Friday, November 02, 2018

Hope for a Single Window System for the Marginalized

Can’t we have a single window system to attend the numerous tasks of the marginalized communities.…
Mittal Patel talking to the people of the nomadic community
Nine years is not a small period, there are families who have been waiting for the past nine years for their applications to see the light of the day!!! Each day begins with a hope that today might be the day they receive the good news of their  application being sanctioned!!

How can we think of re-birth when this life has been  all about the unaccomplished wishes. They talk about detachment honestly, there is nothing for us here to be attached too. You wouldn’t be clinging to these shanties or these torn durries.  Will you ?? When death finally comes we would feel relieved to be free from this life of deprivation. They say all the unfulfilled desires will be carried forward. We fear that what if we get the same fate in our next birth, what if we still had to wait for decades to acquire a ration card or  house in our other life. And our eyes will continue to dream of the day when we will actually hold our ration card or will not? To tell you the truth, we  dread such  after-life…..

It is not so difficult to issue ration card or sanction a small plot of land. If the lawmakers have the will to serve the poor this is the easiest task to implement.  What is difficult though, is to stop playing games, they need to stop sending us from table to another table. We are tired of these constant rounds to the offices of Mamlatdar, Deputy Collector, Collector, Sachivalay…..

We do not have anything to clean or tidy up but you  have this practice  of cleaning your homes and offices before Diwali, right? This Diwali why not choose to clean the dust that has gathered over our applications and files and give us a brighter Diwali. Bring that light in our life this festival is associated with.

Personally, I too get tired these days with the never ending wait for sanctions and approvals. While for this utterly honest and humble communities such wait is proving to be exhausting. Isn’t there a single person in the system who really cares for the poor?

Optimism... and hope...

Gujarati Translation

સીંગલ વિન્ડો સીસ્ટમ તકવંચિતોના સાવ સામાન્ય કહી શકાય તેવા કામો માટે ના થઈ શકે?

સાવ સાવ સામાન્ય કહી શકાય તેવી બાબતોમાં નવ વર્ષ લાગી જાય... નવ વર્ષ એ કાંઈ નાનો સમય ગાળો છે?

'આંખો આજ મળશે કાલ મળશે એવા સ્વપ્ન જોતા જોતા જ બંધ થઈ જાય.
લોકો પુનઃજન્મની વાત કરે. અમારો જીવ તો ના પુરા થયેલા સમણાંઓમાં જ રહ્યો. લોકો કહે દુનિયામાંથી જતી વખતે ઈશ્વરનું સ્મરણ કરો. આ માયામાંથી મુ્કત થઈને જાવ. ભગવાનમાં જીવ પરોવો. હું કહુ કે, માયા ક્યાં આપી જ છે તે એમાં જીવ રહી જાય. બે ચાર ગાભાના ગોદડા ને ઠીબામાં શું જીવ રહી જાય.. આમ તો છૂટ્યાનો હાશકારો થાય પણ પછી આગળ પણ આજ માયા મળશે અને ઘર કે રેશનકાર્ડની રાહમાં ફરી આવતા જન્મેય ક્યાંક આંખ મીંચાશે તો? સાચુ કહુ તો બીક લાગે છે આ ભવભવના ફેરાઓથી...

કશીએ ખેવના અધુરી મુકીને નથી જવું... રહેવા ટુકડો જમીન ને રેશનકાર્ડ ને એવું જ કાંઈક બીજુ મળે એની મનેચ્છા સેવી... આ બધુ આપવું બહુ અઘરુ નથી. અમારા જેવા ગરીબોને મદદ કરવાની ચાહના હોય તો બધુયે થાય...

પણ એ માટે ફાઈલ ફાઈલ રમવાનું બંધ કરવું પડે... બાકી તો મામલતદાર થી લઈને પ્રાંત કલેક્ટર થી લઈને કલેક્ટર થી લઈને સચિવાલયના ધક્કા...હવે થાક્યા ભ'ઈ સાબ. 

દિવાળીમાં ઘરમાં પડેલો કચરો તમે બધા સાફ કરો છો ને? તમે એટલા માટે લખ્યું કારણ અમારી પાસે તો સાફ સફાઈ કરવાનું રાચરચીલું હોતતો જોઈતું તુ શું. ખેર આ દિવાળીની સફાઈની જેમ કચેરીમાં પડેલી ફાઈલો પરની ધૂળ હટાવવાનું ને એની સફાઈ સાચા અર્થમાં થાય તો અમારીએ દિવાળીએ સુધરી જાય... '

વ્યક્તિગત રીતે હુંય થાકુ છું તો અમારા આ સાવ સીધા સાદા માણસો માટે તો આ માયાજાળ હંફાવનારી સાબિત થઈ રહી છે. સીસ્ટમમાં એવો કોઈ માણસ ના હોઈ શકે જે આવા લોકો માટે ખરી નિસ્બત દાખવે...

આશાવાદ.... આશાવાદ... આશાવાદ.... 


No comments:

Post a Comment