We will give Dayjo (household material gifted to the bride) to Vadia girls and with that we will give a buffalo too. All parents wish that their daughter remains happy wherever she goes after the marriage. The two daughters who are going to get married, are going to the financially weak family after marriage
But they have a piece of land. So, it is decided that these daughters will be given utensils, Cupboard, bed etc along with buffalo. So, one daughter’s marriage would cost 1.75 and marriage of two will be Rs. 3.50 lakh.
The post which was put on Facebook got really nice response. Within a few minutes of upoloading the post Deepa told me that she is sending money and transferred Rs. 1 Lakh to my account. Not a single question.
When I called her to thank her, she said in Mumbaiya tone, “if you would have been here, I would have hugged you.” Deepa’s personality is wonderful but I will write about her some other day.
Maharshi Dave told to sponsor marriage expenses of one daughter. The association with Maharshi Dave is not very old but now he seems like an old acquaintace. Pragnesh Desai, Sharad Uncle, Kiritbhai Shah, Alkeshbhai, many friends from Facebook. But all of you trusted us and helped to get these girls married, so I am grateful to you all!
I thank you all for your support and affection…
Thank you again.
#Mittalpatel #Vadia #VSSM #NomadsOfIndia #NomadicTribes Deepa Krishnan
વાડિયાની દીકરીના લગ્નમાં દાયજો તો આપીશું પણ ધામેણુંયે(ભેંસ) આપીશું. દીકરી પરણે ને જે ઘરે પરણીને જાય ત્યાં સુખેથી રહે એ ભાવના દરેક મા બાપની હોય. વાડિયાની બે દીકરીઓ જે ઘરે પરણીને જવાની એ પરિવારોય આર્થિક રીતે નબળા. પણ એમની પાસે ટુકડો જમીન છે આથી દીકરીઓને દાયજામાં વાસણ, તીજોરી, પલંગ વગેરેની સાથે ભેંસ આપવાનું નક્કી કર્યું છે ને એટલે એક દીકરીના લગ્નનો ખર્ચ 1.75 ને બેના 3.50 થાય છે.
ફેસબુક પર મુકેલી પોસ્ટે ખુબ સારો પ્રતિસાદ આપ્યો. પોસ્ટ મુક્યાની મીનીટોમાં જ દીપાએ મૈ પૈસા ભેજતી હું કહીને એક લાખ સૌથી પહેલાં એકાઉન્ટમાં ટ્રા્સફર કર્યા. કોઈ જ પ્રશ્ન નહીં. થેક્યુ કહેવા ફોન કર્યો તો એકદમ મુંબઈયા સ્ટાઈલમાં તુ ઈધર હોતી તો ગલે લગા લેતીની વાત...આમ તો દીપાનું વ્યક્તિત્વ જ મજાનું છે પણ એની વિગતે વાત ફરી કરીશ...
મહર્ષી દવેએ એક દીકરીના લગ્નનો ખર્ચ આપવાની વાત કરી આભાર મહર્ષીભાઈ પરિચય બહુ જુનો નથી પણ હવે લાગે છે જાણે વર્ષોથી ઓળખીએ છીએ. પ્રગ્નેશ દેસાઈ, શરદ અંકલ, કીરીટભાઈ શાહ, અલ્કેશભાઈ, ફેસબુક પરના કેટલાય મિત્રો બધાના નામ નથી લખતી પણ કાલે બધાના નામની યાદી સાથે અનુદાન જાહેર કરીશ.પણ આપ સૌએ મારા પર શ્રધ્ધા રાખી દીકરીઓને પરણાવવા મદદનો હાથ લંબાવ્યો તે માટે આભારી છું..
No comments:
Post a Comment