The current living conditions of Vansfoda families |
Vansfoda families holding the applications for plots... |
Vansfoda family making bamboo items |
VSSM દ્વારા વાંસફોડા પરિવારોની પ્લોટ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી
રાજકોટના ગોંડલમાં 6 વાંસફોડા પરિવારો તદન ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તેમની સ્થિતિ જોઈને તો એવું લાગે જાણે કુદરતે તેમને જીવન આપ્યું છે અને તે આ લોકો પુરુ કરી રહ્યા છે. vssmના કાર્યકર કનુભાઈની મદદથી આ પરિવારોને મતદારકાર્ડ, રેશનકાર્ડ મળ્યા. અમે આ પરિવારોને પ્લોટ મળે તે માટે અરજી કરી છે. પણ રાજકોટ કલેકટર દ્વારા આ સંદર્ભે જીલ્લા વિકાસ અધિકારી તથા નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટને આ સંદર્ભે ઘટતું કરવાનો પત્ર પાઠવવામાં આવ્યો છે.
કલેકટરને અમે પ્લોટ ફાળવણીની સત્તા તેમના તાબા હેઠળની છે તેવો પત્ર પાઠવ્યો છે. પણ કોણ જાણે આ પરિવારોને પ્લોટ ક્યારે ફાળવાશે.
હાલમાં vssmના કાર્યકર કનુભાઈ તથા છાયાબહેન આ પરિવારોને પ્લોટ મળે તેની દરખાસ્ત તૈયાર કરાવી રહ્યા છે. તો સાથે સાથે તેમના બાળકોને શાળામાં ભણવા બેસાડવાનું પણ કરે છે. સરકારી શાળાએ આ બાળકોના જન્મતારીખના દાખલા ના હોવાથી એફીડેવીટ કરાવવા કહ્યું. જે કાયદા પ્રમાણે જરૃરી નથી. છતાં આવા ખોટા ખર્ચ કરાવવાનું મોટાભાગના સરકારી તંત્ર દ્વારા થતું હોય છે.
ખેર વાંસફોડા પરિવારોના બાળકો ભણે અને આ પરિવારોને પ્લોટ મળે તે આશાએ તેમણે તેમની ભાષામાં કહીએ તો જરૃરિ તમામ કાગળ પતરનો ખર્ચ કરી દીધો છે.જોઈએ હવે ફાઈનલી તેમને પ્લોટનો કબજો ક્યારે મળે છે.
ખેર વાંસફોડા પરિવારોના બાળકો ભણે અને આ પરિવારોને પ્લોટ મળે તે આશાએ તેમણે તેમની ભાષામાં કહીએ તો જરૃરિ તમામ કાગળ પતરનો ખર્ચ કરી દીધો છે.જોઈએ હવે ફાઈનલી તેમને પ્લોટનો કબજો ક્યારે મળે છે.
ફોટોમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તથા પ્લોટ મેળવવાની દરખાસ્ત સાથે આ પરિવારો.
No comments:
Post a Comment