Mittal Patel with Valaba and Okhima |
“We have endured this way of living for ages, we can manage to survive even underneath a tarpaulin but do something for these poor fellows!!! To us they are more than our children, we get up in the middle of night to check if they are all ok. It is our responsibility to take care of them!!”
Who do you think they are talking about??
Valabapa and Okhima Parkara Koli of Benap village are talking about the pigeons they have sheltered. This aging couple live under extremely poor conditions, earning their living as daily wagers. Few years back they bought home a pair of pigeons from Deesa, nurtured them, cared for them more than their own life. The love and protection they showered over the two gradually attracted pigeons from around the area. The couple welcomed them all with open heart. Today they are caretakers of around 2000 pigeons.
The couple are finding it difficult to sustain their family as well as this whooping number of birds they provide shelter to.
Pigeons at their home made by Valaba |
“A parent will never abandon her/his children, how can we even think of disowning this flock. They are children to us,” expressed Okhima.
The flock of Bapa and Ma is often attacked by other birds and animals of prey. The Shikra/hawk hovering around find it easy to prey upon such a huge flock. “Once we bought plastic net to wrap around the birds’ shelter but after it broke we haven’t been able to buy it again!”
On one occasion Valabapa’s son-in-law had come to attend a function along with his pet dog and the dog killed two pigeons. Valabapa felt so hurt that with folded hands requested his son-in-law to take his dog and leave. Such is his compassion towards his pigeons.
Mittal Patel with Pigeon at Valaba's place |
Had they been blessed with enough resources, Valabapa would have built a house for his pets. The family survives on bare minimum in such circumstances it is a challenge to meet the needs of this ever growing avian family. Yet with the limited means the family has built this simple looking house for the birds. However, what they need is a chabutra traditional raised platform like structure for birds.
We are grateful to Mumbai’s Maharshibhai who is an avid bird and wild-life enthusiast for contributing towards the construction of the chabutro. It is because of friends and our extended family like you that we can even imagine of providing protection to not just the humans but to such fauna as well.
Our respects to Valabapa for his unmatched compassion towards these birds.
ગુજરાતીમાં રૂપાંતર
'અમાર તો મેણીયું હશે તોય ચાલશે પણ તમે આમનું કાંક કરો..
સોકરાં કરતાય વધુ હાસવીએ સે. અન હાસવવા જ પડન. રાતના ઊઠી ઊઠી ન બધા બરાબર સે ક નઈ એ જોવું સુ.'
આટલું વાંચીને આ કોની વાત થઈ રહી છે તેવું લાગે ને?
વાત છે પારેવાની- કબૂતરની અને કબુતર સાચવનાર બેણપગામના વાલાબાપા અને ઓખીમા પારકરા કોળીની.
સાવ સામાન્ય સ્થિતિમાં રહેતો આ પરિવાર મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા વર્ષો પહેલાં ડીસા ગયેલા ને ત્યાંથી બે કબુતરા લઈ આવેલા ને એ બે ને જીવની જેમ સાચવ્યા ને એમાંથી આસપાસના બીજા બધાય એમની પાસે આવતા થયા. આમ કુલ બે હજાર કરતાય વધુ કબુતરોના એ આશ્રયદાતા બની ગયા.
પોતાનો સંસાર ને પારેવાનો આ સંસાર ગરીબ પરિવારને નભાવવો અઘરો પડે છે
'પણ આપણા સોકરાંને ઘરથી થોડા કાઢી મુકાય ઈમ પારેવાય સોકરાં જેવા જ સે તો એમને કેમ કાઢી મુકાય?' એવું ઓખીમાએ કહ્યું.
બાજ પક્ષી આવે ને કબૂતરને પગમાં દબાવીને લઈ જાય. જોઈને બેયનો જીવ કપાઈ ગયો. એટલે કબૂતર બચાવ માટે પ્લાસ્ટીકની જાળી લઈ આવ્યા. પણ આર્થિક હાલત કથળેલી એટલે જાળી એક ફેરા લાવ્યા તૂટ્યા પછી નવી નથી લાવી શક્યા.
વાલાબાપાના ઘરે પ્રસંગ હતો ને એમના જમાઈ એમનો પાળેલો કૂતરો લઈને વાલાબાપાના ઘરે આવ્યા.
કૂતરાએ બે કબૂતરને મારી નાખ્યા. વાલાબાપાનો જીવ દુભાવો. જમાઈને બે હાથ જોડીને કૂતરા સાથે પ્રસંગ છોડી ઘેર જવા કહી દીધુ. આવો અદભુત પ્રેમ વાલાબાપાનું આખુ કુટુંબ કબુતકો ને કરે.
પૈસા હોય એ તો બધુયે કરી શકે પણ પૈસા ના હોય. પોતે શેર લાવી ને ખાતા હોય આવામાં જીવદયા કરવી એના માટે તો જીગર ને ખુબ મોટુ મન જોઈએ..
કબૂતર હાલ જ્યાં રહે છે તે જગ્યા નાની છે. મહેનત કરીને પરિવારે કબુતર માટે હાલ દેખાય છે એ ઘર બનાવ્યું પણ જરૃરિયાત મોટી ને કબુતરોને સુરક્ષીત રાખી શકાય તેવા ચબુતરાની છે.
આમ તો મુંબઈના પશુપક્ષી પ્રેમી મહર્ષીભાઈ સાથે આ બાબતે વાત કરી તો એમણે કહ્યું આપણે ચબુચરો બનાવવામાં મદદ કરીશું. આભાર મહર્ષીભાઈ..
વાલાબાપાના પારેવા પ્રેમને પ્રણામ.. અને તમારા જેવા માણસોના કારણે જ આ ધરતી પર માણસ ઉપરાંત અન્ય જીવો જીવી રહ્યા છે નહીં તો માણસનું ચાલે તો.........
No comments:
Post a Comment