Mittal Patel with people of Ghrechana |
Humans will find water from anywhere, but the animals and birds who live in our village, where will they find water from??With decreasing rains how will they survive? If we deepen our lake and it gets some water our animals and birds will be relieved. The farmers have worked to bring Narmada waters to this land, we can also release that water in the lake. Honestly, not for us but for our animals and birds we have decided to deepen the lake ,” conveyed ghrechana’s Sarpanch Shri Jamabhai while agreeing to happily contribute for deepening of the village lake.
Ghrechana is a small village of Suigam block. Situated on the periphery of the Rann even at a mere 10 feet, the ground waters here are extremely saline. The community here survives on rainfed agriculture. Salinity means it is impossible to drill a borewell yet, to ease the drinking water crisis the government did try drilling once but that too has failed. Summers are terrible for this village. Water remains the most precious commodity here.
Mittal Patel discusssing about lake with people of ghrechana |
Jamabhai is absolutely correct when he says humans can still manage it is our cattle, birds and beasts we are worried about!
The span of the lake is vast but on the first sight it does not come across as a lake as most of it is levelled now. It looks more of a empty patch of land and not a lake. It is not possible to deepen it much but we are planning to factor in the age old wisdom of the village elders to deepen the lake as much as possible. The economic condition of the villagers is extremely poor however, they are willing to contribute for they worry about their animals and birds. To ferry the excavated mud they roped in the tractors from their relatives if they were not able to find their own. Here too VSSM provides the JCB rest of the expenses are to be taken care of by the community.
VSSM working in Ghrechana |
The partnership between VSSM and the village will for surly have an impact on its ability to preserve whatever little water it receives.
We will always remain grateful to all who have helped us address this chronic issue of water in an extremely marginalised and water deprived region. Our Naran remains the backbone of this initiative, it is his continuous hard work that we have such positive stories to share. Am so glad we are in this together.
મોણસ તો ગમે તોથી પીવાનું પોણી હોધી લાવશે પણ મૂંગા ઢોર, પંખીઓ, બીજા જીવજંતુ બચારા ચો જાય. અમારુ આ તળાવ ગળાય તો ઈમાં પોણી ભરઈન પડ્યું રે તો બધા જીવો ન ફાયદો રે. પાસી નર્મદાની લાઈન ગોમના સેડુ (ખેડુતો) લાયા હ્. તે એ લાઈનથીયે તળાવમોં પોણી નોખી હકાશે. એટલ હાસુ કહુ તો અમારા હાતર નહીં પણ મૂંગા પશુ પક્ષીઓ હાતર જ અમે આ તળાવ ગળાવવાનું નક્કી કીધુ.'
ગામના સરપંચ શ્રી જામાભાઈએ તળાવ ગળાવવા વિનંતી કરી ને જરૃર પડશે સાથ સહકાર આલશ એવું પ્રેમપૂર્વક કહ્યું.
સુઈગામ તાલુકાનું છેવાડાનું ગામ ધ્રેચાણા સાવ નાનકડુ ને રણને અડીને આવેલું. જમીનમાં દસ ફૂટ ઊંડા જાવ તો ખારુ પાણી મળે. ચોમાસુ ખેતી સિવાય અન્ય કોઈ આધાર અહીંયા જડે નહીં. આર્થિક રીતે ખુબ દુબળા ધ્રેચાણામાં બોરવેલ થઈ શકે એવી સંભાવના નહીંવત. જોકે પાણી પૂરવઠાવાળા બોર કરવા પ્રયત્ન કરે જેથી બધાને પીવાનું પાણી મળે પણ બોરવેલ ફેઈલ થઈ જાય છે. આવા ધ્રેચાણામાં ઉનાળામાં તો પીવાના પાણી માટેય વલખાં મારવા પડે એવી હાલત થઈ જાય.જામાભાઈની વાત તદન સાચી પાણીની આવી તકલીફમાં માણસ તો એની સગવડ કરી લે પણ મૂંગા ઢોર, પશુપંખી ક્યાં જાય?
Water management work going in Ghrechana |
ગામના તળાવનો વિસ્તાર ઘણો મોટો પણ પહેલી નજરે તળાવ જેવું લાગે નહીં.તળાવ લગભગ સમતળ જેવું થઈ ગયેલું.
તળાવ બહુ ઊંડુ કરાય એવી સ્થિતિ નથી પણ ગામની સમજણનો ઉપયોગ કરી તેઓ કહે તે રીતે ઊંડુ કરવાનું કરી રહ્યા છીએ. આર્થિક સ્થિતિ અત્યંત નબળી એવા આ ગામના લોકો પોતાના સ્વાર્થ માટે નહીં પણ પશુપંખીઓ સમગ્ર જીવસૃષ્ટિની ચિંતા કરે છે ને માટે જ તેઓ તળાવમાંથી નીકળતી માટી ઉપાડવા ટ્રેક્ટર પોતાના તો ક્યાંક સગાસંબધીઓના ત્યાંથી લઈ આવ્યા છે. VSSM જેસીબીનો ખર્ચ આપે ને માટી ઉપાડવાનું ગામલોકોના શીરે છે.
આમ ગામ અને સંસ્થાની સહભાગીતાથી સરસ રીતે તળાવ ઊંડા કરવાનું થઈ રહ્યું છે...
જેમની મદદથી આ બધુ થયું એ પ્રિયજનોનો આભાર... કાર્યકર નારણની સતત દોડધામથી જ આ બધુ સંભવ થાય છે એ હકીકત....સૌ સાથે છે એનો આનંદ....
No comments:
Post a Comment