Tuesday, December 25, 2018

VSSM initiated participatory water management work in Banaskantha

“Our Mutheda village is Swadhyayi, we have donated 26 bighas of  land to build a Tree Temple.
Mittal Patel talking about water mangement to people of Mudetha
We know how it is to survive without water. If our lakes have water,  not only the humans but the birds and the animals too will get water. These are all very virtuous works. We cannot be keep taking from nature and almighty all the time. It is our responsibility to give back and the Lakes do the work of giving back.”
Such profound and wise talk by  Bachubha of Banaskantha’s Mutheda to which even the Sarpanch Shri. Kantiji was in complete agreement.
During the water management in Mudetha

“If you deepen 2 lakes of our village a minimum of 500 farmers will benefit from it. Currently we are required to  lower atleast 50-60 pipes in the ground,  if we deepen the lakes that number will drastically reduce. The water tables have dropped down to 500-600 feet. Lakes will recharge the water tables.”
VSSM has initiated participatory water management works in Banaskantha. The leadership of Mudetha has accepted the responsibility of clearing and lifting the mud while we will be providing the JCB to excavate the soil. Apart from the contribution we will also be talking for creating a corpus to deepen the lakes in the village. It is planned that this corpus be maintained by a special committee only.
We are glad that the villagers are taking an initiative to preserve the underground water tables. Our pledge to make Banaskantha green again cannot succeed without the awareness and support of local leadership. And when the villagers decide to join the cause, nature too will need to pour down and step in to fill up the lakes.

I recently visited the lake deepening site and got talking with the villagers on water management issues. The ongoing work can be seen in the picture.

ગુજરાતીમાં અનુવાદ


'અમારુ આખુ મુડેઠા ગોમ સ્વાધ્યાયી... છવ્વી વીધા જમી અમે વૃક્ષમંદિર બનાબ્બા આલી દીધી. 
VSSM working in Mudetha
પોણીનું માતમ અમેય જોણીયે સીએ. તળાવ ગળાય તો પશુપક્ષી બધોયન પોણી મલતુ રે. ઓમ તો આ પરમાત્માનું કોમ કેવાય.
પરમાત્મા પાહેણથી બધુ લીધા કરીએ એ ના ચાલ. ઈન પાસુય આલવુ પડન. તળાવ એ પાસુ આલવાનું કોમ કર.'
આવી અદભૂત વાત બનાસકાંઠાના ડીસા તાલુકના મુડેઠાગામના બચુભા કરે.
સરપંચ શ્રી કાન્તીજીએ એમની વાતમાં સુર પુરાવતા કહ્યું, 
'તમે અમારા બે તળાવ ગાળશો ન ઈમોથી ગોમના ઓસામઓસા પોનસો (500) ખેડુતોન ફાયદો થસે. હાલ બોરમાં 50 થી 60 કોલમો નોખવી પડ. આ કોલમો તળાવ ગળાય તો ઓસી નોખવી પડ.' (પાણીના તળ પાંચછો છસો ફુટે પહોંચ્યા છે)
VSSM દ્વારા જળવ્યવસ્થાપનું કામ બનાસકાંઠામાં શરૃ કર્યું છે. ગામોનો સહયોગ સારો છે. મુડેઠાગામે માટી ઉપાડવાની જવાબદારી સ્વીકારી છે ને જેસીબીનો ખર્ચ સંસ્થા આપી રહી છે. ગામની આ સહભાગીતા સિવાય વધુ એક સહભાગીતા ગામ પોતે પણ તળાવ ખોદકામ માટે એક રકમ ભેગી કરે તેવી છે.
આગામી દિવસોમાં ગામલોકોની એક બેઠક કરીશું ને એમાં ફાળા માટે વાત કરીશું. આ ફાળો ગામના તળાવ ખોદકામમાં જ વાપરવાનું કરીશું ને એનો વહીવટ ગામલોકો જ કરે એ તો નક્કી જ.
પણ ગામો સામેથી #ભૂગર્ભજળની ચિંતા સેવી રહ્યા છે એનો આનંદ છે... આખુ બનાસકાંઠા હરિયાળુ કરવાની નેમ લીધી છે પણ આ નેમ ગામલોકો જાગૃત થાય તો જ પુરી થાય.. 
બાકી તો ગામલોકો તૈયાર થાય તો કુદરતનેય મોહર મારવા આવવું પડશે એ નક્કી. 
તળાવમાં થઈ રહેલું ખોદકામ જોવા જવાનું થયું તે વેળા ગામલોકો સાથે જળવ્યવસ્થાપન અંગે ઘણી વાતો કરી એ બધુ ને તળાવમાં થઈ રહેલું ખોદકામ ફોટોમાં જોઈ શકાય છે.

No comments:

Post a Comment