The Gawariyaa and Kangasiyaa making their complaints heard and Bhamraji presenting his case to Shri. Ramanbhai Vora at the Lok Samvaad Setu. |
The Lok Samvad Setu is a program by government under which, the CM and council of ministers visit all the taluka centres of each district of Gujarat and meet people to solve their local grievances on different subjects related to land, electricity connections, sanitation, drinking water, benefits under various development schemes of the government etc.
"Conduct a survey and allot plots to all the Kangasiya families who are living in Banaskantha and still await the allotment of residential plots,” ordered our Minister Shri Ramanbhai Vora after listening to the complaint presented by Bhamraji Kangasiya-Gwariyaa during the Lok Samvad Setu program organised in Diyodar block. Numerous families like Bhamrabhai’s are awaiting the possession to the plots that have been allotted to them in 2014. As the villagers are protesting the allotment of plots to the nomadic communities, the entire matter is steeped into an unresolved mess. Numerous attempts, that have so far failed to attain any success, were made by VSSM and the families to get the concerned authorities execute the government order. Eventually, after the exhaustion of all the available options VSSM’s Naranbhai asked Bhamraji to present this long pending case to the minister Shri Vora at the Lok Samvad Setu program held on 1st April 2016. Bhamraji spoke his heart out, rendering the actual plight of the thousands of nomadic families like his, listening to which the minister ordered the above mentioned task.
VSSM presents the unresolved issues pertaining to the nomadic communities in the Lok Samvaad Setu Programme |
The Minister was swift in ordering his officials to take required action on the complaint by Bhamraji, now its for the officialdom to take action. All we hope for is their swift action as well!! In the previous week the team of VSSM also briefed the minister Shri. Vora on the numerous other urgent and unresolved issues of nomadic and de-notified communities that are categorised under educationally and socially backward communities. If the government wishes it could expedite the process to address all these issues, all it required was government’s will to do so!!
We are hopeful that the authorities and law makers display empathetic and positive approach to the plight of the nomads and without further procrastination begin addressing the numerous pending applications and files lying in various governmental offices.
vssm દ્વારા વિચરતા પરિવારોના વણઉકલ્યા પ્રશ્નોની રજૂઆત લોકસંવાદ કાર્યક્રમમાં
‘બનાસકાંઠા જિલ્લામાં રહેતા અને પ્લોટ વગરના તમામ કાંગસિયાઓનો સર્વે કરાવી દો અને તમામને પ્લોટ ફાળવી દો.’
દિયોદરમાં યોજાઈ ગયેલા લોકસંવોદ સેતુ કાર્યક્રમમાં રાંટીલાગામમાં રહેતા ભમરાભાઈ કાંગસિયા-ગવારિયા કે જેઓને પ્લોટની ફાળવણીનો હુકમ 2014માં મળ્યોછે પણ પ્લોટનો કબજો મળતો નથી. ગામના લોકો ભમરાજી તથા અન્ય વિચરતી જાતિના લોકોને પ્લોટનો કબજો આપવાનો વિરોધ કરી રહ્યા છે. સંસ્થાગત રીતે અમે અને આ પરિવારોએ ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી ના આ સંદર્ભે કાર્યવાહી થતી. કંટાળીને vssmના કાર્યકર નારણે ભમરાજીને લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં પોતાને થઈ રહેલા અન્યાયની વાત કરવા કહ્યું અને તા. 1 એપ્રિલના રોજ મંત્રી શ્રી રમણભાઈ વોરાને ભમરાજીએ રજૂઆત કરી.
ભમરાજીની રજૂઆતથી પ્રેરાઈને રમણભાઈએ ઉપરોક્ત વાક્યથી કલેકટર શ્રી ને બનાસકાંઠામાં રહેતા તમામ કાંગસિયાને પ્લોટ આપવાની સૂચના આપી.
કાશ જેવી રીતે સૂચના અપાઈ એ પ્રમાણે સક્રિય રીતે કામ થતું હોય. વિચરતી અને વિમુક્ત જાતિઓનો સમાવેશ સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત જાતિઓમાં થાય છે. જેના મંત્રી રમણભાઈ પોતે છે. રમણભાઈને અમે આ સમુદાયોના કેટલાક પ્રશ્નો જેનો નિવેડો સરકાર ઈચ્છે તો ઝડપથી આવી શકે તે સંદર્ભે ગત અઠવાડિયે જ રજૂઆત કરી છે. આશા રાખીએ એમાં પણ હકારાત્મક કામ થાય..
બનાસકાંઠા જિલ્લામાં વિચરતી જાતિઓની પ્લોટ ફાળવણીની ઘણી દરખાસ્તો સંલગ્ન કચેરીમાં પડી છે તેમાં પણ હકારાત્મક કામ થાય અને લોકો જેનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે પ્લોટ એમને ઝડપથી મળે.
ફોટોમાં પ્લોટનો કબજો મેળવવાની રજૂઆત માટે આવેલા કાંગસિયા-ગવારિયા તથા અન્ય વિચરતી જાતિના લોકો જેઓએ પણ પ્લોટની માંગણી કરી છે છતાં હજુ સુધી પ્લોટ મળ્યા નથી અને બીજામાં રમણભાઈની સામે રજૂઆત કરી રહેલા ભમરાજી..
No comments:
Post a Comment