Saturday, June 23, 2018

The Story of Kankuma Bajaniya's ever-changing situation...

Kankuma Bajaniya at VSSM
office
When I went to Kankuma’s settlement seven months back, she had welcomed me very warmly. Widow Kankuma had looked after her children very courageously but when she came to my office today, she looked very dull. 
Her young son’s wife Krishna has a cancer of mouth and she has been undergoing treatment in Ahmedabad cancer hospital. Kankuma sits outside Cancer Hospital with three children. Her son stays with his wife all day and Kankuma goes to bath her daughter in law. 
“Ben, my luck has turned.” Kankuma bajaniya ( resident of Nani Pipli, Taluka: Radhanpur, District: Patan) told me with moist eyes. My daughter in law is undergoing chemotherapy. We have Maa Card so, we don’t have to incur medical expenses but there are other household expenses. There has been illness in the house since last six months. All the savings also went away. 
Little Daksha who was sitting in Kankuma’s lap doesn’t even know what has happened to her mother. She can’t go to her mother neither Anil or Amna can. All the kids sit outside the Cancer ward as if they are waiting for their mother to come out cured. 
I gave some money to her for her day today expenses and talked to Dr. Pankaj Shah to tell the doctor not to make her pay for anything.   
I told Kankuma to put Krishnaben’s sons to our hostel and let them study. And she said yes. Let’s pray to god that the mother of these three will get better soon.   
I have written this incident to narrate how the condition of humans can turn. And also to tell you about kankuma’s courage. This grandmother is taking care of her children and with that she is giving strength to her son and daughter-in-law. My regards to Kankuma and prayers to god to take them out of all of this soon… 
Mittal Patel meets Kankuma Bajaniya in their settlement
In the photo, Kankuma I saw in the settlement and Kankuma I saw at my office today… 

કંકુમાની વસાહતમાં આજથી સાતેક મહિના પહેલાં જવાનું થયું ત્યારે ખુબ ઊમળકાથી એમણે સ્વાગત કરેલું. વિધવા કંકુમાએ હિંમતથી પોતાના બાળકોને સાચવેલા પણ આજે ઓફીસ આવેલા કંકુ મા સાવ નિસ્તેજ જણાયા. જુવાન દીકરાની વહુ ક્રિષ્નાને મોંઢાનું કેન્સર છે અને કેન્સર હોસ્પીટલ અમદાવાદમાં એ સારવાર લઈ રહી છે. ત્રણ નાના બાળકોને લઈને કંકુમા કેન્સર હોસ્પીટલની બહાર બેસી રહે છે. આખો દિવસ વહુ પાસે દીકરો રહે અને વહુને નવડાવવા ધોવડાવવા કંકુ મા જાય. 
Kankuma Bajaniya's GrandChildren
બેન દશા ફરી જી કંકુ મા બજાણિયા (રહેવાસી નાની પીપીળી, તા. રાધનપુર જી. પાટણ) ઢીલા થઈ ગયા. વહુને શેક શરૃ કર્યા છે. મા કાર્ડ છે તે સારવારમાં પૈસા નથી લાગતા પણ બીજી હાથખર્ચી તો જુએને. છ મહિનાથી ઘરમાં મંદવાળ છે. ભેગુ એવું કાંઈ નહોતુ કર્યું પણ હતુ એય જતુ રહ્યું.
કંકુમાની ગોદમાં બેઠેલી નાની દક્ષાને તો ખબરેય નથી કે એની માને શું થયું છે એને તો મા પાસે જવાય નથી મળતું ના દીકરા અનીલ કે એમનાને જવા મળતું. બધાય બાળકો જાણે મા સાજી થઈને બહાર આવે એની રાહ જોતા કેન્સર વોર્ડની બહાર બેસી રહે છે.
Kankuma Bajaniya with thier GrandChildren
ખર્ચી માટે થોડા રૃપિયા આપ્યા ને ત્યાંના ડોક્ટરને બહારથી દવા કે અન્ય ખર્ચ ના કરવા દેવા માટે ડો. પંકજભાઈ શાહને વાત કરી. 
કંકુ માને ક્રિષ્નાબેનના બે દીકરાને અમારી હોસ્ટેલમાં ભણવા મુકવા કહી દીધુ ને એમણે હાએ પાડી.. બસ આ ત્રણે બાળકોની મા ઝટ સાજી થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ... 
આ આખો પ્રસંગ માણસની હાલત કેવી બદલી દે છે તે સમજવા જ લખ્યો છે... અને ખાસ કંકુ માની હિંમત માટે. ત્રણ છોકરાને આ દાદી આજે સાચવી રહ્યા છે સાથે દીકરાને વહુને હિંમેતેય આપી રહ્યા છે... આવા કંકુમાને પ્રણામ ને કુદરત તેમને આ બધામાંથી ઝટ બહાર કાઢે તેવી પ્રાર્થના...
વસાહતમાં દીઠેલા કંકુ મા ને આજે ઓફીસમાં બાળકો સાથે આવેલા કંકુમા
#VSSM #MittalPatel #NomadsOfindia #Bajania #Nomadictriebs



No comments:

Post a Comment