be the first to receive the plots. In coming days the selected families will be handed over the documents to their plots.
Finally, after years of wait, these families will be receiving permanent plots to build their permanent nests. A decent nest, isn’t it something we all strive for?
The draw-of-lots in progress |
We are immensely grateful to respected Chief Minister, Shri Ishwarbhai Parmar, Minister for Social Justice and Empowerment, District Collector and administration whose compassion and hard work has made it all possible.
The draw-of-lots in progress |
પંખીઓન માળા હોય એમ અમારા માળા થાય એવું કાંક કરો બેન..
અમરેલીના બગસરામાં રહેતા નવઘણભાઈ સરાણિયા જ્યારે પણ મળે ત્યારે સતત આ વાત કર્યા કરે.
અમે રહેણાંક અર્થે પ્લોટ મળે તેની અરજી કરેલી. પણ સમય બરાબર પાક્યો નહોતો.
હાલના કલેક્ટર શ્રી બહુ ભલા માણસ. વળી રાજ્યના મુખ્યમંત્રી શ્રીનો પ્રકલ્પ આવા પરિવારોને ઘર આપવાનો. એટલે બગસરામાં રહેતા 112 વિચરતી જાતિના પરિવારો જેમાં સરાણિયા, ગાડલિયા અને દેવીપૂજકોને પ્લોટની ફાળવણી પહેલાં ક્યા નંબરનો પ્લોટ ફાળવાશે તે અંગેનો ડ્રો કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો. આગામી દિવસોમાં આ પરિવારોમાં જે નંબરના પ્લોટ મળ્યા છે તે નંબર સાથેની સનદ પણ મળશે.
કેટલા વર્ષોની મહેનત પછી આ પરિવારો પોતાની જગ્યા ભેગા થશે.
ભાર મુખ્યમંત્રી શ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, કલેક્ટર શ્રી તેમજ અમરેલી વહીવટીતંત્રનો...આપની લાગણીના લીધે જ આ બધુ શક્ય બન્યું.
અમારા કાર્યકર રમેશભાઈએ આ પરિવારોને પુરાવા એકત્રીત કરી આપવાથી લઈને તેમને પ્લોટ મળે તે માટે ખુબ મહેનત કરી. રમેશની આ મહેનત લેખે લાગી.
ફોટોમાં વસાહતમાં ડ્રો કરવા આવેલા અધિકારી તેમજ ડ્રો પછી પ્લોટ નંબર મળ્યાના કાગળ સાથે સરાણિયા પરિવારો તેમજ આ પરિવારો સાથે અમારી બેઠક થઈ તે વેળાના ફોટો...
#vssm #house #housing #dignity #empowerment #nomadic #denotified #help #motivation #success #business #gadliya #luhariya #devipujak #successstory #happiness #harwork #ngo #mittalpatel #struggle #ntdnt #NtdntGujarat #ntdntindia #4change #nonprofit #microfinance #humanrights #socialgood #sustainabledevelopment #socialimpact #વિચરતા #વિમુક્ત #સ્વાવલંબન #મિત્તલપટેલ #ઘરનુંઘર
No comments:
Post a Comment