The current living conditions of these families. |
“Ben may you always remain blessed, we weren’t expecting to obtain ration cards but your efforts made it happen, today we received the cards and that through from the hands of Mamlatdar Saheb…” said Mohmadbhai Dafer over the phone. There was a palpable joy in his voice, making us visualise the relief and happiness of his face……
VSSM’s Madhuben and Ilaben had worked tirelessly to ensure that the 9 Dafer families of Pisaawala village of Ahmedabad’s Dhandhuka block receive the ration cards.
The Dafer families with Additional Mamlatdar and VSSM team members Madhuben and Ilaben |
As Mohamadbhai said towards the end of our conversation, “Ben do not leave us, if not you there is nobody to stand besides us!!”
VSSM team is glad to be instrumental in bringing joy in the lives of thousands of such families and all this has been possible because of the support of our well-wishers and the empathetic authorities.
vssmના પ્રયત્નથી ડફેર પરિવારોને મળ્યા રેશનકાર્ડ
‘બેન તમને ખુબ દુઆ મલશે, અમને તો રેશનકાર્ડની આશા જ નહોતી પણ આજે મળ્યા અને પાછા મામલતદાર સાહેબે આપ્યા’
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પીસાવાડા ગામમાં મોહમ્મદભાઈ ડફેર ફોન પર આ વાત કરતા હતા ત્યારે તેમના મોંઢા પરનો રાજીપો સ્પષ્ટ જોઈ શકાતો હતો. vssmના કાર્યકર મધુબહેન અને ઈલાબહેનના સતત પ્રયત્નથી આજે 9 પરિવારોને રેશનકાર્ડ મળ્યા છે.
ગામથી દુર ઘાસના છાપરાં બનાવીને રહેતા આ પરિવારોની વસાહતમાં ચોમાસામાં તો પગ ક્યાં મુકવો તે પ્રશ્ન થાય. કાળી ભરવાડી(ઈયળ જેવી જીવાત)ના ઝુંટ વસાહતમાં ચોમેર દેખાય. એક રીતે ચીતરી ચડે તેવી સ્થિતિ અને બીજી બાજુ વરસાદમાં ઝેરી જીવતજંતુઓ પણ નીકળે. તદન ખરાબ પરિસ્થિતિમાં આ પરિવારો રહે છે. આવામાં vssmના પ્રયત્નથી તેમને મતદારકાર્ડ અને હવે રેશનકાર્ડ મળ્યા છે. હવે રહેણાંક અર્થે કાયમી પ્લોટ અને ઘર મળે તેની આશા આ પરિવારોને છે.
મોહમ્મદભાઈ રાજીપો વ્યક્ત કરતા છેલ્લે કહ્યું, ‘બેન અમને છોડી ના દેતા નહીં તો અમારુ કોઈ કામ નહીં થાય.’
મોહમ્મદભાઈ જેવા હજારો માણસોના મોઢા પર રાજીપો લાવવામાં સંસ્થાને મદદરૃપ થતા સ્વજનોના કારણે અમે અને સાથે સાથે સરકારી તંત્ર પણ નિમિત્ત બન્યું છે. સૌનો આભાર..
નાયબ મામલતદાર અને vssmના કાર્યકર મધુબહેન અને ઈલાબહેન સાથે ડફેર પરિવારો અને આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment