He left Tobacco forever immediately on a single urge of Mittal Patel An exemplary determination of Lalabhai and a profound love and Honesty... |
It was one those regular visits to the settlements when I chanced upon taking a tractor ride to Benavas in a tractor driven by Lalabhai Raval. On the way back, Lalabhai began talking but I observed he was talking in a different manner may be because of the tobacco he had stuffed in his mouth. I am against such addictions and tend to breakout in to a lecture when I find people wasting their health and money to such nuisances.
“Lalabhai, you are such wonderful human being, this habit of chewing tobacco does not suit you!!”
As if Lalabhai was waiting for my sermon, the tractor came to a sudden halt, Lalabhai got off it and took out all the tobacco packets he had in the pocket.
“Ben, you told me to leave tobacco and I am giving it up… I do not want to do anything that you do not approve!!”
I was delighted at his instant action but there was a feeling of apprehension as well giving up addictions is not an easy task. People commit to it in the spur of moment but usually fail hold up to that commitment. Honestly, I was expecting the same with Lalabhai!!!
After 20 days, I was again required to go to Benavas and once again got to meet Lalabhai. It was very natural for me pop up the question, “So, could you give up your tobacco addiction??”
“Yes Ben. Thank god you told me to give up the addiction. I have saved daily expense of Rs. 40-50 and the damage it did to my health. How can I make a wrong promise to you, Ben? That day was the last time I took tobacco…. Now it is going to be never ever!!
Once again, I was required to take a ride on his tractor to reach my destination but, this time there was a kind of #satisfaction and joy. Sometimes I do wonder should I keep on playing the normal ‘don’t take tobacco, gutka, or smoke bidi’ etc etc.. talks, does it make any difference but when we have someone like Lalabhai who was waiting for that nudge I feel, why not?
લાલાભાઈ રાવળ સાથે એમના ટ્રેક્ટરમાં બેસીને બેણાવાસમાં જવાનું થયું. બેણાવાસમાં રહેનારા તમામ સાથે બેઠક કરીને અમે ટ્રેક્ટરમાં પરત ફર્યા. લાલાભાઈએ ફરી વાતો શરૃ કરી પણ તેમના બોલવામાં થોડું જુદા પણુ લાગ્યું. મૂળ તો મોઢાંમાં નાખેલા તમાકુના કારણે આવું થઈ રહ્યાનું લાગ્યું. એમનું આવી રીતે તમાકુ ખાવું જરાય ગમ્યું નહીં. એટલે સાહજિક રીતે જ બોલાઈ ગયું,
‘લાલાભાઈ તમે ખુબ સરસ માણસ છો આ તમાકુની લત તમને શોભતી નથી.’
આમ તો દરેક જગ્યાએ વ્યસન કરનારને જોવું ને અનાયાસે જ ભાષણ આપવાનું શરૃ કરી દઉ. એવું જ અહીંયા કર્યું. પણ મારુ બોલવાનું પુરુ થયું કે, તુરત ટ્રેક્ટર ચલાવતા ચલાવતા લાલાભાઈ ઊભા થયા ને ખીસ્સામાંથી તમાકુની કેટલીયે પડીકીઓ કાઢી ને,
‘લો બેન તમે કીધુન તે આજથી મેલ્યું. તમન ના ગમે એવું એકેય કોમ નહીં કરવું.’
મન લાલાભાઈની વાતથી રાજી થયું મે હરખ વ્યક્ત કર્યો પણ વ્યસન છોડવું સહેલું નથી એવું બધા કહે એટલે મને લાગ્યું કદાચ લાલાભાઈથી નહીં છુટે... આજે ઉતાવળમાં આ કહી દીધું પણ...
આ વાત થયાના વીસેક દિવસ પછી પાછી બેણાવાસ ગઈ ને ફરી લાલાભાઈ મળ્યા.
‘શું થયું વ્યસનનું? છુટ્યું કે?’ આ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું,
‘હા બેન હાવ ગ્યું. સારુ થ્યું તમે કીધુ તે, રોજના ચાલી – પચા રૃપિયાય બચ્યા ન તબીયતને નુકશોન થતું બચ્યું અને હા તમારી હોમે એક ફેરા મુચ્યુ તો મુચ્યુ હવ જીંદગીમાં ફરી કોય દાડો તમાકુ ન હાથ નઈ લાગડું. તમારી આગળ ખોટુ નીમ ના લેવાય...’
એમની સાથે ટ્રેક્ટરમાં ફેર બેસતા ફરી મન હરખાઈ ગયું..
ક્યારેક અનાયાસે કહેવાઈ ગયેલી વાતની કેવી સરસ અસર થાય છે એનું લાલાભાઈ ઉત્તમ ઉદાહરણ....
No comments:
Post a Comment