LOVE- a feeling that has no barriers, does not recognise the distinction of caste or class and as it is often said it feels no barriers not even of age or religion!! Yes, the society does preach on who can fall in love and with whom to fall in love but the individuals conquered by this emotion do not comprehend such distinctions!!! The consequences of unwarranted love are very unfavourable in our culture and society. And expect the hell to break loose if one of the either belongs to nomadic and de-notified community.
In a recent incident that has spread fear amidst the Dafer families of Nagra village in Surendranagar, Ramzan Dafer eloped with the girl belonging to Koli-Patel community. The Koli are believed to be upper-caste as compared to the Dafer. It was an undesired step that the couple took as Ramzan was already married. The marriage and caste barriers played a major hinderance for the couple who decided to elope with no other options left!! Yes, we agree that this shouldn’t have happened and they should have given it a thought!! But the implications of this incident shouldn’t have reached the family and the community members of Ramzan. After the incident the entire village of Nagra has turned against the Dafer community residing in the village. Gulabbhai, Ramzan’s father is currently in custody of Joravarnagar police station as if he was instrumental in the incident, whereas the fear of some unpleasant consequences has compelled Ramzan’s amily members to run away from the village. The rest of the Dafer families haven’t been spared either. The village leaders summoned Hameerbha the chieftain of these families ordering him to vacate the village.
Nagra has been an exceptional village because what they have done for this community has been exemplary in entire Gujarat, the Nagra village panchayat initiated to allot residential plots that to in the center of the village to 8 Dafer families. VSSM had supported the construction of houses on these plots. So how come they ask these families to leave all of that and go. These families are leading a settled life in Nagra, it isnt like their counterparts in rest of Gujarat who keep wandering through village boundaries!! Hameerbha was in tears when he called up to narrate the incident and the ultimatum given to them. I had no choice but to comfort him by saying, “Have faith everything will turn out to be fine.”
Yes the villagers havegiven 15 days’ notice to vacate the village but I am hopeful the time will heal the matter!!! The villagers have found the whereabouts of the couple and brought the girl back, Gulabbhai’s family has left the village, as such they did not belong to this village, Hameerbha had brought him to this village for labour. So fearing their own and Hameerbha’s safety Gulabhai and his family decide to walk away from the village.
We all would agree to the fact that there is nothing wrong in falling in love, it is a feeling that conquers all at some point or the other!! Yes it is a fairly unheard of in the rural areas but there too such instances do happen and the villagers resolve the matter amicably or sometimes with some untoward consequences. But no one is asked to leave the village. Recently there have been two such incidences where one of the lovers belonged to the nomadic community and hence the villagers dictated their orders asking the entire settlement to walk out of the village. Just because they are nomads does not mean these families are at the mercy of the villagers who believe that removing them from the village will resolve the larger issues. Is removing the nomads from the village stop people from falling in love in these villages!!
Nonetheless, we are planning to visit Nagra after Diwali. We have faith that our dialogue with the village leaders will resolve the matter!!!
વિચરતી જાતિના પરિવારોને ગામમાંથી કાઢી મુકવાથી પ્રશ્નો હલ થવાના છે ખરા..
પ્રેમ નાત જાત જોઈને થતો નથી, વળી આપણે હંમેશાં વાતો કરીએ છીએ તેમ પ્રેમ માટેની કોઈ ઉંમર નથી. વળી કોણ પ્રેમ કરી શકે અને કોણ નહીં તે સમાજ દ્વારા વારંવાર કહેવામાં આવે પણ પ્રેમ કરનાર આવી માન્યતાઓથી પર હોય છે. પણ આવા પ્રેમ કરનાર વ્યક્તિ વિચરતી જાતિનો હોય અને છોકરી કહેવામાં ઊંચી જાતિની હોય ત્યારે કેવો બખેડો થઈ જાય તે હમણાં જોયું. નૈતિક રીતે વિચારીએ તો નગરાથી ભાગેલો રમજાન ડફેર પરણીત હોવા છતાં ગામની કોળી પટેલની છોકરીને પ્રેમ કરે છે અને બંનેના લગ્ન કોઈ પણ હિસાબે શક્ય નથી આથી ભાગી જાય છે, જે રમજાન પરણીત હોવાના કારણે યોગ્ય નથી. પણ આ બધું વિચારવાનું તેનાથી ના થયું અને એટલે જ એ ભાગી ગયો.
પણ તેના જવાથી સુરેન્દ્રનગરનું નગરા ગામ આખુ ડફેર પર ખારુ થયું. રમજાનના બાપ ગુલાબને તો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો જાણે તેણે પોતાના દીકરાને ભગાડવામાં મદદ ના કરી હોય તેમ. ગુલાબભાઈનો આખો પરિવાર ગામ છોડીને ભયના માર્યા ભાગી ગ્યો. જ્યારે નગરામાં જ વર્ષોથી રહેનારા હમીરભા અને તેમનો પરિવાર પારેવાની જેમ ફફડી રહ્યા છે. શું થશે તેનો ખ્યાલ નહોતો પણ કાંઈક તો થવાનું એ નક્કી હતું. એવામાં ગામના આગેવાનોએ હમીરભાને બોલાવીને ગામ ખાલી કરવા કહી દીધું.
આખા ગુજરાતમાં ગામની વચમાં જેમના ઘરો બન્યા હોય, જેમને ગામે આશરો આપ્યો હોય તેવા નગરાના 8 ડફેર ઘર પહેલાં હતા. પંચાયતે તેમને રહેવા પ્લોટ આપ્યા અને vssmએ તેમને ઘર બનાવી આપ્યા હતા. આ બધુ મુકીને જવાનું? હમીરભા અન્ય ડફેરની જેમ સીમમાં હવે રઝળતા નથી. તેમનો ફોન આવ્યો ત્યારે રીતસર રડી પડ્યા. હું શું કહું સમજાયું નહીં પણ એટલું કહ્યું છે, ચિંતા ના કરો બધુ સારુ થશે.
ગામે તેમને ગામ ખાલી કરવા 15 દીવસની મોહલત આપી છે. આમ તો સમય જેટલો મોટો મલમ એકેય નથી. મને વિશ્વાસ છે કે, 15 દીવસમાં ગામમાં ડફેર માટેનું વિરોધનું વાતાવરણ સમી જશે. પાછી કોળી કન્યાને પરિવારના લોકો શોધીને ઘરે લઈ આવ્યા છે. ગુલાબભાઈના પરિવારે તો ગામ છોડી જ દીધું છે. આમ પણ તે આ ગામમાં હમણાંથી આવ્યા હતા. હમીરભા તેમને મજૂરી માટે લઈ આવ્યા હતા. એટલે તેમને પણ હમીરભાને આંચ ના આવે એ માટે થઈને અને ઘણું તો બીકના માર્યા ગામમાંથી બીજે જતા રહેવાનું જ યોગ્ય માન્યું.
પણ આવા હમણાં હમણાં બે કિસ્સા જોવા મળ્યા જેમાં પ્રેમ કરનાર વિચરતી જાતિના પરિવારોને ગામમાંથી કાઢી મુકવાનું ગામે નક્કી કર્યું હોય. ગામમાં રહેતા અન્ય સમાજના છોકરાં – છોકરીને પણ પ્રેમ થાય છે અને તેઓ પણ ભાગી જાય ઘણા કિસ્સામાં પરણીત હોય તો પણ ભાગી જાય. પણ ગામના લોકો તે બધુ ઠંડુ પાડી દેતા હોય છે. કોઈને ગામમાંથી કાઢી મુકવાનું ફરમાન નથી કરતા પણ વિચરતી જાતિના પરિવારો અમારા આશરે છે અમારા ગામના તે નથી એટલે એમના કારણે ગામમાં આવું બન્યું એટલે એમને જ કાઢી મુકો એટલે જંજાળ જ ખતમ જાણે તેમને ગામમાંથી કાઢો એટલે પ્રેમ કરવાનું જ બંધ થઈ જવાનું ના હોય તેમ...
ખેર દિવાળી પછી અમે નગરા જવાના છીએ. ગામના આગેવાનો સાથે વાત કરવા અને મને ઈશ્વર પર શ્રદ્ધા છે એ બધુ જ ઠીક કરશે.
No comments:
Post a Comment