Dafer families with their Aadhaar cards |
The Dafer, Saraniyaa etc. families staying in the Vijapur settlement tried hard to get enrolled for AAdhaar. Every day they would stand for hours in the queue but their turn just wouldn’t come. So after struggling for couple of days they gave up the idea of getting Aadhaar.
VSSM’s Tohid got a sense of the struggle these families faced in enrolling for Aadhaar. He decided to speak to the Mamlatdar on the issue, requesting him to bring the enrolment unit to the settlement. “Decide on a date and let me know, will instruct my office staff to do the needful,” the Mamlatdar responded. As a result of the Aadhaar camp in the settlement applications for around 63 individuals were processed.
The residents of the settlement were amused by this idea of an office coming to their settlement to process their applications and why wouldn’t they be amused as something like this was happening for the first time!!
It is because of the out of the box approach of our team members that work like these gets done. The VSSM team is a true asset to the organisation. Its their dedication and zeal that keeps the work happening. We are also thankful to the officials who trust us and respect our requests...
vssmની રજૂઆતથી વસાહતમાં જ આધારકાર્ડ માટેનો કેમ્પ યોજાયો.
વિજાપુરમાં રહેતાં વિચરતા સમુદાયના સરાણીયા, ડફેર વગેરે લોકો દરરોજ કાનોકાન વાત સાંભળે. આધારકાર્ડ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. રોજ સવારે કામ ધંધો પડતો મુકીને સવારે નંબરની ચિઠ્ઠી લઇ આવે. જે તારીખનો નંબર હોય ત્યારે કચેરીએ સજીધજીને આધારકાર્ડ મેળવવા પહોચી જાય. દિવસભર ઉભા રહીને ભૂખ્યા – તરસ્યા સાંજે નંબર લાગે નહિ એટલે ઘરે પાછા આવે. અંતે આધારકાર્ડ મેળવવાનું જ કેટલાકે માંડી વાળ્યું.
vssm આ વિસ્તારમાં વિચરતા અને વિમુક્ત પરિવારોને નાગરિક તરીકેના તમામ અધિકાર મળે એ માટે પ્રયત્નશીલ છે. vssmના કાર્યકર તોહીદને વિચરતા પરિવારોને આધારકાર્ડ મેળવવામાં પડી રહેલી તકલીફ અંગે ખ્યાલ આવ્યો. તોહીદે મામલતદાર શ્રીને મળીને બધી વાત કરી. કામ ધંધો પડતો મૂકી આધારકાર્ડ મેળવવા આવતાં પારીવારોની મુશ્કેલી જણાવી અને એક ઉકેલ રૂપે વસાહતમાં જ આધારકાર્ડ માટે કેમ્પ ગોઠવવા વિનંતી કરી. સાહેબના ગળે પણ આ વાત ઉતરી એમણે તોહીદને કહ્યું, ‘તારીખ નક્કી કરો. હું સુચના આપું. છું’ તારીખ નક્કી થઇ અને કેમ્પ ગોઠવાયો. એક જ દિવસમાં ૬૩ આધાર કાર્ડ તૈયાર થયા.
‘કચેરી આપણી વસતીમાં આવે અને આપણને આધારકાર્ડ આપે!’ આ વાતનું સમુદાયના લોકોને આજેય આશ્ચર્ય છે. આશ્ચર્ય થાય એ પણ સ્વાભાવિક છે કેમ કે આગાઉ આવું ક્યારેય બન્યું જ નહોતું.
vssmના સમર્પિત નિષ્ઠાવાન કાર્યકરો અમારી મૂડી છે. જે વિચરતા સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ છે અને એમની નિષ્ઠાના કારણે જ આ કામો થાય છે. અધિકારીગણ જેમને અમારામાં વિશ્વાસ છે એમનો આ તબક્કે આભાર માનીએ છીએ..
ફોટો ૧માં આધારકાર્ડ સાથે ડફેર પરિવારો.
ફોટો ૨માં vssm દ્વારા ચાલતા બાલઘરમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે એ જોઈ શકાય છે
No comments:
Post a Comment