The living conditions the Dafer survive in... |
The Dafer, however hard they struggle to be part of the mainstream society continue to be victimised by authorities just because the community they are..
Musabhai Dafer and Umarbhai Dafer, staying on the outskirts of Kargthad village, situated in Ahmedabad’s Viramgaum block. These Dafer families are entrusted for guarding the farm boundaries. On 23rd August at around 2.30 in the night, the police from LCB Sarkhej raided the Dafer dangaa and took Musabhai and Umarbhai along. There was reason for arresting them…..just one more instance where police arrest and harass the Dafer for no valid reason.
The duo were kept in police custody for 4 days after which they were released on the condition to ‘handover a revolver type weapon and one person…’ So what did the police do with the duo.. only the walls of the police station can bear witness….
Both these men and their families were under tremendous stress of obliging to the demands the police had made or else face their atrocities. After a week, at around 5 in the morning the police from LCB Sarkhej again barged into the dangaa and began a search operation (there was no warrant to do so) ..al they could find was a few sticks, battery and some rags. It is said that the Dafer families handed over a local pistol ( made of pipe, locally known as bhadakiyu) as it was becoming too painful to tolerate the police beating and atrocities….
Where do such helpless families go when the people responsible to protect them are the ones abusing them?? For many years now VSSM has been striving towards freeing these de-notified nomadic communities from the atrocious behaviour of the authorities and society. We have achieved reasonable success in our efforts. The atrocity of the police towards Musabhai and Umarbhai pained us but the what brought joy was the fact that the villagers from Kargthad came to us complaining about the entire incident. In this instance the village community stood by the Dafer families. This is what VSSM has been asking from this community, we are the villagers of Kargthad choose to stand by the Dafer.
On 9th September, we (VSSM, Dafer families and the villagers) met the DGP Shri. Mall Saheb and briefed him on the entire episode. Sri. Mall Saheb is a very knowledgeable and sensitive individual towards the issues of weaker sections of the society and the Dafer are lucky to have him at the realm of the initiative designed to bridge the gap between the Dafer and the police authorities.
In order to enable a dialogue between the Dafer community and the district, block level police officials we have proposed for a one day consultation. We are hopeful that under the presence of a sensitive official like Shri Mall Saheb we shall be able to overcome the long standing issues between the officials and the community.
In the picture.. the living conditions the Dafer survive in...
ડફેર પર થયેલા પોલીસ અત્યાચારની વાત કરવા ગામના લોકો vssm પાસે આવ્યાં..
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું કરગથળગામ. ગામમાં વર્ષોથી ડફેર પરિવારો સીમ રખોપું કરે. પ્રમાણિકપણે સીમરખોપું કરનાર મુસાભાઈ ડફેર અને ઉમરભાઈ ડફેરને તા.૨૩ મી ઓગસ્ટ નાં રોજ રાતનાં ૨:૩૦ વાગે સરખેજ LCB પોલીસ પકડીને લઇ ગઈ.
ત્યાં લઇ ગયા પછી આ બંને પર શુ વીત્યું હશે એની સાક્ષી પોલીસ સ્ટેશનની ભીંતો જ વર્ણવી શકે. ચારેક દિવસ પછી મુસાભાઈને છોડી મુકવામાં આવ્યાં. પણ શરત હતી કે ગમે તે રિવોલ્વર જેવું હથિયાર અને એક માણસ રજુ કરો.
હવે આ હથિયાર ક્યાંથી લાવવા. મુખ્ય પ્રવાહમાં ભળવા પરિશ્રમપૂર્વક આજીવિકા રળનાર આ લોકોનો વાંક એટલો જ હતો કે તે ડફેર હતા.
વળી અઠવાડીયા પછી સરખેજ LCBએ જીપ લઈને પરોઢિયે ૫:૦૦ વાગે આવીને સર્ચ ઓપરેશન આરંભ્યું. એમને હાથ આવી લાકડીઓ, બેટરી, થોડા ગાભા અને અન્ય ઘરવખરી.. (અહી ખાસ નોંધનીય છે કે ડફેર પરિવારના છાપરાની ઝડતી લેવા કોઈ સર્ચ વોરંટ વગર પોલીસ ડંગામાં આવ્યાં અને ઘણી ઘરવખરી તોડી પણ નાખી.) કહેવાય છે કે, આ લોકોએ હાથ બનાવટની રિવોલ્વર (પાણીની પાઈપમાંથી બનાવેલી દેશી ભડાકીયું) રજૂ કરી. કારણ માર સહન ના થયો..
કાયદો અને વ્યવસ્થા જાળવણી કરનાર તંત્ર આ પ્રકારે વર્તે તો પછી ફરિયાદ કોને કરવી?
ડફેર પરિવાર જે યાતના વેઠે છે એને અમે જોઈ છે. vssm આ પરિવારોને એમની પેઢીઓએ વેઠેલી યાતનામાંથી મુક્ત કરાવવા ઘણા સમયથી કોશિશ કરે છે અમે ઘણા અંશે સફળ થયા છીએ. ડફેર પરિવારોને આ પીડામાંથી મુક્તિ માટે જેમની સીમનું આ પરિવારો રખોપું કરે છે એ ગામલોકો પણ એમને મદદ કરે એવો vssm પ્રયત્ન કરે છે.. આજે પહેલી વખત કરગથળગામના લોકો ડફેરો સાથેના પોલીસના વર્તન અંગેની ફરિયાદ લઈને vssm ઓફીસ આવ્યાં.. પોલીસે જે કર્યું એ બરાબર નથી પણ ગામલોકો ડફેર પરિવારોની પડખે ઉભા રહ્યા એનો આનંદ છે.
તા.૯ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ગામલોકોને લઈને અમે માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી મલ્લ સાહેબને મળ્યા. સમગ્ર હકીકત વર્ણવી. ડફેર તથા આ પીડિતો સદભાગી છે કે, આ વિષયનો ઊંડો અભ્યાસ કરનાર સંવેદનશીલ અધિકારી શ્રી મલ્લ સાહેબના હસ્તક સુરક્ષા સેતુનું ઉત્તરદાયીત્વ છે.
ડફેરોના પ્રશ્ને વરિષ્ઠ જીલ્લા પોલીસ અધિકારીઓ, ડફેર પરિવારજનો સાથે એક દિવસીય બેઠક યોજવાનું અમે સુચન કર્યું છે.. જેમાં ખુલ્લા મને બંને પક્ષ પોતાની વાત કરે સાથે સાથે ડફેરોના તમામ પ્રશ્નો જેવા કે રહેણાંક, આવાસ અને રોજગારીની પણ વાત થાય.
શ્રી વિનોદ મલ્લ જેવા સવેદનશીલ અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ઉકેલાશે એવી અમને શ્રદ્ધા છે. ડફેર પરિવારો જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે આવી હાલતમાં રહેતાં પરિવારોને હેરાન કરવાનું પણ મન ના થાય ત્યારે.. પોલીસ કેવી રીતે આવું કરી શકતી હશે...
No comments:
Post a Comment